Green Chutney: ઘરે આ રીતે બનાવો લીલા મરચાંની ચટણી, સેન્ડવીચથી લઈ ભજીયા સુધી દરેક વસ્તુ સાથે બેસ્ટ લાગશે
Green Chutney Recipe: ભોજન સાથે અલગ અલગ પ્રકારની ચટણી પીરસાતી હોય છે. જેમાં લીલી ચટણી એવી છે જે સેન્ડવીચ, પરોઠા, સમોસા, ભજીયા કોઈપણ વસ્તુ સાથે ટેસ્ટી લાગે છે. આજે તમને ઓલ ઈન વન લીલી ચટણી કેવી રીતે બનાવવી તે જણાવીએ.
Trending Photos
Green Chutney Recipe: ચટણી રોટલી સાથે ખાવ કે સેન્ડવીચ, સમોસા જેવા ફરસાણ સાથે તેનો સ્વાદ અનેકગણો વધી જાય છે. ભારતીય ભોજનનું અભિન્ન અંગ છે ચટણી. ચટણીમાં પણ અલગ અલગ વેરાઈટી જોવા મળે છે. જેમકે ખજૂરની ચટણી, કેરીની ચટણી, ટમેટાની ચટણી, નાળિયેરની ચટણી, લીલી ચટણી, ફુદીનાની ચટણી વગેરે. ચટણી સ્વાદિષ્ટ હોય છે અને તમે ઘરે સરળતાથી તેને બનાવી શકો છો.
આજે તમને સ્વાદમાં એકદમ તમતમતી અને ચટપટી લીલી ચટણી કેવી રીતે બનાવવી જણાવીએ. આ ચટણી એકવાર બનાવીને સ્ટોર પણ કરી શકો છો. આ ચટણી અલગ અલગ વસ્તુઓ સાથે ટેસ્ટી લાગે છે. તો ચાલો જાણીએ લીલા મરચાંની ચટણી કેવી રીતે બનાવવાની હોય છે.
લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી
તીખી લીલી ચટણી બનાવવા માટે તેલ, જીરું, લસણ, લીલા મરચા, લીંબુ, ધાણા, મીઠું, સીંગદાણાની જરૂર પડશે.
લીલી ચટણી બનાવવાની રીત
લીલા મરચાની ચટણી બનાવવા માટે 8 થી 10 લીલા મરચા લેવા. એક પેન ગરમ કરી તેમાં 1 ચમચી તેલ લેવું. તેલમાં અડધી ચમચી જીરું, લીલા મરચાં અને સીંગદાણા ધીમા તાપે શેકવા. સાથે જ તેમાં લસણની 5 થી 6 કળી ઉમેરવી. બધી જ સામગ્રી સારી રીતે શેકાય જાય પછી ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દો. મરચાં, લસણ ઠંડા થઈ જાય તો તેને મિક્સર જારમાં લઈ તેમાં લીલા ધાણા, લીંબુ અને મીઠું ઉમેરી ક્રશ કરી લો.
જો તમે સૌથી સ્વાદિષ્ટ ચટણી બનાવવા ઈચ્છતા હોય તો ચટણીને મિક્સરમાં ક્રશ કરવાને બદલે પથ્થર પર વાટીને તૈયાર કરો. આ રીતે તૈયાર કરેલી ચટણીનો સ્વાદ સૌથી સારો લાગે છે. આ ચટણી એટલી સ્વાદિષ્ટ લાગે છે કે જેમને તીખું ભાવતું હશે તેઓ તો ચટકારા લઈને આ ચટણી ખાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે