'સનાતન ધર્મ વિરુદ્ધ ઝેર ઓકતા લોકો સામે જાગવાની જરૂર', સાધુ સંતોએ શંકરાચાર્યના નિવેદનને આપ્યું સમર્થન

Jagatguru Shankaracharya Sadananda Saraswatiji: ચતુર્માસ અનુષ્ઠાન દરમિયાન અશાસ્ત્રીય સંપ્રદાયો પર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી ભડક્યા હતા. શંકરાચાર્યએ વિવિધ સંપ્રદાયો પર આકરા પ્રહાર કરતા ખળભળાટ મચી ગયો છે. શંકરાચાર્યએ બ્રહ્માકુમારી અને સ્વામિનારાયણ સંપ્રદાય પર વાર કર્યો હતો. 

'સનાતન ધર્મ વિરુદ્ધ ઝેર ઓકતા લોકો સામે જાગવાની જરૂર', સાધુ સંતોએ શંકરાચાર્યના નિવેદનને આપ્યું સમર્થન

Jagatguru Shankaracharya Sadananda Saraswatiji: જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ સનાતન ધર્મ વિરુદ્ધ ઝેર ઓકનારા સામે જાગવાની હવે જરૂર છે તેવું નિવેદન આપતા જૂનાગઢના સાધુ સંતો અને મહંતોએ જગતગુરુના નિવેદનને ખુલ્લું સમર્થન આપી સનાતન ધર્મનું રક્ષણ કરવા આહ્વાન કર્યું હતું. મહંત ઇન્દ્રભારતીએ જણાવ્યું કે સનાતન ધર્મ વિરુદ્ધ બોલનારા સામે જાગૃત થવાની જરૂર છે. 

મહંત ઇન્દ્રભારતી, જૂનાગઢ ભવનાથ
આજે બનાવતી કથાકારો અને બનાવતી સાધુઓ સામે કાર્યવાહી કરવા અને આવા લોકોને બહાર કાઢવા આહવન કર્યું હતું, આજે બનાવતી ધર્મ ફૂટી નિકડા છે, તો કેટલાક કથાકારો માત્ર એક જ વિષય પર પોતાનું વક્તવ્ય આપે છે જ્યારે અન્ય દેવી દેવતાઓ વિશે પણ આ કથાકારોએ બોલવું જોઈએ તેમ મહંત ઇન્દ્રભારતી એ જણાવ્યું હતું.

મહંત,સુખરામબાપુ
જ્યારે મેંદરડા ખાખી મઢીના મહંત સુખરામ બાપુએ જણાવ્યું કે આજે બનાવતી કથાકારો કે જેમને કથા કેમ વાંચવી એનું પૂરું જ્ઞાન નથી તેવા લોકો કથા વાચક બની ગયા છે આવા લોકો સામે કાર્યવાહી કરી તેને બહાર કાઢવા જોઈએ.

મહાદેવ ગીરી બાપુ મહંત અવધૂત આશ્રમ ભવનાથ તળેટી
જ્યારે મહાદેવગીરી બાપુએ સનાતન ધર્મ અવશ્ય રક્ષણ કરવું એ સાધુ અને સંતોની ફરજ છે, જગતગુરુ સાથે જવું કે ન જવું એ પછીની વાત છે પણ સનાતન ધર્મની વાત આવે તો સનાતન ધર્મના રક્ષણ માટે સાધુ સંતોએ હવે આગળ આવવું જોઈએ, કોઈ સનાતન ધર્મ વિરુદ્ધ બોલે તો સાંખી ન લેવું જોઈએ,

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news