Too Much... અત્યાર સુધીના સૌથી બોલ્ડ અને બિંદાસ ટોક શો ની હોસ્ટ બનશે કાજોલ અને ટ્વિંકલ, જાણો વિગતો

Too Much with Kajol and Twinkle: બોલીવુડ અભિનેત્રી કાજોલ અને ટ્વીંકલ ખન્ના ઓટીટી પ્લેટફોર્મ પર એક ટોક શો હોસ્ટ કરતી જોવા મળશે. આ ટોક શો વિશે કહેવાય રહ્યું છે કે તે બોલ્ડ અને બિંદાસ શો હશે. 
 

Too Much... અત્યાર સુધીના સૌથી બોલ્ડ અને બિંદાસ ટોક શો ની હોસ્ટ બનશે કાજોલ અને ટ્વિંકલ, જાણો વિગતો

Too Much with Kajol and Twinkle: અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ પર ટોક શો રજૂ થતા હોય છે. આવો જ એક રસપ્રદ ટોક શો ટુંક સમયમાં અભિનેત્રી કાજોલ અને ટ્વીંકલ ખન્ના લાવી રહી છે. આ ટોક શોક હાલ બોલીવુડની ગલીઓમાં ચર્ચાનો વિષય છે. આ ટોક શો વિશેની પ્રાથમિક માહિતી શેર કરતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર અભિનેત્રીઓએ શેર કરી છે અને ત્યારથી જ આ શોને લઈને ચર્ચાઓ પણ તેજ થઈ ગઈ છે. 

જાણવા મળતી માહિતી અનુસાર અભિનેત્રી કાલોજ અને ટ્વીંકલ ખન્ના પ્રાઈમ વીડિયો પર એક ટોક શો હોસ્ટ કરતી જોવા મળશે. આ ટોક શો ટુંક સમયમાં ઓનએર કરવામાં આવશે. આ ટોક શો નું નામ Too Much વિથ કાજોલ એન્ડ ટ્વીંકલ છે. આ ટોક શો બોલ્ડ, બિંદાસ અને મજેદાર હશે તેવું કહેવામાં આવી રહ્યું છે. 

Too Much વિથ કાજોલ એન્ડ ટ્વીંકલ ટોક શો વિશે જે જાણકારી સામે આવી છે તે અનુસાર આ શોમાં બોલીવુડની દિગ્ગજ હસ્તીઓ બંને અભિનેત્રીના મહેમાન બનશે. ગેસ્ટ લિસ્ટની વાત કરીએ તો હાલ ચર્ચા છે કે કાજોલ અને ટ્વિંકલના આ શો માં શાહરુખ ખાન, આમિર ખાન, અક્ષય કુમાર, અજય દેવગન સહિતના કલાકારો જોવા મળશે. આ ટોક શો પ્રાઈમ વીડિયો પર રિલીઝ કરવામાં આવશે. 

Too Much વિથ કાજોલ એન્ડ ટ્વીંકલ ટોક શોમાં કુલ આઠ એપિસોડ હશે. ચર્ચા છે કે આ ટોક શો વર્ષ 2025 ના અંતમાં રિલીઝ થશે. હાલ આ ટોક શોનું શૂટિંગ ચાલી રહ્યું છે. જાણવા મળતી માહિતી અનુસાર શો ની હોસ્ટ કાજોલ અને ટ્વીંકલ ખન્ના તેના મહેમાનો સાથે મોસ્ટ અનફિલ્ટર્ડ ચર્ચાઓ કરશે જે આ શો ને બોલ્ડ અને મજેદાર બનાવશે. આ શોની રિલીઝ ડેટની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં નથી આવી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news