અમદાવાદમાં આજે IPL ની મેચને પગલે સાચવીને નીકળજો, આ રસ્તાઓ કરાયા છે બંધ

Gujarat Titans vs Punjab Kings : અમદાવાદમાં આજે ગુજરાત અને પંજાબ વચ્ચે મુકાબલો... અમદાવાદ પોલીસ સુરક્ષા માટે મેદાનમાં ઉતરશે... મેચને પગલે અમદાવાદના કેટલાક રોડ બંધ કરાયા છે તેની ખાસ નોંધ લેવી

અમદાવાદમાં આજે IPL ની મેચને પગલે સાચવીને નીકળજો, આ રસ્તાઓ કરાયા છે બંધ

Ahmedabad IPL 2025 : IPLની 18મી સીઝનની  આજે ગુજરાત ટાઇટન્સઅને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. હોમગ્રાઉન્ડમાં GTનો રેકોર્ડ ખૂબ જ જોરદાર છે. મેચના પગલે અમદાવાદના ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ છે. ગુજરાતની ટીમમાં આ વખતે શેરફન રધરફોર્ડ, શાહરૂખ ખાન, રાહુલ તેવતિયા, રાશિદ ખાન અને ગ્લેન ફિલિપ્સ જેવા સ્થાપિત ખેલાડીઓનો પણ સમાવેશ થયો છે. ગુજરાતે તેના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ 16 મેચ રમી હતી. આમાં, 9 જીત્યા અને 7 હાર્યા. આ મેદાન પર ટીમે પોતાનું પહેલું IPL ટાઇટલ પણ જીત્યું હતું.

અમદાવાદના પોલીસ બંદોબસ્ત વધારાયો 
અમદાવાદમાં યોજાનાર IPL મેચને ટ્રાફિક પોલીસ સજ્જ બની છે. 1 JCP, 3 DCP, 6 ACP, સહિત 1200 બંદોબસ્તમાં પોલીસ તૈનાત રહેશે. મેચ સમયે જનપથ ટી-થી સ્ટેડિયમ સુધીનો રસ્તો વાહનોની અવરજવર માટે બંધ થશે. મેચ દરમિયાન વાહન ચાલકોને વૈકલ્પિક રૂટ અપનાવવા સૂચના અપાઈ છે. 

આજે આ રૂટ બંધ રહેશે
અમદાવાદ શહેરના જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ગામ ટી સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત રહેશે. જ્યારે તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈને પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવરજવર કરી શકાશે. તેમજ કૃપા રેસીડેન્સી ટી થઈ શરણ સ્ટેટ્સ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈને એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.

મેટ્રોના સમયમાં કરાયો ફેરફાર
IPL દરમિયાન અમદાવાદમાં મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. ક્રિકેટ રસિકોને મોટેરા સુધી જવા અને પરત આવવામાં સરળતા રહે તે માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તા. ૨૫/૦૩/૨૦૨૫, ૨૯/૦૩/૨૦૨૫, ૦૯/૦૪/૨૦૨૫, ૦૨/૦૫/૨૦૨૫ અને ૧૪/૦૫/૨૦૨૫ ના રોજ યોજાનારી આગામી IPL-૨૦૨૫ ની ડે-નાઈટ ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને, GMRCએ અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓને સવારના ૬:૨૦ વાગ્યાથી મધ્યરાત્રિના ૧૨:૩૦ વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.

અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓની હાલની સમયમર્યાદા સવારે ૬:૨૦ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી છે. રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધીના લંબાયેલ સમય દરમ્યાન માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી મેટ્રોમાં બેસી શકાશે અને ત્યાંથી અમદાવાદ મેટ્રોની બંને કોરિડોર (મોટેરાથી APMC અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ)ના કોઈ પણ કાર્યરત મેટ્રો સ્ટેશન પર જઈ શકાશે. આ ઉપરાંત, જીએમઆર સીએ મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ના પડે તે માટે ઉપર દર્શાવેલ IPL મેચોના દિવસોમાં મોટેરા સ્ટેડિયમથી રાત્રે પરત ફરવા, સ્પેશ્યલ પેપર ટિકિટ બહાર પાડેલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news