વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વડાની પાટીદાર સમાજને મોટી અપીલ : ત્રણથી ચાર બાળક પેદા કરો

ગુજરાતમાં પાટીદાર સમાજ અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. હાલ સમાજના આગેવાનો મંથન કરી રહ્યાં છે. જેમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વડા આરપી પટેલે પાટીદાર સમાજના લોકોને મોટી અપીલ કરી છે. તેમણે ઓછામાં ઓછા ત્રણથી ચાર સંતાનો પેદા કરવા અપીલ કરી છે.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વડાની પાટીદાર સમાજને મોટી અપીલ : ત્રણથી ચાર બાળક પેદા કરો

Kutch News : ગુજરાતમાં પાટીદાર સમાજ અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. હાલ સમાજના આગેવાનો મંથન કરી રહ્યાં છે. જેમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વડા આરપી પટેલે પાટીદાર સમાજના લોકોને મોટી અપીલ કરી છે. તેમણે ઓછામાં ઓછા ત્રણથી ચાર સંતાનો પેદા કરવા અપીલ કરી છે.

કચ્છના નખત્રાણા ખાતે પાટીદાર વિદ્યાર્થી ભવનમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં જેમાં મોટી સંખ્યામાં કચ્છ કડવા પાટીદાર સમાજના સદસ્યો હાજર રહ્યા હતા. આ પ્રસંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વડાએ પાટીદાર સમાજના લોકોને અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, સમાજમાં ભ્રુણ હત્યાનું દૂષણ બંધ થયા બાદ ‘વન ચાઇલ્ડ’ નો એક નવો ટ્રેન ચાલુ થયો છે અને કેટલાક પરિવારે તો ‘નો ચાઇલ્ડ’નો ટ્રન્ડ શરૂ કર્યો છે. સમાજની ઘટતી જતી વસ્તી વચ્ચે અસામાજિક તત્વો દ્વારા જમીન અને મિલકતના જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તે સામે સમાજ સંગઠીત થઈને નહીં લડે તો આપણી સંપત્તિ અને જમીન જતા વાર નહીં લાગે. 

તેમણે કહ્યું હતું કે, આ સમસ્યા માત્ર કચ્છ કડવા પાટીદાર સમાજની નથી પણ સમગ્ર સનાતની સમાજની છે. મોટાભાગના પરિવારો જ્યારે સમાજના મુખ્ય પ્રવાહમાં આવી ગયા છે ત્યારે બાકી રહેતા પરિવારો પણ ચોક્કસ આવી જશે. 

આ સાથે જતેમણે અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો પેદા કરવાની સલાહ આપી હતી. તેમણે આ મુદ્દે કહ્યું કે, સમાજનું સંખ્યા બળ ઘટતું જાય છે અને તેના કારણે આપોઆપ સામાજિક તાકાત અને રાજકીય શક્તિ પણ ઘટતી જાય છે અને અસ્તિત્વ માટે લડવું પડે તેવી ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ રહી છે. 

છેલ્લા કેટલાક સમયથી પાટીદાર સમાજે દીકરીઓની સુરક્ષા મુદ્દે કમર કસી છે. ગામેગામે પાટીદાર સમાજની દીકરીઓની સુરક્ષા માટે પહેલ કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news