Kidney: ગંદી કિડનીને સાફ કરવામાં મદદ કરશે આ 4 ફળ, રોજ કોઈપણ એક ખાવું

Kidney Health Tips: કિડનીને હેલ્ધી રાખવા માટે યોગ્ય ડાયટની જરૂર હોય છે. આજે તમને એવા 4 ફળ વિશે જણાવીએ જે કિડનીને સાફ કરવામાં મદદ કરે છે. 
 

Kidney: ગંદી કિડનીને સાફ કરવામાં મદદ કરશે આ 4 ફળ, રોજ કોઈપણ એક ખાવું

Kidney Health Tips: કિડની આપણા શરીરનું જરૂરી અંગ છે. કિડની શરીરની સફાઈ કરવામાં મદદ કરે છે. કિડની શરીરના ટોક્સિન વધારાના પાણી અને યુરિયાને બહાર કાઢવામાં મદદ કરે છે. પરંતુ ખરાબ લાઈફ સ્ટાઈલ અને ખરાબ આહારના કારણે કિડનીમાં ખરાબી આવી જાય છે. કિડની ખરાબ થઈ જાય તો શરીરમાં અલગ અલગ પ્રકારની સમસ્યા થવા લાગે છે. જો લાઈફ સ્ટાઈલમાં કેટલાક પોઝિટિવ ચેન્જ સમયસર કરી લેવામાં આવે તો ખરાબ થયેલી કિડની હેલ્થ પણ સુધારી શકાય છે. આજે તમને એવા ફળ વિશે જણાવીએ જેને ડાયટમાં સામેલ કરવાથી કિડની ડિટોક્સ થાય છે અને કિડનીનું સ્વાસ્થ્ય સુધરે છે. 

સફરજન 

દૈનિક આહારમાં સફરજનનો સમાવેશ કરવાથી કિડની સાફ થાય છે. સફરજનમાં ફાઇબર અને એન્ટિ ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરના ટોક્સિન્સ બહાર કાઢવામાં મદદ કરે છે. આ ફળ બ્લડ સુગર અને બેડ કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરે છે, જેના કારણે કિડની પણ પ્રેશર ઓછું આવે છે અને કિડની હેલ્થી રહે છે. 

તરબૂચ 

તરબૂચ કિડની માટે ફાયદાકારક હોય છે. તરબૂચ નેચરલ ક્લીન્ઝર છે. તેમાં ૯૦ ટકા પાણી હોય છે જે કિડનીને હાઇડ્રેટ રાખવાની સાથે શરીરના ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદ કરે છે. તરબૂચ ખાવાથી વધારે માત્રામાં પેશાબ ઉતરે છે અને કિડની સફાઈ થાય છે. 

લીંબુ 

ડાયટમાં લીંબુનો સમાવેશ કરવાથી કિડની સાફ કરવામાં મદદ મળે છે. લીંબુમાં સિટ્રિક એસિડ હોય છે જે કિડનીમાં પથરી બનતા અટકાવે છે અને યુરિક એસિડ ઘટાડવામાં મદદ કરે છે. સવારે રોજ હુંફાળા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી કિડની ડિટોક્ષ થાય છે. 

બ્લુબેરી 

બ્લુબેરી કિડની માટે સૌથી વધારે ફાયદાકારક છે. બ્લુબેરીમાં એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે જે કિડની સેલ્સને નુકસાન થવાથી બચાવે છે. બ્લુબેરીનું સેવન કરવાથી યુરીનના માધ્યમથી કિડનીના બેક્ટેરિયા અને ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. આ નાનકડું ફળ કિડનીને મોટા ફાયદા કરે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news