BCCIની મોટી ચાલ...આ 2 ખેલાડીઓ અચાનક એશિયા કપમાં કરશે એન્ટ્રી, મોટું અપડેટ આવ્યું સામે
Asia Cup 2025 : એશિયા કપ 2025 ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન સંયુક્ત આરબ અમીરાત (UAE)ની ધરતી પર રમાશે. એશિયા કપ 2025 પહેલા એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શન ભારતની એશિયા કપ ટીમમાં જોડાઈ શકે છે.
Trending Photos
Asia Cup 2025 : આગામી 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન UAEમાં એશિયા કપ 2025 રમાશે. ત્યારે એશિયા કપમાં ભારતીય ટીમમાં આ 2 ખેલાડીઓની એન્ટ્રી થઈ શકે છે, જેને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં દાવો કરાયો છે કે શુભમન ગિલની સાથે યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શન ભારતની એશિયા કપ ટીમમાં એન્ટ્રી થઈ શકે છે. તમને જણાવી દઈએ કે એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી ઓગસ્ટના ત્રીજા અઠવાડિયામાં થવાની શક્યતા છે.
આ 2 ખેલાડીઓ અચાનક એશિયા કપમાં એન્ટ્રી કરશે
ટીમ ઈન્ડિયાના વ્યસ્ત શેડ્યૂલને કારણે યશસ્વી જયસ્વાલ અને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ છેલ્લા એક વર્ષથી કોઈ પણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી શક્યા નથી. યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે 30 જુલાઈ 2024ના રોજ પલ્લેકેલેમાં શ્રીલંકા સામે છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. જોકે, હવે આ બંને બેટ્સમેન એશિયા કપ 2025 ટુર્નામેન્ટમાં એન્ટ્રી કરી શકે છે.
સાઈ સુદર્શને ફક્ત એક જ T20 મેચ રમી
બીજી બાજુ સાઈ સુદર્શને ફક્ત એક જ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. સાઈ સુદર્શન 7 જુલાઈ 2024ના રોજ ઝિમ્બાબ્વે સામે એકમાત્ર T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હતો. અહેવાલો અનુસાર, સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા જેવા વિકલ્પો હોવા છતાં, BCCI શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શનને એશિયા કપ 2025 ટીમમાં સમાવવાનું વિચારી રહ્યું છે.
5 અઠવાડિયાનો વિરામ
BCCIના એક સૂત્રએ જણાવ્યું હતું કે, 'પાંચ અઠવાડિયાનો વિરામ છે. ક્રિકેટ ન હોવાને કારણે અને સંજુ સેમસન અને અભિષેક શર્માના બેસ્ટ પ્રદર્શન છતાં, આ ત્રણેયને T20 ટીમમાં સ્થાન મળવું જોઈએ. જો કોઈ એશિયા કપના 21 દિવસમાં ફાઇનલ સુધી રમે છે, તો તે 6 T20 મેચ હશે અને તે વધારે કામનો બોજ નથી, પરંતુ સ્પષ્ટપણે પસંદગીકારો આ વિકલ્પો પર કાળજીપૂર્વક વિચાર કરશે કારણ કે તેમને એશિયા કપ 2025 માટે 17 સભ્યોની ટીમ પસંદ કરવાની મંજૂરી આપવામાં આવી છે. '
UAEની પિચો અને છ મહિના પછી યોજાનારા T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને સાઈ સુદર્શનને ટોપ ઓર્ડરમાં સ્થાન મળવું જોઈએ. સાઈ સુદર્શને 2023ના અંતમાં ODI ડેબ્યૂ કર્યું હતું અને તે T20માં પણ શાનદાર ફોર્મમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે