Uric Acid: યુરિક એસિડ હાઈ રહેતું હોય એ લોકો કઈ કઈ દાળ ન ખાવી ? જાણી લો

Uric Acid: હાઈ યુરિક એસિડવાળા લોકોએ પોતાની ડાયટમાંથી આ દાળ અને કઠોળ દુર કરી દેવા જોઈએ. આ દાળ શરીરમાં યૂરિક એસિડ વધારી શકે છે.
 

Uric Acid: યુરિક એસિડ હાઈ રહેતું હોય એ લોકો કઈ કઈ દાળ ન ખાવી ? જાણી લો

Uric Acid: હાઈ યુરિક એસિડ એવી સ્થિતિ છે જેમાં શરીરમાં યુરિક એસિડ લેવલ સામાન્ય કરતા વધી જાય છે. આ સ્થિતિમાં સાંધામાં દુખાવો, સોજો અને ગાઉટ જેવી તકલીફો થઈ શકે છે. યુરિક એસિડ લેવલને કંટ્રોલમાં રાખવું હોય તો આહાર પર ધ્યાન આપવું જરૂરી છે. ખાવાપીવાની કેટલીક વસ્તુઓ એવી છે જે હેલ્ધી હોવાથી છતાં પણ યુરિક એસિડ વધારી શકે છે. જે લોકોનું યુરિક એસિડ વધારે રહેતું હોય તેમણે આ વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. 

દાળ અને કઠોળ આપણા શરીર માટે જરૂરી અને ફાયદાકારક છે. પરંતુ કેટલીક દાળ એવી હોય છે જે યુરિક એસિડને વધારી શકે છે. તેથી જે લોકોને યુરિક એસિડ વધારે રહેતું હોય તેમણે આ દાળ ખાવી નહીં. 

યુરિક એસિડ શરીરમાં કેવી રીતે બને ?

શરીરમાં યુરિનના તૂટવાથી યુરિક એસિડ બને છે. પ્યુરીન એક પ્રકારનું યૌગિક હોય છે જે કેટલાક ફૂડમાં હોય છે. જ્યારે પ્યુરીન લેવલ વધી જાય છે તો યુરિક એસિડ લેવલ પણ વધી જાય છે. તેથી એવી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ જેમાં પ્યુરીન વધારે હોય. 

યુરિક એસિડ વધારે રહેતું હોય તેમણે કઈ દાળ ન ખાવી ?

1. મસૂરની દાળમાં પ્યુરીનની માત્રા વધારે હોય છે. નિયમિત રીતે મસૂરની દાળ ખાવાથી યુરિક એસિડ લેવલ વધી જાય છે. મસૂરની દાળ પ્રોટીન અને ફાઇબરનો સારો સોર્સ છે પરંતુ જે લોકોને યુરિક એસિડ હોય તેમણે મર્યાદિત માત્રામાં જ આ દાળ ખાવી. 

2. અડદની દાળ પણ પ્યુરીનથી ભરપૂર હોય છે. તેનાથી ગાઉટ અને યુરિક એસિડની સમસ્યા વધી શકે છે. 

3. ચણાની દાળમાં પણ પ્યુરીનની માત્રા વધારે હોય છે અને તે હાઈ યુરિક એસિડ વાળા લોકો માટે સમસ્યાનું કારણ બની શકે છે. 

4. રાજમા પ્યુરીનથી ભરપૂર હોય છે. નિયમિત રીતે રાજમા ખાવાથી યુરિક એસિડ લેવલ વધી શકે છે અને સાંધામાં દુખાવો તેમજ સોજો આવી શકે છે. 

યુરિક એસિડમાં કઈ દાળ ખાઈ શકાય ?

- મગની દાળ પાચનમાં હળવી હોય છે અને તેમાં પ્યુરિન પણ ઓછું હોય છે તેથી આ દાળ ખાવી સુરક્ષિત છે. 

- મર્યાદિત માત્રામાં તુવેરની દાળનું સેવન પણ કરી શકાય છે કારણ કે તેમાં પ્યુરીન ઓછું હોય છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news