Burn Injuries: દાઝ્યા પર ટુથપેસ્ટ લગાડવી કે નહીં ? જાણો બળેલી ત્વચા પર સૌથી પહેલા શું લગાડવું ?
Do and Donts During Burn Injuries: રસોડામાં કામકાજ કરતી વખતે ઘણીવાર દાઝવાની દુર્ઘટના બનતી હોય છે. આવી સ્થિતિમાં ઘણા લોકો દાઝ્યા પર ટુથપેસ્ટ લગાડતા હોય છે. આજે તમને જણાવીએ દાઝ્યા હોય તો સ્કિન પર ટુથપેસ્ટ લગાડવાથી શું થાય ?
Trending Photos
Do and Donts During Burn Injuries: રસોડામાં કામ કરતી વખતે ઘણી વખત ગરમ પાણી, વાસણ કે કોઈ ગરમ વસ્તુ અડી જવાથી ત્વચા બળી જાય છે. મોટાભાગના ભારતીય ઘરોમાં આ રીતે નાની મોટી દાઝવાની ઘટના બને તો લોકો ઘા ઉપર ટૂથપેસ્ટ લગાડવાની સલાહ આપતા હોય છે. ટુથપેસ્ટનો ઉપયોગ કરવો એક સામાન્ય ઘરેલુ ઈલાજ ગણાય છે. પરંતુ શું ખરેખર દાઝ્યા પર ટૂથપેસ્ટ લગાડવી યોગ્ય છે ? આજે તમને જણાવીએ હેલ્થ એક્સપર્ટ અનુસાર ટુથપેસ્ટ નો આવો ઉપયોગ યોગ્ય છે કે નહીં.
હેલ્થ એક્સપર્ટ અનુસાર દાઝવાની ઈજા નાનકડી હોય કે બળેલી ત્વચા પર ક્યારેય ટૂથપેસ્ટ લગાડવી નહીં. ડોક્ટરના જણાવ્યા અનુસાર લોકો આવું માટે કરે છે કે ટૂથપેસ્ટ લગાડવાથી શરૂઆતમાં ઠંડકનો અનુભવ થાય છે. પરંતુ ટૂથપેસ્ટમાં રહેલા કેમિકલ ત્વચાને નુકસાન કરી શકે છે. જે જગ્યા પર ઈજા થઈ હોય ત્યાં ટૂથપેસ્ટ લગાડવાથી ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે.
આ સિવાય ટૂથપેસ્ટમાં રહેલા કેમિકલના કારણે સ્કિન ઈરીટેશન થઈ શકે છે. ઘણી વખત દાઝેલાના નિશાન કાયમ માટે પણ રહી જાય છે. તેથી દાજી ગયા હોય તો તેના પર ટૂથપેસ્ટ લગાડવાથી બચવું. ડોક્ટરનું કહેવું છે કે ઘણા લોકો દાઝી જવા પર બળેલી જગ્યા પર બરફ લગાડવા લાગે છે આ કરવું પણ યોગ્ય નથી બરફથી પણ બળેલી સ્કીનને નુકસાન થાય છે.
દાઝી જવા પર શું કરવું ?
ડોક્ટરના જણાવ્યા અનુસાર જો કોઈ પણ કારણસર સ્કિન બળી જાય તો સૌથી પહેલા તે ભાગને 10 થી 15 મિનિટ સુધી સાદા પાણીથી ધોવાનું રાખો. તેનાથી બળતરા ઓછી થશે અને સ્કીનને પણ રાહત મળશે.
ત્યાર પછી જે જગ્યા પર સ્કીન બળી ગઈ હોય તેને સુતરાઉ કપડાંથી ઢાંકી રાખો. જેથી તેના પર ધૂળ અને ગંદકી પહોંચે નહીં. ધ્યાન રાખવું કે દાઝેલી સ્કિનને કપડાથી બાંધવાની નથી. તેના પર ફક્ત કપડું ઢાંકવું જેથી ગંદકી સ્કિન સુધી ન પહોંચે. જો વધારે દાઝી ગયા હોય અને સ્કિન પર ફોડલા પડી જાય કે દુખાવો વધી ગયો હોય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે