Liver Repair: હળદરથી લઈ લસણ સુધીની આ વસ્તુઓ લીવરને અંદરથી કરશે સાફ, ડાયટમાં કરો સામેલ

Foods For Liver Repair: લીવર આપણા શરીરનું મહત્વનું અંગ છે. લીવરમાં ખરાબી આવી જાય તો સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આજે તમને જણાવીએ લીવરને હેલ્ધી રાખવાની સૌથી સરળ રીત કઈ છે. 
 

Liver Repair: હળદરથી લઈ લસણ સુધીની આ વસ્તુઓ લીવરને અંદરથી કરશે સાફ, ડાયટમાં કરો સામેલ

Foods For Liver Repair: લીવર આપણા શરીરનું મહત્વપૂર્ણ અંગ છે જે પાચનથી લઈને શરીરના ટોક્સિન બહાર કાઢવાનું કામ કરે છે. લીવર રક્ત શુદ્ધ કરવામાં અને પોષક તત્વોનું અવશોષણ કરવામાં મદદ કરે છે. લીવર ત્યારે ખરાબ થઈ જાય છે જ્યારે આહાર યોગ્ય ન હોય અથવા તો લાઇફ સ્ટાઇલ અનહેલ્ધી હોય. સ્ટ્રેસ સહિતના કારણો પણ લીવર સમસ્યામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તેથી જરૂરી છે કે લીવરના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવામાં આવે. 

લીવર ડિટોક્ષ થાય એટલે કે લીવરની અંદરથી સફાઈ થાય તે પણ જરૂરી છે. જણાવી દઈએ કે ડાયટમાં કેટલાક સારા ફેરફાર કરવાથી લીવર હેલ્ધી રહે છે. આજે તમને ત્રણ એવી ઘરગથ્થુ વસ્તુઓ વિશે જણાવીએ જે લીવરને અંદરથી સાફ કરવામાં મદદ કરે છે. આ વસ્તુઓને ડાયટમાં સામેલ કરીને તમે લીવરને હેલ્ધી રાખી શકો છો. 

લીવરને ડિટોક્ષ કરતી 3 વસ્તુઓ 

હળદર  

લીવર માટે હળદર અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. હળદરમાં કર્કયુમીન હોય છે જે પાવરફુલ એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી ઈન્ફ્લેમેટરી તત્વ છે. હળદર લીવરના ટોક્સિન બહાર કાઢવામાં મદદ કરે છે. હળદર લીવર સેલ્સને રીપેર કરે છે જેનાથી ટોક્સિન બહાર નીકળે છે. હળદર ગરમ દૂધ અથવા ગરમ પાણીમાં મિક્સ કરી સવારે ખાલી પેટ લઈ શકો છો. 

લસણ 

લસણ પણ લીવર માટે ફાયદાકારક છે. પોષક તત્વથી ભરપૂર લસણમાં સેલેનિયમ જેવા તત્વ હોય છે. જે લીવર એન્ઝાઈમને એક્ટિવ કરે છે. તે શરીરમાંથી ટોક્સિન બહાર કાઢે છે.રોજ સવારે ખાલી પેટ એક થી બે કળી લસણની ખાવાની સલાહ આપવામાં આવે છે. 

બીટ 

બીટ પણ લીવર માટે સારું ગણાય છે. તેમાં બીટલેન નામનું તત્વ હોય છે. જે લીવરને સાફ કરે છે અને રક્તને પણ સાથ રાખવામાં મદદ કરે છે. બીટમાં ફાઇબર અને આયરન હોય છે જે લીવરની ક્ષમતા વધારવામાં મદદ કરે છે. બીટને સલાડ તરીકે, જ્યુસ તરીકે અથવા તો બાફીને ડાયટમાં સામેલ કરી શકાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news