Korean Facial: 10 રુપિયાના ખર્ચે ઘરે થઈ જશે કોરિયન ફેશિયલ, રાતોરાત ચહેરા પર દેખાવા લાગશે ગ્લો
Korean Facial Steps: કોરિયન યુવતીઓની સ્કિન કાચ જેવી ચમકદાર અને સુંદર હોય છે. જો તમે પણ આવી સ્કિન મેળવવા માંગો છો તો ઘરે આ વસ્તુઓ સાથે કોરિયન ફેશિયલ કરી શકો છો. આ ફેશિયલ કરવાથી સ્કિન પર રાતોરાત ગ્લો આવી જાય છે.
Trending Photos
Korean Facial Steps: ગ્લોઈંગ સ્કીન સુંદરતામાં ચાર ચાંદ લગાડે છે અને તેની સાથે કોન્ફિડન્સ પણ બુસ્ટ કરે છે. આજના સમયમાં તો યુવતીઓમાં કોરિયન સ્કીન કેરનો ટ્રેન્ડ વધી રહ્યો છે. યુવતીઓ કોરિયન ગ્લાસ સ્કીન મેળવવા ઇચ્છતી હોય છે. આજે તમને કોરિયન સ્કીન માટેનું જ એક સીક્રેટ જણાવીએ. આજે જાણીએ ઘરે કેવી રીતે કોરિયન ફેશિયલ તૈયાર કરી શકાય. ઘરે આ વસ્તુઓથી કોરિયન ફેશિયલ કરશો તો એકવાર ના ફેશિયલનો ખર્ચ માત્ર 10 રૂપિયા જેટલો થશે.
કાચું દૂધ અને ગુલાબજળ
કોરિયન ફેશિયલ માટે સૌથી પહેલા કાચું દૂધ અને ગુલાબજળ મિક્સ કરો. રૂની મદદથી આ મિશ્રણને ચહેરા પર અને ગરદન પર લગાડી હળવા હાથે મસાજ કરો. પાંચ મિનિટ મસાજ કર્યા પછી સાદા પાણીથી ચહેરો સારી રીતે ધોઈ લો. કાચું દૂધ અને ગુલાબજળ ચહેરા પરથી ધૂળ અને ડેડ સ્કિન કાઢવામાં મદદ કરે છે.
કોરિયન સ્ક્રબ બનાવવાની રીત
કોરિયન ફેશિયલ સ્ક્રબ બનાવવા માટે એક બાઉલમાં એક ચમચી ચોખાનો લોટ લેવો અને તેમાં અડધી ચમચી મધ મિક્સ કરો. બંને વસ્તુને સારી રીતે મિક્સ કરશો એટલે ઘટ્ટ પેસ્ટ તૈયાર થશે. આ પેસ્ટને હળવા હાથે ચહેરા પર લગાવો અને બે થી ત્રણ મિનિટ માટે સ્ક્રબ કરો. સ્ક્રબ કર્યા પછી ફેસવોશ કરી લો. આ સ્ક્રબથી ડેડ સ્કીન દૂર થઈ જશે અને સ્કીન બ્રાઇટ તેમજ સ્મુધ દેખાશે.
ચોખાનું પાણી
સ્ક્રબ કર્યા પછી રૂની મદદથી ચહેરા અને ગરદન પર ગુલાબજળ લગાડો અને થોડી મિનિટ માટે તેને સુકાવા દો. ગુલાબજળ સ્કીન પોર્સને ટાઈટ કરવામાં મદદ કરશે. ત્યાર પછી એક ચમચી એલોવેરા જેલ અને ચોખાનું પાણી મિક્સ કરી ચહેરા પર લગાવો અને 15 મિનિટ તેને રાખો. 15 મિનિટ પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. આ સ્ટેપ કરવાથી સ્કિન પર ગ્લો આવશે અને સ્કીન ગ્લાસ જેવી ચમકદાર દેખાશે.
સ્કિનને મોઈશ્ચુરાઈઝ કરો
સ્કિનને મોઈશ્ચુરાઈઝ કરવા માટે રાત્રે સુતા પહેલા કોઈ ક્રીમ કે જેલ હળવા હાથે સ્કીન પર લગાવો. તમે મોઈશ્ચુરાઈઝર નો યુઝ પણ કરી શકાય છે. કોરિયન ફેશિયલ કર્યા પછી આ સ્ટેપ ફોલો કરવાથી ત્વચા પર નેચરલ ગ્લો વધે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે