Anxiety: સોશિયલ મીડિયા વધારી દેશે વોર એન્ઝાઈટી, આ લક્ષણો જણાય તો સાવધાન થઈ જજો
War Anxiety Symptoms: ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની ખબરોથી લોકોના મનમાં સતત ઊથલપાથલ ચાલે છે. ખાસ કરીને જે લોકો સતત સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહે છે તે લોકો વોર એન્ઝાઈટીનો ભોગ બની શકે છે.
Trending Photos
War Anxiety Symptoms: ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણાને નેસ્તોનાબૂદ કરી દીધા છે. ત્યારબાદ પાકિસ્તાને ભારત પર હુમલાનો પ્રયાસ કર્યો. જ્યાર બાદ બંને દેશ વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. લોકો સતત એ જાણવા માંગે છે કે સરહદે શું થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર પણ અનેક પ્રકારના વીડિયો અને ફોટો હાલ વાયરલ થઈ રહ્યા છે.
તેમાંથી કેટલીક ખબરો સાચી હોતી નથી અને આવી ખબરોના કારણે લોકોના મનમાં ભય ઊભો થઈ જાય છે. સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવી દેવામાં આવે જેને લઈને સામાન્ય લોકોના મનમાં તેમની સુરક્ષાને લઈ વિચારો શરુ થઈ જાય છે. આ સ્થિતિ માનસિક તણાવ વધારી દે છે.
નિષ્ણાંતો અનુસાર યુદ્ધનો ડર માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે. તેના કારણે સ્ટ્રેસ અને એન્ઝાઈટીની સમસ્યા વધી જાય છે. આ સમસ્યાને વોર એન્ઝાઈટી કહેવામાં આવે છે. આ સ્થિતિમાં યુદ્ધની ખબરોના કારણે મનમાં સતત ચિંતા અને ડર રહે છે. જે લોકો સુરક્ષિત સ્થાને હોય તેમને પણ એન્ઝાઈટી થઈ શકે છે.
રિપોર્ટ અનુસાર ઘણા યુદ્ધ દુનિયામાં એવા થયા છે જેમાં લોકોમાં વોર એન્ઝાઈટીના કારણે થયેલી સમસ્યાઓ જોવા મળી હતી. યુદ્ધની ભયાવહ સ્થિતિ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર જેવી સ્થિતિ ઊભી કરી શકે છે. જેની અસર લોકોના મન પર લાંબા સમય સુધી રહી શકે છે. વોર એન્ઝાઈટી કોઈને પણ થઈ શકે છે. યુદ્ધની ચિંતા ધીરે ધીરે તમારા મન પર હાવિ થઈ જાય છે. સતત તેના વિશે વિચારવાથી અને ખબરો જોવાથી ચિંતા વધે છે અને મેન્ટલ હેલ્થને નુકસાન કરે છે.
વોર એન્ઝાઈટીના લક્ષણો
વોર એન્ઝાઈટીના કારણે યુદ્ધની ખબરોથી ગભરામણ થવા લાગે, હદૃયના ધબકારા વધી જાય, સ્વભાવ ચીડીયો થઈ જાય, સ્ટ્રેસના કારણે ચક્કર આવી જાય. ઘણા લોકોને આ સ્થિતિમાં પેનિક એટેક પણ આવી શકે છે.
વોર એન્ઝાઈટીથી બચવા શું કરવું ?
- સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરો. વિશ્વસનીય સ્ત્રોતની જાણકારી પર જ ધ્યાન આપો.
- યોગ અને મેડિટેશનનો અભ્યાસ કરો જેથી માનસિક સ્વાસ્થ્ય સારું રહે.
- પરિવાર સાથે સમય પસાર કરો.
- ચિંતા કે ગભરામણ થાય તો તુરંત નિષ્ણાંતની મદદ લેવી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે