Chia Seeds: બીપી સહિત આ 5 સમસ્યા હોય તેણે ન ખાવા ચિયા સીડ્સ, ફાયદાને બદલે નુકસાન કરશે

Chia Seeds Side Effects: ચિયા સીડ્સથી થતા ફાયદા વિશે તો સૌ કોઈ વાત કરે છે. આજે તમને જણાવીએ 5 એવા લોકો વિશે જે ચિયા સીડ્સ ખાય તો તેમને નુકસાન થઈ શકે છે. કારણ કે આ 5 સ્થિતિમાં ચિયા સીડ્સ ફાયદાને બદલે નુકસાન કરે છે.
 

Chia Seeds: બીપી સહિત આ 5 સમસ્યા હોય તેણે ન ખાવા ચિયા સીડ્સ, ફાયદાને બદલે નુકસાન કરશે

Chia Seeds Side Effects: ચિયા સીડ્સ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ચિયા સીડ્સમાં પોષક તત્વ સૌથી વધારે હોય છે. ચિયા સીડ્સ ઓમેગા 3 ફેટી એસિડ, ફાઇબર, પ્રોટીન, મિનરલ્સ અને એન્ટિ ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી વજન ઘટાડવાથી લઈને હાર્ટ હેલ્થ સુધારવા સુધીના ફાયદા થાય છે. પરંતુ આ દાણા બધા માટે ફાયદાકારક નથી. 5 સ્થિતિમાં ચિયા સીડ્સ ખાવાથી ફાયદાના બદલે નુકસાન થઈ શકે છે.

કેટલાક લોકો માટે ચિયા સીડ્સ ખાવા નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેથી એસિડને ડાયટમાં સામેલ કરતા પહેલા આ અંગે જાણી લેવું જરૂરી છે. 

પેટ સંબંધિત સમસ્યા 

ચિયા સીડ્સ તરલ પદાર્થને શોષી લે છે અને પેટમાં ફેલાઈ જાય છે જેના કારણે પેટ કલાકો સુધી ભરેલું હોય તેવું લાગે છે. પરંતુ જે લોકોને પહેલાથી જ પેટ ફુલવાની અથવા તો પેટ સંબંધિત અન્ય સમસ્યા હોય તેમણે ચિયા સીડ્સથી દૂર રહેવું. ચિયા સીડ્સમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. જે લોકોને પાચન સંબંધિત સમસ્યા રહેતી હોય તે ચીયા સીડ ખાય તો તેનું પાચન સ્લો થઈ જાય છે જેના કારણે પેટમાં ગેસ અને દુખાવાની સમસ્યા થઈ શકે છે. 

બ્લડ પ્રેશરની દવા સાથે 

ચિયા સીડ્સ પ્રાકૃતિક રીતે પોટેશિયમથી ભરપૂર હોય છે. જે બ્લડ પ્રેશર ઓછું કરવામાં મદદ કરે છે. પરંતુ જે લોકો બ્લડપ્રેશર ની દવા લેતા હોય તેઓ ચિયા સીડ્સ ખાય તો બ્લડ પ્રેશર લો થઈ શકે છે. આ સ્થિતિમાં ચક્કર આવવા નબળાઈ લાગવી જેવી તકલીફ થઈ શકે છે. તેથી જે લોકો બ્લડપ્રેશરની દવા લેતા હોય તેમને ડોક્ટરનો સંપર્ક કરીને ચિયા સીડ્સ ખાવા જોઈએ 

લોહી પાતળું કરવાની દવા સાથે 

ચિયા સીડ્સ ઓમેગા 3 થી ભરપૂર હોય છે જે હાર્ટ માટે ફાયદાકારક છે. તેનાથી રક્ત થોડું પાતળું પણ થઈ શકે છે. તેથી જે લોકો પહેલાથી જ લોહી પાતળું કરવાની દવા ખાતા હોય તેમને ચીયા સીડ ખાવાથી બચવું. લોહી પાતળું થવાની દવા સાથે સમસ્યા વધી શકે છે. 

તલ અથવા સરસવની એલર્જી હોય 

મોટાભાગના લોકો એવું માને છે કે ચિયા સીડ્સથી એલર્જી નથી થતી પરંતુ આ જીણા દાણા પણ એલર્જી કરી શકે છે. જે લોકોને તલ,  સરસવ કે અળસીની એલર્જી હોય તેમને ચિયા સીડ્સની એલર્જી પણ હોય તેવી સંભાવના હોય છે. ચિયા સીડ્સ ખાવાથી ખંજવાળ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણ દેખાય તો ચિયા સીડ્સનું સેવન બંધ કરી દેવું. 

ગર્ભાવસ્થા દરમિયાન 

ચિયા સીડ્સ ખાવા સામાન્ય રીતે સુરક્ષિત છે પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન કે સ્તનપાન કરાવતી માતાઓએ ચિયા સીડ્સ ખાવાનું શરૂ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી. કારણ કે આ પરિસ્થિતિમાં ચિયા સીડ્સ ખાવાથી હોર્મોનલ બેલેન્સ અને પાચન પર અસર થઈ શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news