8th Pay Commission: લાખો સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર! જાણો ક્યારે આવશે ટર્મ્સ ઓફ રેફરન્સ
8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વના સમાચાર છે. આઠમાં પગાર પંચની રચના અંગે શું લેટેસ્ટ અપડેટ છે તે ખાસ જાણો.....
Trending Photos
કેન્દ્રીય કર્મચારીઓ લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા છે તે સમાચાર જલદી મળી શકે છે. આઠમાં પગાર પંચના સભ્યોની રચના અંગે સરકાર જલદી નિર્ણય લઈ શકે છે. જો કે હજુ સુધી તેના વિશે કોઈ અધિકૃત જાહેરાત થઈ નથી. પરંતુ આ દિશામાં તૈયારીઓ કરી લેવામાં આવી હોવાના મીડિયા અહેવાલો છે.
એક મીડિયા રિપોર્ટ મુજબ નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરીના સ્ટાફ સાઈડ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાના જણાવ્યાં મુજબ સરકાર જલદી આઠમા પગાર પંચને મંજૂરી આપી શકે છે. તેમણે જણાવ્યું કે સરકાર આ મુદ્દે કામ કરી રહી છે અને જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. એક અન્ય સભ્યએ નામ ન છાપવાની શરતે જણાવ્યું કે પંચના ટર્મ્સ ઓફ રેફરન્સ (Terms of Reference - TOR) વિશે જલદી મંજૂરી મળવાની છે. પહેલા એવા સમાચાર હતા કે TOR ને માર્ચના અંત સુધીમાં મંજૂરી મળશે પરંતુ હવે તેમાં થોડો વિલંબ થયો છે.
કેમ જરૂરી છે TOR?
Terms of Reference (TOR) એક એવા દિશા નિર્દેશ છે જેના આધારે પગાર પંચ કામ કરે છે. જેવી Terms of Reference (TOR) ની મંજૂરી મળશે કે સરકાર પંચની રચના વિશે અધિકૃત નોટિફિકેશન બહાર પાડી શકે છે. પહેલા એવી આશા હતી કે એપ્રિલ 2025ના પહેલા સપ્તાહમાં આઠમું પગાર પંચ બની જશે. પરંતુ હવે શક્યતા છે કે તેનો રિપોર્ટ માર્ચ 2026થી આગળ જઈ શકે છે. ગત પગાર પંચોને જોઈએ તો સામાન્ય રીતે પોતાનો રિપોર્ટ આપવામાં લગભગ 12 મહિના લાગે છે. માર્ચમાં નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે કેટલાક જરૂરી ઈનપુટ્સ હજુ પેન્ડિંગ છે.
2.86 ફિટમેન્ટ ફેક્ટરનો અર્થ શું?
જો આઠમાં પગાર પંચમાં 2.86નું ફિટમેન્ટ ફેક્ટર લાગૂ થાય તો તેનાથી કેન્દ્રીય કર્મચારીઓના બેઝિક પગારમાં સારો એવો વધારો થઈ શકે છે. તેનાથી લાખો કર્મચારીઓ અને પેન્શનર્સને સીધો લાભ મળશે. કેન્દ્રીય કર્મચારીઓ માટે આ રાહતભર્યા સમાચાર હોઈ શકે છે. હવે બધાની નજર એ વાત પર છે કે સરકાર ક્યારે આ અંગે અધિકૃત જાહેરાત કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે