શું ઘર ખરીદવાનું સપનું રહી જશે અધૂરું? મધ્યમ વર્ગની કમાણીથી 11 ટકા મોંઘું થયું મકાન, આ શહેરમાં સૌથી ખરાબ સ્થિતિ

Indian Real Estate: દરેક સામાન્ય ભારતીયનું સપનું હોય છે કે તેનું પોતાનું ઘર હોય, એક એવી જગ્યા જેને તે પોતાનું કહી શકે, જ્યાં તે અને તેનો પરિવાર શાંતિથી રહી શકે. પરંતુ હવે મધ્યમ વર્ગ માટે આ સપનું દિવસેને દિવસે મુશ્કેલ બનતું જાય છે.

શું ઘર ખરીદવાનું સપનું રહી જશે અધૂરું? મધ્યમ વર્ગની કમાણીથી 11 ટકા મોંઘું થયું મકાન, આ શહેરમાં સૌથી ખરાબ સ્થિતિ

Indian Real Estate: દરેક સામાન્ય ભારતીયનું સપનું હોય છે કે તેનું પોતાનું ઘર હોય, એક એવી જગ્યા જેને તે પોતાનું કહી શકે, જ્યાં તે અને તેનો પરિવાર શાંતિથી રહી શકે. પરંતુ હવે મધ્યમ વર્ગ માટે આ સપનું દિવસેને દિવસે મુશ્કેલ બનતું જાય છે. વધતી જતી મોંઘવારી, રિયલ એસ્ટેટ સેક્ટરમાં લક્ઝરી સેગમેન્ટની બોલબાલા અને મર્યાદિત ઓફોર્ડેબલ હાઉસિંગ ઓપ્શનને કારણે સામાન્ય માણસની પહોંચથી ઘર લગભગ બહાર થઈ ગયું છે.

વેલ્થ એડવાઈઝરી ફર્મ ફિનોલોજીના તાજેતરના રિપોર્ટ અનુસાર, ભારતમાં 2020થી 2024ની વચ્ચે વાર્ષિક સરેરાશ 5.4%ના દરે આવક વધી હતી, પરંતુ તે જ સમયગાળા દરમિયાન પ્રોપર્ટીની કિંમતમાં 9.3% નો તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. આનો સીધો અર્થ એ છે કે ઘરની કિંમતો લોકોની આવક કરતા ઘણી ઝડપથી વધી રહી છે, જેના કારણે સામાન્ય માણસનું ઘર ખરીદવાનું સપનું વધુ દૂર થતું જઈ રહ્યું છે.

ઓફોર્ડેબલ મકાનોના પુરવઠામાં ભારે ઘટાડો
વર્ષ 2022માં દેશમાં 1 કરોડ રૂપિયાથી ઓછી કિંમતના લગભગ 3.1 લાખ પોસાય તેવા મકાનો ઉપલબ્ધ હતા. પરંતુ 2024 સુધીમાં આ આંકડો 36% ઘટીને માત્ર 1.98 લાખ થઈ ગયો. બીજી તરફ લક્ઝરી મકાનોના પુરવઠામાં જબરદસ્ત વધારો થયો છે. ઉદાહરણ તરીકે દિલ્હી-એનસીઆરમાં 192%, બેંગલુરુમાં 187% અને ચેન્નાઈમાં 127%નો વધારો નોંધવામાં આવ્યો હતો. એટલે કે, રિયલ એસ્ટેટ સેક્ટર હવે મધ્યમ વર્ગને બદલે ઉચ્ચ આવક ધરાવતા ગ્રાહકો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

EMIનો બોજ
ઘર ખરીદવા માટે હોમ લોન લેવી હવે સામાન્ય થઈ ગઈ છે, પરંતુ હોમ લોનની EMI હવે આવક પર અસર કરી રહી છે. EMIથી આવક રેશિયો એટલે કે માસિક આવકની ટકાવારી જે EMI પર ખર્ચ થાય છે (2020માં 46% હતી) તે હવે વધીને 61% સુધી પહોંચી ગઈ છે. આ આંકડો દર્શાવે છે કે મધ્યમ વર્ગના ખિસ્સા પર મકાનના હપ્તા કેટલી હદ સુધી અસર કરી રહ્યા છે.

મુંબઈમાં સૌથી ખરાબ સ્થિતિ
રિપોર્ટના પ્રાઇસ ટુ ઈનકમ રેશિયો મુજબ, દેશમાં એક મધ્યમ વર્ગના પરિવારને ઘર ખરીદવા માટે સરેરાશ તેમની 11 વર્ષની આખી કમાણી ખર્ચ કરવી પડશે. જ્યારે દુનિયાભરમાં આ 5 વર્ષ ખર્ચવાનું માનક માનવામાં આવે છે. ભારતમાં તે બમણું થઈ ગયું છે. મુંબઈની સ્થિતિ સૌથી ખરાબ છે, જ્યાં આ ગુણોત્તર 14.3 પર પહોંચી ગયો છે, એટલે કે, સરેરાશ આવક ધરાવતા પરિવાર માટે મુંબઈમાં ઘર ખરીદવું લગભગ અશક્ય બની રહ્યું છે. દિલ્હી પણ પાછળ નથી, ત્યાં આ ગુણોત્તર 10.1 છે.

ભાડા પર રહેવા માટે મજબૂર!
આ બધા આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ઘર ખરીદવું હવે મધ્યમ વર્ગ માટે એક મોટો પડકાર બની રહ્યું છે. જો રિયલ એસ્ટેટની વર્તમાન દિશા આ રીતે જ ચાલુ રહેશે, તો એ દિવસ દૂર નથી જ્યારે સામાન્ય માણસ માટે છત માત્ર એક સપનું બનીને રહી જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news