Weather Forecast: મુંબઈમાં 15 દિવસ વહેલું કેમ બેઠું ચોમાસુ? 75 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ગુજરાતના માથે પણ ઘાત જેવું

દેશના અનેક ભાગોમાં પ્રી મોનસૂન અને મોનસૂનના વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધુ. દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. આખરે વહેલું ચોમાસુ બેસવાના શું કારણ? ગુજરાત માટે પણ ચિંતા જેવું છે. ખાસ જાણો. 

Weather Forecast: મુંબઈમાં 15 દિવસ વહેલું કેમ બેઠું ચોમાસુ? 75 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ગુજરાતના માથે પણ ઘાત જેવું

સમગ્ર દેશમાં આ વખતે ચોમાસાએ ચોકાવી દીધા છે. દેશના અનેક ભાગોમાં પ્રી મોનસૂન અને મોનસૂનના વરસાદે જનજીવન અસ્તવ્યવસ્ત કરી નાખ્યું છે. દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાને તબાહી મચાવી છે. જેનાથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે અનેક રાજ્યોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરેલા છે. પરંતુ સૌથી ચોંકાવનારી વાત મુંબઈમાં જોવા મળી. જ્યાં 75 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો. 

મુંબઈમાં ચોમાસાએ તોડ્યો 75 વર્ષનો રેકોર્ડ
ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ મુંબઈમાં આ વખતે ચોમાસાએ બધાને ચોંકાવી દીધા છે. સામાન્ય રીતે 11 જૂનને બેસનારું ચોમાસુ આ વર્ષે 26મી મેના રોજ મુંબઈ પહોંચી ગયું. એટલે કે પૂરા બે અઠવાડિયા પહેલા. સમય પહેલા મોનસૂનથી શહેરમાં ભારે વરસાદ, પાણી ભરાયા, ટ્રાફિક જામ અને લોક ટ્રેનોની ઝડપ ધીમી થઈ ગઈ. આ વખતે મોનસૂન વહેલું આવ્યું એટલું જ નહીં પરંતુ 75 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. IMD ના રેકોર્ડ મુજબ 1950 બાદ પહેલીવાર મુંબઈમાં મોનસૂન આટલું જલદી આવ્યું. આ અગાઉ 1956, 1962, અને 1971માં મોનસૂન 29મી મેના રોજ આવ્યું હતું. હવે એ પણ જાણીએ કે આટલું જલદી ચોમાસુ કયા કારણસર આવી શકે. 

મુંબઈમાં ચોમાસુ આટલી જલદી કેમ આવ્યું?
મુંબઈમાં ચોમાસુ સામાન્ય રીતે કેરળમાં વરસાદ શરૂ થયાના 10 દિવસ બાદ પહોંચે છે. કેરળમાં ચોમાસાની સામાન્ય તારીખ 1 જૂન છે, ત્યારબાદ તે 6 જૂન સુધીમાં મહારાષ્ટ્ર પહોંચે અને 11 જૂન સુધીમાં મુંબઈ પહોંચે છે. પરંતુ આ વર્ષે IMD એ 24 મેના રોજ કેરળમાં ચોમાસાની શરૂઆતની જાહેરાત કરી. જે 2009 બાદ સૌથી જલદી મોનસૂન આવવાનો સમય છે. ચોંકાવનારી વાત એ છે કે મોનસૂને કેરળથી મહારાષ્ટ્ર અને મુંબઈ સુધીની મુસાફરી ફક્ત 24 કલાકમાં પૂરી કરી લીધી. 

વરસાદ માટે હવામાન અનુકૂળ
IMD ના મુંબઈના ડાયરેક્ટર શુભાંગી ભૂતેના જણાવ્યાં મુજબ ચોમાસુ જલદી આવવા પાછળ અનુકૂળ હવામાન પરિસ્થિતિઓ હતી. સીનિયર હવામાન વૈજ્ઞાનિકોએ મૈડેન-જૂલિયન ઓસિલેશન (MJO) ને એક મોટું કારણ ગણાવ્યું. MJO એક જટિલ મૌસમી પ્રણાલી છે. જે પવન, વાદળો અને દબાણનું મિશ્રણ છે. આ હિન્દ મહાસાગરથી શરૂ થઈને પૂર્વ તરફ અને 4-8 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી વધે છે અને 30-60 દિવસમાં દુનિયાભરમાં હવામાનને પ્રભાવિત કરે છે. આ વખતે MJO નો ફેઝ 4 અને તેની તીવ્રતા 1થી વધુ હતી. જે ભારે વરસાદ અને તોફાનનો સંકેત આપે છે. 

અરબ સાગરના કારણે જલદી આવ્યું ચોમાસુ
આ ઉપરાંત બીજુ કારણ અરબ સાગરમાં એક ઓછા દબાણનું ક્ષેત્ર અને ચક્રવાતી હલચલે પણ મોનસૂનની તેજીને પ્રોત્સાહન આપ્યું. આ ઓછું દબાણ ગત કેટલાક અઠવાડિયાથી મુંબઈમાં પ્રી મોનસૂન વરસાદનું કારણ બન્યું છે. આ સાથે જ ઉત્તરી અને દક્ષિણી ગોળાર્ધ વચ્ચે ભેજ અને ગરમી લાવનારી ક્રોસ -ઈક્વેટોરિયલ પવન પણ આ વખતે ખુબ મજબૂત હતો, જેણે મોનસૂનને વધુ તેજ કરી દીધુ. 

મે 2025માં વરસાદે તોડ્યો 107 વર્ષનો રેકોર્ડ
આ વર્ષે મે મહિનો મુંબઈવાળાને હંમેશા યાદ રહેશે. IMD ના કોલાબા વેધશાળાએ આ મહિને 295 મિલીમીટર વરસાદ નોંધાયો,  જે છેલ્લા 107 વર્ષમાં મે મહિનાનો સૌથી વધુ વરસાદ છે. આ અગાઉ મે 1918માં 279.4 મિલીમીટર વરસાદ થયો હતો. જ્યારે સાંતાક્રૂઝમાં 197 મિલીમીટર વરસાદ પડ્યો, જે 2021 બાદ મેમાં સૌથી વધુ છે. આ ભારે વરસાદના કારણે મેમાં સામાન્ય રીતે પડનારી ગરમી અને લૂથી મુંબઈને રાહત મળી. 8મી મેના રોજ કોલાબામાં ન્યૂનતમ તાપમાન 22.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતું. જે 1951 બાદ મેનો સૌથી ઠંડો દિવસ હતો. મુંબઈ જ નહીં પરંતુ સમગ્ર મહારાષ્ટ્રમાં મે અસામાન્ય રહ્યો. બુલઢાણા જિલ્લામાં સામાન્યથી  4,000% વધુ વરસાદ પડ્યો જ્યારે સિંધુદુર્ગ અને રાયગઢમાં ક્રમશ: 2,600% અને 2,000% વધુ વરસાદ નોંધાયો. 

અંબાલાલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે કે  આંધી વંટોળ સાથે પદ્યના કોઈ કોઈ ભાગો માં વરસાદ થઈ શકે છે. 28 મે થી જૂન ની શરૂઆત સુધી માં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા. આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ આવશે. પવનની ગતિ ના કારણે પશુપાલકોએ સાવચેતી રાખવી પડશે. ચોમાસુ હાલમાં ગતિ પકડી રહ્યું છે. 10  જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસુ પોહોંચશે. અરબ સાગરમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદ લાવશે. મુંબઈ મહારાષ્ટ્ર માં ભારે વરસાદ લાવશે જેનાથી જલ ભરાવની સ્થિતિ સર્જાશે. દક્ષિણ ગુજરાત ના ભાગો માં વરસાદ થશે. ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ થશે. શરૂઆતી વરસાદ બાદ સિસ્ટમ ન બનતા 10 જૂન બાદ છૂટોછવાયો વરસાદ આવી શકે. 10 જૂન બાદ વરસાદ ખેંચાવાની શક્યતા. અરબી સમુદ્ર તોફાની બનશે અને કરંટ જોવા મળશે. 65 થી 70કિમી ઝડપે પવન ફૂંકાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news