સરકારની આ યોજનાથી દેશમાં 70 લાખ લોકોને મળે છે મફતમાં રાશન, જાણો અરજી કરવાની રીત

રાશન નેશનલ ફૂડ એન્ડ સિક્યુરિટી એક્ટ (NFSA) 2013 હેઠળ જરૂરિયાતવાળાને રાશન મફતમાં વહેંચવામાં આવે છે. રાશન વહેંચવા માટે બે કેટેગરી અંત્યોદય અન્ન યોજના અને પ્રિયોરિટી હાઉસહોલ્ડ બનાવવામાં આવી છે. 

સરકારની આ યોજનાથી દેશમાં 70 લાખ લોકોને મળે છે મફતમાં રાશન, જાણો અરજી કરવાની રીત

ગરીબ રેખાની નીચે જીવન જીવતા અને જરૂરિયાતવાળા માટે કેન્દ્ર સરકાર અનેક સ્કીમ ચલાવે છે. જેમાંથી એક સ્કીમ છે અંત્યોદય અન્ન યોજના.તે ભારતની લક્ષિત સાર્વજનિક વિતરણ પ્રણાલી(TPDS) ને મજબૂત બનાવવાનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. આ  કાર્યક્રમ આર્થિક રીતે સૌથી વધુ પડકારભર્યા લોકોના ઉત્થાન માટે બનાવવામાં આવ્યો છે. આ સ્કીમ હેઠળ સરકાર જરૂરિયાતવાળાને મફતમાં રાશન આપે છે. 

ક્યારે થઈ હતી શરૂઆત
અંત્યોદય અન્ન યોજનાને અટલ બિહારી વાજપેયી સરકારના નેતૃત્વવાળી NDA સરકાર તરફથી 25 ડિસેમ્બર 2000ના રોજ શરૂ કરાઈ હતી. આ યોજનાનો હેતુ ગરીબી રેખાની નીચે રહેતા પરિવારોને રાહત દરે ખાદ્યાન્ન ઉપલબ્ધ કરાવવાનો હતો. 

કઈ કેટેગરીના લોકોને મળે છે મફત રાશન?
ગ્રામીણ ક્ષેત્ર માટે બેઘર પરિવાર અને આશ્રય વગરના પરિવારો, બેસહારા પરિવાર જે મુખ્ય રીતે જીવિત રહેવા માટે ભિક્ષા પર નિર્ભર છે. કાનૂની રીતે છૂટકારો મેળવેલા બંધુઆ મજૂરો, ફક્ત એક રૂમમાં રહેતા પરિવાર, સગીર પર આશ્રિત પરિવાર, 60 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકો, વિકલાંગ સભ્ય પર આશ્રિત પરિવાર, ભૂમિ વગરના પરિવાર, વિધવા કે એકલી મહિલા પર નિર્ભર પરિવારોને મફતમાં રાશન આપવામાં આવે છે. 

શહેરી વિસ્તાર માટે ક્રાઈટેરિયા
શહેરી વિસ્તારોની વાત કરીએ તો એવા લોકો જે બેઘર છે અને જે રસ્તા કિનારે, ફૂટપાથ, ફ્લાઈઓવર, સીડીઓની આસપાસ, મંદિરો, રેલવે પ્લેટફોર્મ જેવી જગ્યાઓ પર રહેવા માટે મજબૂર છે. જેમના ઘરની છત અને દીવાલો પ્લાસ્ટિકના પન્નીથી બનેલા છે. જેમના ઘરમાં ફક્ત એક રૂમ છે, જેમની દીવાલો ઘાસ, છાપરા, વાંસ વગેરેથી બનેલી છે. જેમા ઘરમાં આવકના કોઈ પણ સ્ત્રોત નથી. આવા લોકો મજૂરી કે આમતેમ ઘરેલુ કામ કરીને જીવન નિર્વાહ કરવા પર મજબૂર છે. આવા પરિવાર જેમના મુખિયા રોજ કમાઈને ઘર ચલાવતા હોય છે. અથવા તો પછી તેમની કોઈ નિશ્ચિત આવક નથી. એવા પરિવાર જેમાં કમાી કરનારા કોઈ વયસ્ક નથી. જે સગીરો પર આશ્રિત છે. વિકલાંગ સભ્ય પર આશ્રિત પરિવાર, વિધવા કે એકલ મહિલા પર આશ્રિત પરિવારને અંત્યોદય અન્ન યોજના હેઠળ મફત રાશનનો ફાયદો મળે છે. 

કેટલું મળે છે રાશન
આ યોજના હેઠળ પસંદગીના પરિવારને પ્રત્યેક પરિવાર દીઠ માસિક 35 કિલોગ્રામ ખાદ્યાન્ન આપવામાં આવે છે. ખાદ્યાન્નમાં ચોખા અને ઘઉં સામેલ છે. ચોખા 3 રૂપિયે પ્રતિ કિલોગ્રામ અને ઘઉં 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામના દરે મળે છે. આ અનાજ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ અપાય છે. 

કેટલી વસ્તીને મળે છે મફત રાશન
અંત્યોદય અન્ન યોજના હેઠળ દેશના લગભગ 69.80 લાખ વસ્તીને મફત રાશન મળે છે. આ યોજના એવા પરિવારનો લાભ કરાવે છે જેમને સરકારે અંત્યોદય પરિવારો તરીકે ઓળખ કરી છે અને અંત્યોદય રાશન કાર્ડ આપેલા છે. 

કેવી રીતે લાભ લેવો
અંત્યોદય અન્ન યોજનાનો લાભ ઉઠાવવો સરળ છે. આ માટે ઓનલાઈન કે ઓફલાઈન બંને રીતે એપ્લાય કરી શકાય છે. ઓનલાઈન અરજી કરવા માટે તમે અંત્યોદય અન્ન યોજના  ઓફિશિયલ પોર્ટલ પર વિઝિટ કરી શકો છો. જો તમે ગ્રામીણ વિસ્તારમાં હોવ તો અરજી કરવા માટે શહેરી વિકાસ વિભાગ પર જાઓ. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news