BJP માં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લેશે મોટો નિર્ણય!
BJP Naitonal President Election: ભાજપમાં સંગઠન સ્તર પર ફેરફાર સાથે સરકારમાં ઉચ્ચ સ્તર પર અચાનક નવા નિર્ણય ઝડપથી થઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભાજપમાં સંગઠન સ્તર પર ફેરફારની સાથે સરકારમાં ઉચ્ચ સ્તર પર અચાનક ઘણા નિર્ણય ઝડપથી જોવા મળી રહ્યાં છે. આનાથી એવી ચર્ચા થઈ રહી છે કે આગામી દિવસોમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળી શકે છે. એક તરફ ભાજપની અંદર આ સમયે સૌથી મોટી ચર્ચા સંગઠનમાં ફેરફારની થઈ રહી છે. નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી જલ્દી થવાની છે, કારણ કે તે માટે જરૂરી શરત પૂર્ણ થઈ ગઈ છે. એટલે કે ઓછામાં ઓછા અડધા રાજ્યોમાં સંગઠનની ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે. તે જગ્યાઓ પર નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂંક થઈ ગઈ છે. હવે ભાજપને જલ્દી નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળશે. આમ તો આ પદ માટે ઘણા નામની ચર્ચા ચાલી રહી છે, પરંતુ કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર આ રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહ્યાં છે.
બીજીતરફ સરકારના સ્તર પર જોવામાં આવે તો રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂંકનું કામ શરૂ થઈ ગયું છે. હરિયાણા, ગોવામાં રાજ્યપાલ તો લદ્દાખમાં નવા ઉપરાજ્યપાલની નિમણૂંક કરવામાં આવી છે. આ વચ્ચે ચાર નવા રાજ્યસભા સાંસદોને પણ નોમિનેટ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બધા કાર્યોને નક્કી રણનીતિ હેઠળ કરવામાં આવી રહ્યાં છે અને તે પૂરા થયા બાદ પીએમ મોદી પોતાના મંત્રીમંડળમાં ફેરફાર કરી શકે છે.
કયા ફેરફારની સંભાવના?
ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધી જોવામાં આવે તો સરકારનું જોર સાતત્યતા પર રહ્યું છે. એટલે કે સરકારના ચહેરાને જુઓ તો મોદી 2.0 અને મોદી 3.0ના એક વર્ષ પૂર્ણ થયું હોવા છતાં લગભગ તેજ ચહેરાઓને મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારી મળેલી છે, જેના પર આ જવાબદારી પહેલાથી રહી છે. પરંતુ આ વચ્ચે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય જગતમાં નવા સમીકરણો ઉભર્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે અને નવી ટેરિફ સિસ્ટમ લાગુ કરી રહ્યા છે. આનાથી વિદેશી વેપાર-વાણિજ્ય ક્ષેત્રમાં નવા પડકારો ઉભા થઈ રહ્યા છે. અમેરિકામાં ભારતના રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલાને રાજ્યસભામાં મોકલવાના નિર્ણય પાછળ આ કારણો હોવાનું માનવામાં આવે છે. તેવી જ રીતે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યસભાનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે તેવા ઘણા મંત્રીઓને સંગઠનમાં મોકલી શકાય છે. આ બદલાતી પરિસ્થિતિઓ અનુસાર સંગઠન અને સરકારી સ્તરે એક નવો દેખાવ આપશે.
આ સાથે તે પણ ધ્યાન રાખવું જરૂરી છે કે નવેમ્બર 2025મા બિહારમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકારમાં જેડીયુ, ચિરાગ પાસવાનની લોજપાના નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે. આ રીતે ગઠબંધનના અન્ય સહયોગી ટીડીપીના નેતાઓને પણ મંત્રી બનાવવામાં આવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે