15 બોલમાં 5 વિકેટ...આ ખતરનાક બોલરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, દુનિયામાં પહેલીવાર કોઈ ક્રિકેટરે કર્યું આ કારનામું
આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સૌથી ખતરનાક ફાસ્ટ બોલરોમાંના એક ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્કે ઇતિહાસ રચી દીધો છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીની છેલ્લી મેચમાં સૌથી ઝડપી 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી. સ્ટાર્કની આ સિદ્ધિ એટલા માટે પણ ખાસ છે કારણ કે તેણે આ સિદ્ધિ તેની 100મી ટેસ્ટમાં મેળવી હતી.
Trending Photos
કિંગ્સ્ટનમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો. ટેસ્ટ કારકિર્દીમાં પોતાની 100મી મેચ રમતા સ્ટાર્કે વિન્ડીઝ ટીમની બીજી ઇનિંગનો તરખાટ મચાવ્યો. તેણે 6 વિકેટ લીધી અને વેસ્ટ ઈન્ડિઝને માત્ર 27 રનમાં ઓલઆઉટ કરી દીધું, જે ઇતિહાસનો બીજો સૌથી ઓછો સ્કોર છે. આ ઇનિંગમાં તેની શાનદાર બોલિંગની સાથે તેણે એક વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો.
સ્ટાર્કે આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
સ્ટાર્કે ફક્ત 15 બોલમાં 5 વિકેટ લીધી, જેનાથી તે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં 'પાંચ વિકેટ' લેનાર સૌથી ઝડપી બોલર બન્યો. તેણે વેસ્ટ ઈન્ડિઝના ઓપનરને તેની પહેલી ઓવરના પહેલા બોલ પર આઉટ કર્યો, જેનાથી વિરોધી ટીમ દબાણમાં આવી ગઈ. આ પછી તેણે સતત વિકેટ લીધી અને ટૂંક સમયમાં જ તેણે માત્ર 15 બોલમાં પાંચ વિકેટ લઈને એક નવો રેકોર્ડ બનાવ્યો. તેણે વેસ્ટ ઈન્ડિઝની બીજી ઇનિંગ દરમિયાન આ રેકોર્ડ બનાવ્યો.
78 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
અગાઉ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના એર્ની ટોશેક (1947માં ભારત સામે), ઇંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડ (2015માં ઓસ્ટ્રેલિયા સામે) અને ઓસ્ટ્રેલિયાના સ્કોટ બોલેન્ડ (2021માં ઇંગ્લેન્ડ સામે)ના નામે હતો, જેમણે 19-19 બોલમાં પાંચ વિકેટ લીધી હતી. સ્ટાર્કે આ બધા દિગ્ગજોને પાછળ છોડી દીધા અને 78 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો.
The historians had their hands full, with record after record toppling today.
Which stat blew your mind?#WIvAUS pic.twitter.com/te8AWIJZI4
— cricket.com.au (@cricketcomau) July 15, 2025
ટેસ્ટમાં 400 વિકેટનો આંકડો પૂર્ણ કર્યો
આ ઐતિહાસિક પ્રદર્શન સાથે સ્ટાર્કે ઓસ્ટ્રેલિયાને જીત તરફ દોરી જ નહીં, પરંતુ તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 400 વિકેટ પણ પૂર્ણ કરી. તે ઓસ્ટ્રેલિયા માટે 400 ટેસ્ટ વિકેટ લેનાર ચોથો બોલર બન્યો છે. ઓસ્ટ્રેલિયા માટે ઝડપી બોલરોમાં તે ગ્લેન મેકગ્રા પછી બીજા ક્રમે છે. તેની 100મી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ વધુ ખાસ બની. આ મેચમાં સ્ટાર્કની ઘાતક બોલિંગે સમગ્ર વેસ્ટ ઈન્ડિઝ ટીમને માત્ર 27 રનમાં આઉટ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જે ટેસ્ટ ક્રિકેટમાં કોઈપણ ટીમ દ્વારા બનાવેલ બીજો સૌથી ઓછો સ્કોર છે. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 176 રનથી જીતીને શ્રેણી 3-0થી કબજે કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે