Income Tax Bill: ફેબ્રુઆરીમાં કર્યુ હતું રજૂ, હવે મોદી સરકારે કેમ પરત ખેંચ્યું ન્યૂ ઈનકમ ટેક્સ બિલ? આ છે મોટું કારણ

Income Tax Bill 2025: પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ કેબિનેટ મિટિંગમાં મોટો નિર્ણય લેતા કેન્દ્ર સરકારે ઈનકમ ટેક્સ બિલ 2025 પાછું ખેંચી લીધું છે. આ બિલ 13 ફેબ્રુઆરી 2025ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.

Income Tax Bill: ફેબ્રુઆરીમાં કર્યુ હતું રજૂ, હવે મોદી સરકારે કેમ પરત ખેંચ્યું ન્યૂ ઈનકમ ટેક્સ બિલ? આ છે મોટું કારણ

Income Tax Bill 2025: પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેબિનેટ મિટિંગમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ઈનકમ ટેક્સ બિલ 2025 પાછું ખેંચી લીધું છે. 13 ફેબ્રુઆરી 2025ના રોજ લોકસભામાં ઈનકમ ટેક્સ બિલ 2025 રજૂ કરવામાં આવ્યું હતું અને તે જ દિવસે તેને ચકાસણી માટે પસંદગી સમિતિને મોકલવામાં આવ્યું હતું. પસંદગી સમિતિએ 21 જુલાઈ 2025ના રોજ પોતાનો રિપોર્ટ લોકસભામાં રજૂ કરી દીધો છે. પસંદગી સમિતિની લગભગ બધી ભલામણોને સરકારે સ્વીકારી લીધી છે.

નવું બિલ ક્યારે રજૂ કરવામાં આવશે
ANI અનુસાર, કેટલાક સૂચનો પણ પ્રાપ્ત થયા છે, જેનો યોગ્ય કાયદાકીય અર્થ પૂરો પાડવા માટે સામેલ કરવાની જરૂર છે. તેથી સરકાર દ્વારા પસંદગી સમિતિ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ અનુસાર ઈનકમ ટેક્સ બિલ 2025 પાછું ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, લોકસભામાં એક નવું બિલ રજૂ કરવામાં આવશે જે આવકવેરા અધિનિયમ 1961નું સ્થાન લેશે. ઉલ્લેખનીય છે કે, હાલના આવકવેરા અધિનિયમ 1961ના સ્થાને 13 ફેબ્રુઆરી 2025ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. નવું બિલ 11 ઓગસ્ટના રોજ રજૂ કરવામાં આવશે.

सरकार ने 13 फरवरी, 2025 को लोकसभा में आयकर विधेयक, 2025 पेश किया था और उसी दिन इसे जांच के लिए प्रवर समिति के पास भेज दिया गया था। प्रवर समिति ने 21 जुलाई, 2025 को अपनी रिपोर्ट लोकसभा में पेश कर दी…

— ANI_HindiNews (@AHindinews) August 8, 2025

કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
આ અંગે અધિકારીઓનું કહેવું છે કે, આ બિલના ઘણા એડિશનમાં થનારી મૂંઝવણ ટાળવા માટે આ બિલ પાછું ખેંચવામાં આવ્યું છે. સૂત્રોએ ETને જણાવ્યું છે કે, નવો ડ્રાફ્ટ બધા ફેરફારોને યોગ્ય રીતે દર્શાવવામાં આવશે અને પછી તેને સદનમાં વિચારણા માટે મૂકવામાં આવશે. આ પહેલા રજૂ કરવામાં આવેલ બિલ પ્રત્યક્ષ કર કાયદાઓને આધુનિક અને સરળ બનાવવા સરકારની વ્યાપક યોજનાનો એક ભાગ હતો. જો કે, સુધારેલા બિલમાં મૂળભૂત માળખું જાળવી રાખવાની અપેક્ષા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news