બે વર્ષ જૂના બોર્ડના પરિણામ પર વિપક્ષોએ રમ્યું રાજકારણ, અખિલેશ-કેજરીવાલે ગુજરાત મોડલને ગણાવ્યું ફેલ
Gujarat Model Fail : અખિલેશ યાદવે ગુજરાતની 157 શાળાઓમાં ધોરણ 10 પાસ ન કરવાના બે વર્ષ જૂના સમાચાર શેર કરીને ભાજપ અને ગુજરાત મોડલ પર પ્રહારો કર્યા છે. અરવિંદ કેજરીવાલે પણ તેમને સમર્થન આપ્યું હતું. હર્ષ સંઘવીએ આપ્યો તેનો જવાબ
Trending Photos
Gujarat Politics : અખિલેશ યાદવે ગુજરાતની 157 શાળાઓમાં એક પણ વિદ્યાર્થી 10મા ધોરણમાં પાસ ન હોવાના સમાચાર પર સોશિયલ મીડિયા પોસ્ટમાં ભાજપ અને ગુજરાત મોડલ પર પ્રહારો કર્યા છે. તો કેજરીવાલે આ ટ્વીટને સમર્થન આપ્યું છે. ગુજરાતને બદનામ કરવાનો મુદ્દો ઉછળતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તેનો જવાબ આપ્યો.
અખિલેશ યાદવે અમારી સહયોગી વેબસાઈટના જૂના આર્ટિકલના સ્ક્રીન શોટનો ઉપયોગ કરીને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. અખિલેશ યાદવે એક સમાચાર શેર કરીને કહ્યું કે ગુજરાત મોડલ નિષ્ફળ ગયું છે, આના પર તેમને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે સમર્થન આપ્યું હતું. જો કે અખિલેશ યાદવે જેના પર પ્રહારો કર્યા છે તે પરિણામ 2 વર્ષ જૂનું છે. જોકે, ગુજરાત મોડલ ફેલ ગયાની વાત ચર્ચામા આવતા જ ગુજરાતના ગૃહરાજ્ય મંત્રીએ ટ્વીટ કરીને જવાબ આપ્યો.
गुजरात मॉडल ही फ़ेल हो गया… गुजरात में 157 स्कूलों में 10वीं की बोर्ड परीक्षा में एक भी छात्र पास नहीं हुआ।
भाजपा हटाएंगे, भविष्य बचाएंगे! pic.twitter.com/koGFpTfwuS
— Akhilesh Yadav (@yadavakhilesh) April 12, 2025
અખિલેશનો સવાલ
અખિલેશ યાદવે પોસ્ટમાં લખ્યું કે, ગુજરાત મોડલ જ ફેલ થયું છે... ગુજરાતની 157 શાળાઓમાં એક પણ વિદ્યાર્થી 10માની બોર્ડની પરીક્ષા પાસ કરી શક્યો નથી. અમે ભાજપને હટાવીશું અને ભવિષ્ય બચાવીશું!
ये गुजरात मॉडल है। ये बीजेपी मॉडल है जो ये पूरे देश में लागू करना चाहते हैं। ये डबल इंजन मॉडल है।
पूरे देश को ये अनपढ़ रखना चाहते हैं। आप मुझे एक राज्य बता दीजिए जहाँ इनकी सरकार हो और इन्होंने वहाँ शिक्षा का कबाड़ा ना किया हो।
इसी मॉडल के तहत अब ये दिल्ली की शिक्षा व्यवस्था… https://t.co/idza3RVeCu
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 13, 2025
કેજરીવાલે ઉપાડ્યો મુદ્દો
આ છે ગુજરાત મોડલ. આ બીજેપી મોડલ છે જેને તેઓ સમગ્ર દેશમાં લાગુ કરવા માંગે છે. આ ડબલ એન્જિન મોડલ છે. તેઓ સમગ્ર દેશને અભણ રાખવા માંગે છે. તમે મને એક એવું રાજ્ય કહો જ્યાં તેમની સરકાર છે અને તેમણે ત્યાં શિક્ષણને બગાડ્યું નથી. આ મોડલ હેઠળ તેઓ હવે દિલ્હીની શિક્ષણ વ્યવસ્થાને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Fake leaders alert!
I've never seen such fake and fraudulent leaders. The Gujarat Board results haven't been released yet, but Mr. Akhilesh Yadav and his associate, Arvind Kejriwal, have shared fake results on social media. This is a clear attempt to spread misinformation and… https://t.co/xQkAHxGG4p
— Harsh Sanghavi (@sanghaviharsh) April 13, 2025
હર્ષ સંઘવીએ આપ્યો જવાબ
નકલી નેતાઓ એલર્ટ! મેં આવા નકલી અને કપટી નેતાઓ ક્યારેય જોયા નથી. ગુજરાત બોર્ડના પરિણામો હજુ જાહેર થયા નથી, પરંતુ શ્રી અખિલેશ યાદવ અને તેમના સહયોગી અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર નકલી પરિણામો શેર કર્યા છે. આ ખોટી માહિતી ફેલાવવાનો અને જાહેર અભિપ્રાય સાથે ચેડાં કરવાનો સ્પષ્ટ પ્રયાસ છે. આ નેતાઓને બાળકોને તેમના ગંદા રાજકારણમાં ખેંચવાનો કોઈ અધિકાર નથી.
અખિલેશે યાદવે કયું પરિણામ જાહેર કર્યું
વર્ષ 2023 માં ગુજરાતમાં ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. તે સમયે રાજ્યમાં ગુજરાત બોર્ડ ધોરણ 10 ની એકંદર પાસ ટકાવારી 76 ટકા સાથે 64.62 ટકા હતી, જ્યારે દાહોદ માત્ર 40.75 ટકાના પાસ દર સાથે યાદીમાં સૌથી નીચે હતું.
જ્યારે 157 શાળાઓમાં એક પણ બાળક પાસ થઈ શક્યું નથી. એક રિપોર્ટ અનુસાર, 165690 વિદ્યાર્થીઓ જેઓએ પુનઃ પરીક્ષા આપી હતી તેમાંથી માત્ર 27446 જ પાસ થયા હતા. આ પરિણામને લઈને તે સમયે અનેક સવાલો ઉભા થયા હતા. બે વર્ષ બાદ આ પરિણામ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. જે ગુજરાત મોડલ પર સવાલો ઉભા કરી રહ્યા છે. ગુજરાત મોડલ બદનામ કરવાની વાત આવતા જ આ મામલે ભાજપ તરફથી પ્રતિક્રિયા આવી ગઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે