Richest States in India: આ છે ભારતના ટોપ-10 ધનવાન રાજ્યો, જ્યાં લોકોની કમાણી છે સૌથી વધુ, જાણો કોણ છે નંબર-1?

ભારતના જુદા જુદા રાજ્યોમાં માથાદીઠ આવક અલગ અલગ હોય છે. માથાદીઠ આવકની દ્રષ્ટિએ કર્ણાટક ટોચનું રાજ્ય છે. કર્ણાટકમાં માથાદીઠ આવક (ભારતના સૌથી ધનિક રાજ્યો) રૂ. 204605 છે. આ ભારતનું એકમાત્ર રાજ્ય છે જ્યાં માથાદીઠ આવક રૂ. 2 લાખથી વધુ છે.

  Richest States in India: આ છે ભારતના ટોપ-10 ધનવાન રાજ્યો, જ્યાં લોકોની કમાણી છે સૌથી વધુ, જાણો કોણ છે નંબર-1?

નવી દિલ્હીઃ ભારતીયોની પ્રતિ વ્યક્તિ આવક (Per Capita Income) પર એક મોટી જાણકારી સામે આવી છે. હકીકતમાં નાણાકીય વર્ષ 2024-2025મા ભારતની પ્રતિ વ્યક્તિ આવક વધી 1,14,710 રૂપિયા થઈ ગઈ છે. આ જાણકારી નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં રજૂ કરેલા એક રિપોર્ટમાં આપી છે.

રિપોર્ટ પ્રમાણે સ્થિર મૂલ્યો (Constant Prices) પર પ્રતિ વ્યક્તિ શુદ્ધ રાષ્ટ્રીય આવક (NNI) 2014-15 મા 72805 રૂપિયા હતી, જે હવે 1,14,710 રૂપિયા પહોંચી છે. આ છેલ્લા દાયકાની તુલનામાં 41905 રૂપિયાનો વધારો છે. પરતુ શું તમે જાણો છો કે કયા રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રતિ વ્યક્તિ આવક સૌથી વધુ (Highest Income States India) છે. આવો તમને જણાવીએ.

કોણ છે નંબર 1 (Richest States in India)
ઉપલબ્ધ માહિતી મુજબ, ભારતમાં સૌથી વધુ માથાદીઠ આવક (નાણાકીય વર્ષ 24-25) ધરાવતા ટોચના 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કર્ણાટકનો સમાવેશ થાય છે જેની માથાદીઠ આવક રૂ. 2,04,605 છે, ત્યારબાદ તમિલનાડુ રૂ. 1,96,309 સાથે, હરિયાણા રૂ. 1,94,285 સાથે, તેલંગાણા રૂ. 1,87,912 સાથે, મહારાષ્ટ્ર રૂ. 1,76,678 સાથે અને હિમાચલ પ્રદેશ રૂ. 1,63,465 સાથે આવે છે.

લિસ્ટમાં આગળ ઉત્તરાખંડ 158819 રૂપિયા, પુડુચેરી 155533 રૂપિયા, આંધ્ર પ્રદેશ 141609 રૂપિયા અને પંજાબ 135356 રૂપિયા છે.

જુઓ લિસ્ટ

ક્રમ સંખ્યા રાજ્ય માથાદીઠ આવક (₹)
1. કર્ણાટક  2,04,605
2. તમિલનાડુ 1,96,309
3. હરિયાણા 1,94,285
4. તેલંગણા 1,87,912
5. મહારાષ્ટ્ર 1,76,678
6. હિમાચલ પ્રદેશ 1,63,465
7 ઉત્તરાખંડ 1,58,819
8. પુડુચેરી 1,55,533
9. આંધ્ર પ્રદેશ 1,41,609
10. પંજાબ 1,35,356

આ રાજ્યોમાં પ્રતિ વ્યક્તિ આવક 1 લાખથી ઓછી
1 લાખ રૂપિયાથી ઓછી માથાદીઠ આવક ધરાવતા રાજ્યોમાં આસામ 81,127 રૂપિયા, છત્તીસગઢ 93,161 રૂપિયા, મધ્યપ્રદેશ 70,343 રૂપિયા, મેઘાલય 77,412 રૂપિયા, પશ્ચિમ બંગાળ 82,781 રૂપિયા અને જમ્મુ અને કાશ્મીર 81,774 રૂપિયાનો સમાવેશ થાય છે. કેટલાક રાજ્યોની માથાદીઠ આવક જાહેર કરવામાં આવી નથી.

કેમ ઓછી-વધુ વધે છે માથાદીઠ આવક
પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે માથાદીઠ આવકમાં વૃદ્ધિ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બદલાય છે. તેમણે વધુમાં સમજાવ્યું કે આર્થિક વિકાસના વિવિધ સ્તરો, પ્રાદેશિક માળખું, માળખાકીય અસમાનતાઓ અને શાસન પદ્ધતિઓમાં તફાવત જેવા ઘણા પરિબળો રાજ્યોમાં માથાદીઠ આવકના વિકાસમાં તફાવત માટે જવાબદાર હોઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news