Independence Day 2025: દરેક ભારતીયને ખબર હોવી જોઈએ 15 ઓગસ્ટ સંબંધિત આ ફેક્ટસ
Independence Day 2025: સ્વતંત્રતા દિવસની ઉજવણી દરેક ભારતીય માટે પર્વ સમાન છે. આજે તમને 15 ઓગસ્ટના કેટલાક એવા ફેક્ટ્સ વિશે જણાવીએ જે દરેકને ખબર હોવા જોઈએ.
Trending Photos
Independence Day 2025: 15 ઓગસ્ટ 2025 ના રોજ ભારત 79 મો સ્વતંત્રતા દિવસ મનાવશે. આ દિવસે વર્ષ 1947 માં ભારતને બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મળી હતી. આ દિવસ એક રાષ્ટ્રીય રજાનો દિવસ નથી પરંતુ આ દિવસ આઝાદી માટે બલિદાન આપનાર લોકોને યાદ કરવાનો દિવસ છે. તેમને ત્યાગ, એકતા અને સંઘર્ષોના પરિણામે ભારતની આઝાદીનું સપનું સાકાર થયું હતું.
15 ઓગસ્ટ સંબંધિત રસપ્રદ ફેકટ્સ
1. ભારતના લાસ્ટ વાયસરોય લોર્ડ માઉંટબેટને 15 ઓગસ્ટની તારીખ એટલા માટે પસંદ કરી કે આ દિવસે બીજા વિશ્વ યુદ્ધમાં જાપાનના આત્મસમર્પણની બીજી વર્ષગાંઠ હતી.
2. ભારતને આઝાદી મળી તેના આગલા દિવસે એટલે કે 14 ઓગસ્ટ 1947 ના રોજ પાકિસ્તાન બન્યું.
3. આઝાદી પછી પંડિત નહેરુએ ભારતના પહેલા પ્રધાનમંત્રી તરીકે 14 ઓગસ્ટ 1947 ની રાત્રે સંવિધાન સભામાં ભાષણ કર્યું હતું.
4. પહેલું ધ્વજારોહણ દિલ્હીના લાલ કિલા પર 15 નહીં 16 ઓગસ્ટે થયું હતું.
5. રાષ્ટ્રગીત જન ગન મન 1911 માં લખાયું હતું અને 24 જાન્યુઆરી 1950 ના રોજ તેને રાષ્ટ્રગીત જાહેર કરાયું.
6. સ્વતંત્રતા પહેલા ભારતનો કોઈ રાષ્ટ્રીય ધ્વજ ન હતો. ભારતનો રાષ્ટ્ર ધ્વજ 22 જુલાઈ 1947 ના રોજ સંવિધાન સભામાં અપનાવવામાં આવ્યો.
7. ભારતને આઝાદી મળી ત્યાં સુધી દેશનું સંવિધાન ન હતું. ભારતીય સંવિધાન 26 જાન્યુઆરી 1950 માં લાગુ થયું.
8. દેશના 2 વડાપ્રધાન એવા છે જે લાલ કિલા પર ધ્વજારોહણ નથી કરી શક્યા. જેમાં એક છે ઈંદિરા ગાંધી અને બીજા છે ચરણ સિંહ.
9. ભારતના રાષ્ટ્રધ્વનું માપ નક્કી છે જેમાં લંબાઈ અને પહોળાઈ 3:2 ની જ હોવી જોઈએ.
10. ભારત સાથે 15 ઓગસ્ટના દિવસે દક્ષિણ કોરિયા, બહેરીન, કાંગો જેવા દેશોમાં પણ સ્વતંત્રતા દિવસ ઉજવાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે