Skin Care Tips : ચાંદ જેવો ચમકતો રહેશે ચહેરો...સ્કિન માટે વરદાન છે આ ફળ

Skin Care Tips : આ એક એવું ફળ છે જે તેના અસંખ્ય પોષક તત્વો માટે જાણીતું છે.  આ ફળના માત્ર એક કે બે નહીં પરંતુ અનેક ફાયદા છે અને સ્કિન માટે તો આ ફળ વરદાન છે. ત્યારે આ લેખમાં અમે તમને આ ફળના કેટલાક ફાયદાઓ વિશે જણાવીશું.

Skin Care Tips : ચાંદ જેવો ચમકતો રહેશે ચહેરો...સ્કિન માટે વરદાન છે આ ફળ

Skin Care Tips : બ્લુબેરી એક એવું ફળ છે જે તેના અસંખ્ય પોષક તત્વો માટે જાણીતું છે. તેના ગુણધર્મોને કારણે તેને સુપરફૂડની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યું છે, જેનો અર્થ છે કે આ ફળને ઓછી માત્રામાં ખાવાથી પણ તમે ઘણા ફાયદા મેળવી શકો છો. બ્લૂબેરીમાં માત્ર એક કે બે નહીં પરંતુ અનેક ફાયદા છે. આ લેખમાં અમે તમને તેના કેટલાક ફાયદાઓ વિશે જણાવી રહ્યા છીએ.

બ્લુબેરીમાં અધિક પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે કુદરતી કંપાઉન્ડ્સ છે. એન્ટી ઓકિસડન્ટો કોષોને નુકસાન પહોંચાડતા હાનિકારક ફ્રી રેડિકલ સામે લડવામાં મદદ કરે છે. ફ્રી રેડિકલના કારણે નાની ઉંમરે વૃદ્ધત્વ દેખાવા લાગે છે અને હૃદયરોગ, કેન્સર જેવા રોગોનું જોખમ પણ વધારે છે. જેમ જેમ તમારી ઉંમર વધે છે તેમ તેમ તમારા શરીરની ફ્રી રેડિકલ સામે લડવાની ક્ષમતા ઘટતી જાય છે. આનાથી ફ્રી રેડિકલનું સ્તર વધે છે જે તમારા કોષો, ખાસ કરીને તમારી ત્વચાના કોષો પર નુકશાન કરી શકે છે. તેમાં એન્થોકયાનિન નામનું પ્લાન્ટ કંપાઉન્ડ્સ છે, જે બ્લૂબેરીને તેનો કુદરતી જાંબલી-વાદળી રંગ આપે છે. તેથી તે તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.

હાર્ટ હેલ્થમાં મદદરૂપ

બ્લૂબેરીમાં રહેલા પોષક તત્વો હૃદયના સ્વાસ્થ્યને પણ સુધારે છે. એક અભ્યાસ અનુસાર, બ્લૂબેરીનો સમાવેશ થતા પોષક તત્ત્વોથી ભરપૂર આહાર હૃદયની તંદુરસ્તી અને રક્ત પરિભ્રમણને સુધારે છે. જ્યારે તમારું રક્ત પરિભ્રમણ સારું હોય છે, ત્યારે તમારું હૃદય કોઈપણ સમસ્યા વિના કોષોને ઓક્સિજન અને અન્ય પોષક તત્વો પહોંચાડે છે. આ ઉપરાંત તમારા શરીરમાંથી હાનિકારક તત્વો પણ બહાર આવે છે.

ચાંદ જેવો ચમકતો રહેશે ચહેરો

બ્લુબેરીમાં મોટી માત્રામાં એન્થોસાયનિન હોય છે જે કોલેજન સંશ્લેષણમાં મદદ કરે છે. અભ્યાસમાં સામે આવ્યું થે છે કે તેના સેવનથી કોલેજનનું બ્રેકેજ ઓછું થાય છે અને ઉત્પાદનમાં વધારો થાય છે, જે તમારા શરીરને લાંબા સમય સુધી યુવાન રાખવામાં મદદ કરે છે. અન્ય એક અભ્યાસમાં જ્યારે બ્લુબેરીથી ભરપૂર ખોરાક ખવડાવવામાં આવ્યો ત્યારે અભ્યાસમાં સમાવિષ્ટ કેટલાક ઉંદરોના હાડકામાં કોલેજનનું ઉત્પાદન વધતું જોવા મળ્યું હતું. તેથી તેનું સેવન દરેક પરિસ્થિતિમાં તમારા માટે ફાયદાકારક છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news