IPL 2025 : એક સમયે અનસોલ્ડ રહેલો CSKનો પૂર્વ ખેલાડી બન્યો KKRનો નવો કેપ્ટન

IPL 2025 KKR New Captain : કોલકાતા નાઈટ રાઈડર્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે કેપ્ટનની જાહેરાત કરી છે. KKRએ એવા ખેલાડીને કેપ્ટન બનાવ્યો છે, જે મેગા ઓક્શનના પહેલા દિવસે અનસોલ્ડ રહ્યો હતો. બાદમાં તેને એક્સિલરેટેડ ઓક્શનમાં રૂપિયા 1.5 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો.

IPL 2025 : એક સમયે અનસોલ્ડ રહેલો CSKનો પૂર્વ ખેલાડી બન્યો KKRનો નવો કેપ્ટન

IPL 2025 KKR New Captain : ભારતીય ટેસ્ટ ટીમના પૂર્વ સુકાની અજિંક્ય રહાણે 22 માર્ચથી શરૂ થઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશીપ કરશે. ફ્રેન્ચાઇઝીએ 3 માર્ચે આ જાહેરાત કરી હતી. અજિંક્ય રહાણેએ શ્રેયસ અય્યરનું સ્થાન લીધું છે. શ્રેયસ અય્યર આ સિઝનમાં પંજાબ કિંગ્સની કમાન સંભાળશે. લાંબા સમયથી KKR સાથે રહેલા વેંકટેશ ઐયરને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

વેંકટેશ ઐયરને કોલકાતા નાઈટ રાઈડર્સે મેગા ઓક્શનમાં રૂ. 23.75 કરોડમાં ખરીદ્યો હતો. રહાણે મેગા ઓક્શનના પ્રથમ દિવસે અનસોલ્ડ રહ્યો હતો. એક્સિલરેટેડ ઓક્શનમાં તેને રૂપિયા 1.5 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. વેંકટેશ અય્યર, અજિંક્ય રહાણે ઉપરાંત રિંકુ સિંહને પણ કેપ્ટનશિપ માટે દાવેદાર માનવામાં આવતો હતો. રિંકુને કોલકાતા નાઈટ રાઈડર્સે 13 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો.

રહાણેએ શું કહ્યું ?

કેપ્ટન બન્યા બાદ અજિંક્ય રહાણેએ કહ્યું કે KKRનું નેતૃત્વ કરવું એ મારા માટે સન્માનની વાત છે, KKR IPLની સૌથી સફળ ફ્રેન્ચાઈઝીઓમાંની એક રહી છે. મને લાગે છે કે અમારી પાસે એક ઉત્તમ અને સંતુલિત ટીમ છે. હું દરેક સાથે કામ કરવા અને ટાઈટલ બચાવી રાખવાનો પડકાર ઝીલવા આતુર છું. KKR તેના IPL 2025 અભિયાનની શરૂઆત 22 માર્ચના રોજ ઈડન ગાર્ડન્સ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચથી કરશે.

વેંકી મૈસૂરનું નિવેદન

KKRના CEO વેંકી મૈસૂરે કહ્યું કે, અમને અજિંક્ય રહાણે જેવી વ્યક્તિ મળવાથી આનંદ છે, કારણ કે તે એક લીડર તરીકે અનુભવ અને પરિપક્વતા ધરાવે છે. આ ઉપરાંત, વેંકટેશ અય્યર KKR માટે ફ્રેન્ચાઇઝી ખેલાડી છે અને ઘણા નેતૃત્વ ગુણો ધરાવે છે. અમને વિશ્વાસ છે કે અમે અમારા ટાઇટલ બચાવવાની સાથે સારી શરૂઆત કરીશું.

કોલકાતાની ટીમ ત્રણ વખત ટાઈટલ જીતી ચૂકી છે

KKRની ટીમ ચાર વખત IPLની ફાઇનલમાં પહોંચી છે. આ દરમિયાન ટીમ ત્રણ વખત ચેમ્પિયન બની છે. તેણે 2012, 2014 અને 2024માં આ ખિતાબ જીત્યો હતો. ગયા વર્ષે શ્રેયસ અય્યરની કેપ્ટન્સીમાં ટીમે ફાઈનલ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ટાઈટલ જીત્યું હતું. અય્યર હવે ટીમમાં નથી. તે આગામી સિઝનમાં પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news