Weight loss: બસ 15 દિવસ આ પાવડર ગરમ પાણીમાં ઉમેરી પીવો, ઘટવા લાગશે શરીરમાં જામેલી ચરબી
Weight loss Powder: જે લોકો ઝડપથી શરીરમાં જામેલી વધારાની ચરબી ઉતારવા માંગે છે તેમણે આ ખાસ ચૂર્ણ બનાવી લેવું જોઈએ. આ ચૂર્ણ ગરમ પાણીથી સાથે નિયમિત લેવાથી વજન ઝડપથી ઓછું થઈ શકે છે. તો ચાલો જાણીએ આ ચૂર્ણ કેવી રીતે બનાવવાનું હોય છે.
Trending Photos
Weight loss Powder: આજના સમયમાં વધેલું વજન લાખો લોકોની સમસ્યા છે. વજન વધવાનું મુખ્ય કારણ અનહેલ્ધી ડાયટ, ફિઝિકલ એક્ટિવિટીનો અભાવ, સ્ટ્રેસ, ખરાબ આહાર હોય છે. વજન વધી જાય પછી લોકો વજન ઘટાડવા માટે તનતોડ મહેનત કરવાનું શરુ કરે છે. ઘણા લોકો જીમમાં જવું, ડાયટ કરવી જેવા કામ કરી શકતા નથી. આવા લોકોએ ટેન્શન લેવાની જરૂર નથી. વજન ઘટાડવા માટેનો એક આયુર્વેદિક ઉપાય પણ છે. આ ઉપાય અપનાવીને પણ ચરબીને ઓગાળી શકાય છે.
નિષ્ણાંતો અનુસાર એક ખાસ આયુર્વેદિક ચૂર્ણ છે જેનું સેવન કરવાથી નેચરલ રીતે વેટ લોસમાં મદદ મળે છે. આ ચૂર્ણ બનાવી નિયમિત 15 દિવસ તેનું સેવન કરવામાં આવે તો પરિણામ ચોંકાવનારું હોય શકે છે તેવું નિષ્ણાંતો જણાવે છે. તો ચાલો જાણીએ આ ચૂર્ણ બનાવવામાં કઈ વસ્તુઓની જરૂર પડે છે.
કેવી રીતે બનાવવું વેટ લોસ ચૂર્ણ ?
ચરબીને કાપી નાખે એવું ચૂર્ણ બનાવવા માટે અજમો, વરિયાળી, જીરું અને મેથી દાણાની જરૂર પડશે. આ 4 દાણાને સમાન માત્રામાં લેવા અને ધીમા તાપે શેકી ઠંડા કરી લેવા. ઠંડા થયા પછી આ દાણાને મિક્સરમાં બારીક પીસી લેવા. તૈયાર કરેલા ચૂર્ણને એરટાઈટ કન્ટેનરમાં ભરી લો.
તૈયાર કરેલા ચૂર્ણમાંથી 1 ચમચી ચૂર્ણ રોજ ગરમ પાણીમાં મિક્સ કરી પીવાનું હોય છે. આ ચૂર્ણમાં સ્વાદ માટે સંચળ અને લીંબુ મિક્સ કરી શકો છો.
ચૂર્ણ લેવાથી થતા લાભ
- ચૂર્ણ લેવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને ફેટ બર્નિંગ પ્રોસેસમાં મદદ મળે છે.
- આ ચૂર્ણ લેવાથી બ્લોટિંગ, એસિડિટી પણ કંટ્રોલમાં રહે છે.
- આ ચૂર્ણ લેવાથી શરીર ડિટોક્સ થાય છે.
- આ ચૂર્ણ પાચન સુધારે છે જેના કારણે શરીર વધારાની કેલેરી ઝડપથી બાળી શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે