Hair Care: સરસવના તેલમાં આ વસ્તુ ઉમેરી વાળમાં લગાડો, કમર સુધી લાંબા વાળ ઝડપથી થાશે
Hair Care tips: જે યુવતીની ઈચ્છા હોય કે તેના વાળ કમર સુધી લાંબા ઝડપથી થાય તો સરસવના તેલનો આ નુસખો ટ્રાય કરી શકાય છે. નેચુરોપેથી અનુસાર આ નુસખાથી હેર ગ્રોથ ઝડપથી જોવા મળી શકે છે.
Trending Photos
Hair Care tips: વાળ લાંબા થાય તે માટે યુવતીઓ અનેક જતન કરે છે. ખાવાપીવામાં ફેરફાર કરવાની સાથે મોંઘા બ્યુટી પ્રોડક્ટ, અલગ અલગ ટ્રીટમેન્ટ પણ કરાવવામાં આવે છે. પરંતુ ટ્રીટમેન્ટ અને આવા પ્રોડક્ટ દરેક માટે ફાયદાકારક સાબિત થાય કે જરૂરી નથી. વાળ લાંબા કરવા હોય તો ઘરેલુ નુસખા પણ કામ લાગી શકે છે. ઘરેલુ નુસખાનો એક સૌથી મોટો ફાયદો એ છે કે તે પ્રાકૃતિક હોય છે અને કેમિકલ ફ્રી હોય છે. જેના કારણે આડઅસર થવાની ચિંતા નથી હોતી.
ઘરેલુ નુસખામાં જે વસ્તુઓ વપરાય છે તે વાળને અંદરથી અને બહારથી પોષણ આપે છે. સરસવનું તેલ એક જબરદસ્ત નુસખો છે જે વાળની કાયાપલટ કરી શકે છે. નેચરોપેથીના નિષ્ણાંતો અનુસાર સરસવના તેલમાં કેટલી ખાસ વસ્તુઓ મિક્સ કરીને વાળમાં લગાડવામાં આવે તો વાળ ઝડપથી લાંબા થઈ શકે છે.
એક્સપર્ટના જણાવ્યા અનુસાર જેમના વાળની લંબાઈ વધતી ન હોય તેમના માટે આ નુસખો ફાયદાકારક સાબિત થશે. વાળ ઝડપથી લાંબા થાય તે માટે સરસવના તેલમાં અલગ અલગ વસ્તુઓ મિક્સ કરીને ખાસ તેલ બનાવવાનું હોય છે. વાળની લંબાઈ વધારતું તેલ આ રીતે બનાવવું.
આ પણ વાંચો: ગંદા જૂતા સાફ કરવા આ રીતે બટેટાનો યુઝ કરો, વર્ષો જુના શૂઝ પણ નવા હોય એવા સાફ લાગશે
100 મિલી સરસવનું તેલ, 10 ગ્રામ અમરવેલ, 10 ગ્રામ અજમો, 10 ગ્રામ મેથી, 10 ગ્રામ કાળા મરી. આ વસ્તુઓને સરસવના તેલમાં ઉમેરી બરાબર પકાવો. બધી જ વસ્તુઓ બળી જાય ત્યાં સુધી તેને ઉકાળો. ત્યાર પછી ગેસ બંધ કરી તેલ ને ઠંડુ કરીને ગાળી લેવું. તેલ ઠંડુ થઈ જાય પછી તેમાં સુગંધ માટે લેવેન્ડર ઓઇલ મિક્સ કરો.
એક્સપર્ટ અનુસાર આ રીતે તૈયાર કરેલા તેલથી અઠવાડિયામાં બે વખત વાળના મૂળમાં માલિશ કરો. રાત્રે વાળમાં આ તેલ લગાડવું અને બીજા દિવસે સવારે માઈલ્ડ શેમ્પુથી વાળ ધોઈ લેવા. એક્સપર્ટ અનુસાર આ તેલથી હેર ગ્રોથ બુસ્ટ થાય છે હેરફોલ ઘટે છે વાળના મૂળ મજબૂત થાય છે વાળ પર ચમક આવે છે અને વાળ સોફ્ટ દેખાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે