Anger Issue: ક્રોધ, બેચેની, નકારાત્મક વિચારો 5 મિનિટમાં ગાયબ થઈ જશે, આ 4 ટીપ્સ અજમાવો
How To Control Anger: હેલ્થ એક્સપર્ટ અનુસાર જ્યારે વારંવાર ગુસ્સો આવે તો શરીરમાં કોર્ટિસોલનું લેવલ વધી જાય છે. જેના કારણે ઓવરઓલ હેલ્થ પર પણ અસર થાય છે. ગુસ્સો, તણાવ, નકારાત્મકતાને કંટ્રોલ કરવાની 4 ટીપ્સ આજે તમને જણાવીએ.
Trending Photos
How To Control Anger: આજના સમયમાં સ્ટ્રેસ, ક્રોધ, બેચેની, નેગેટિવિટ વિચારો લોકોના જીવનનો એક ભાગ બની ગયા છે. જેનું કારણ છે દોડધામ ભરેલી જિંદગી. કામકાજના પ્રેશરથી લઈને પર્સનલ લાઇફની સમસ્યાઓના કારણે લોકો માનસિક રીતે થાકી જતા હોય છે. માનસિક થાકના કારણે નાની-નાની વાત ઉપર પણ ક્રોધ આવે છે અને બેચનીનો અનુભવ થાય છે. જો લાંબા સમય સુધી આવી સ્થિતિ રહે તો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પણ ખરાબ થવા લાગે છે. તેથી જ જરૂરી છે કે ક્રોધ, સ્ટ્રેસને સમયસર કંટ્રોલ કરવામાં આવે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર જ્યારે વારંવાર ગુસ્સો આવે છે કે બેચેની થાય છે તો શરીરમાં કોર્ટિસોલ એટલે કે સ્ટ્રેસ હોર્મોનું લેવલ વધી જાય છે. શરીરમાં સ્ટ્રેસ હોર્મોન વધી જવાથી બ્લડપ્રેશર, ઊંઘની સમસ્યા, પાચન તંત્ર પર ખરાબ અસર જેવી તકલીફો પણ થવા લાગે છે. પરંતુ સારી બાબત એ છે કે તમે કેટલીક સરળ ટિપ્સને અપનાવીને મિનિટોમાં પોતાનો ક્રોધ અને બેચેની પર કંટ્રોલ મેળવી શકો છો. આજે તમને 4 એવા ઉપાય વિશે જણાવીએ જેને અપનાવવાથી મૂડ તુરંત જ સુધરી શકે છે.
પોઝિટિવ રહો
જ્યારે પણ ગુસ્સો આવે કે બેચેની અનુભવાય તો પોઝિટિવ વસ્તુ વિશે વિચારો. જીવનમાં જે સારું થયું હોય તેના વિશે વિચારીને ખુશ થઈ જવું. પોઝિટિવ વિચારો નેગેટિવ ઈમોશનને ઘટાડે છે અને મૂડ સુધારે છે.
સેલ્ફ કેરને મહત્વ આપો
મોટાભાગે ગુસ્સો અને સ્ટ્રેસ પોતાના કરતાં બીજાનું વધારે વિચારવામાં આવે છે. તેથી પોતાની જાતને પ્રાયોરિટી આપવાનું શરૂ કરો. દિવસમાં ઓછામાં ઓછી 20 મિનિટ એવી હોવી જોઈએ જેમાં તમે ફક્ત પોતાના માટે કામ કરો અથવા તો પોતાની સાથે સમય પસાર કરો. આ સમય દરમિયાન તમે તમારી ગમતી એક્ટિવિટી પણ કરી શકો છો તેનાથી મન શાંત થશે.
ઈમોશનલ ઈન્ટેલિજન્સ અપનાવો
ઈમોશનલ ઇન્ટેલિજન્સનો મતલબ છે કે તમે તમારી લાગણીને સમજો અને યોગ્ય રીતે તેને વ્યક્ત કરો. કોઈ વાત પર ગુસ્સો આવે તો તુરંત જ પ્રતિક્રિયા આપવાના બદલે તે સમયે શાંતિથી વિચારો અને પોતાની વાતને વ્યવસ્થિત રીતે રજૂ કરો. તેનાથી ક્રોધનો આવેશ ઓછો થશે અને તમારી વાતને પણ સારી રીતે રજૂ કરી શકશો.
સ્ટ્રેસનું સાચું કારણ શું છે તે જાણો
જો વારંવાર ગુસ્સો આવતો હોય કે બેચેની થતી હોય તો આવું કયા કારણસર થાય છે તે જાણવાનો પ્રયત્ન કરો. જો કોઈ ખાસ પરિસ્થિતિ કે વ્યક્તિના કારણે ચિંતા થઈ રહી છે તો તેનાથી દૂર થઈ જાઓ અથવા તો તે સમસ્યાનું સમાધાન લાવવો. ક્રોધનું મૂળ કારણ શું છે તે જાણીને તે સમસ્યાને દૂર કરો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે