સાપ કરડે તો તાત્કાલિક શું કરવું જોઈએ, આ રીતે તમે શરીરમાં ઝેર ફેલાતું અટકાવી શકો છો

First Aid For Snake Bite: વરસાદની સિઝનમાં સાપ નીકળવાની ઘટનાઓ વધી જાય છે. ઘણીવાર સાપ લોકોને કરડી લેતો હોય છે. સાપ ઝેરી હોય છે તો તેના ડંખથી શરીરમાં ઝેર ફેલાવા લાગે છે. તેથી સાપ કરડે તો તત્કાલ આ કામ કરવું જરૂરી છે.
 

 સાપ કરડે તો તાત્કાલિક શું કરવું જોઈએ, આ રીતે તમે શરીરમાં ઝેર ફેલાતું અટકાવી શકો છો

સાપનું નામ સાંભળતા ડર લાગવા લાગે છે. વરસાદમાં સાપ પોતાના દરમાં પાણી ભરાઈ જવાને કારણે બહાર નીકળી જાય છે. આ સમય સાપના પ્રજનનનો પણ હોય છે, જેથી સાપ વધી જાય છે. જ્યાં ઝાડ-છોળ હોય તે જગ્યા કે જંગલોમાં તમને સાપ મળી જશે. ઘણીવાર ગામડાઓમાં ખેતરમાં કામ કરવા દરમિયાન સાપ કરડી જવાની ઘટનાઓ પણ બને છે. જો સાપ કરડી જાય ત્યારે શું કરવું તે સમજાતું નથી. સાપ કરડવા પર સૌથી પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ક્યારેય તમારી આસપાસ કોઈને સાપ કરડે તો પહેલા આ કામ જરૂર કરો.

સાપ કરડે તો શું કરવું?
જો તમને સાપ કરડે તો સૌથી પહેલા વિલંબ કર્યા વગર જ્યાં સાપ કરડ્યો હોય ત્યાં સાબુ અને પાણીથી સાફ કરો. હવે સાપ કરડ્યો હોય તે જગ્યાથી થોડી ઉપર કોઈ ટાઇટ રસ્સી કે અન્ય વસ્તુથી બાંધી દો. જેથી ઝેર લોહીમાં આગળ ન વધી શકે. હાથ અને પગને હાર્ટથી ઉપર રાખવાનો પ્રયાસ કરો. પગમાં સાપ કરડે તો જેટલું બની શકે તેને ઉપર ઉઠાવીને રાખો. સાપનું ઝેર લોહીમાં ઓછું ફેલાશે.

સાપના ડંખના ઝેરને લોહીમાં પ્રવેશતા કેવી રીતે અટકાવવું
સાપના ડંખ પછી, દર્દીને તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ જવું જોઈએ. દર્દીને વધુ પડતી હલનચલન કરતા અટકાવો. હૃદયના ધબકારા વધવાને કારણે રક્ત પરિભ્રમણ વધે છે. જો રક્ત પરિભ્રમણ વધે છે તો લોહીમાં ઝેર ઝડપથી ફેલાવાનું જોખમ રહેલું છે.

સાપ કરડે તો કેટલી કલાક સૂવુ ન જોઈએ?
સાપ કરડ્યા બાદ તમારે ખાવા અને સૂવાથી પણ બચવું જોઈએ. ઝેરી સાપ કરડ્યા બાદ વધુ ઊંઘ અને બેભાન જેવું લાગે છે. તેવામાં દર્દીને ડોક્ટર સુધી પહોંચે ત્યાં સુધી જગાડી રાખો. સાપ કરડ્યા બાદ સોજા આવવા લાગે છે. તેવામાં જો કોઈ જ્વેલરી પહેરી છે તો તેને ઉતારી નાખો. સોજા થવા પર આંગળી કે પગમાં પહેરેલી જ્વેલરી ફસાઈ શકે છે.

સાપ કરડે તો શું ન કરવું જોઈએ?
સાપના ડંખના ઘા પર બરફ લગાવવાની ભૂલ ન કરો. ડંખવાળી જગ્યામાંથી ઝેર ચૂસવાનો પ્રયાસ ન કરો. તમારા હાથને સતત પાણીમાં ડુબાડી રાખો નહીં. કેફીન ધરાવતી વસ્તુઓનું સેવન કરવાનું ટાળો. દારૂ ન પીવો અને આઇબુપ્રોફેન કે એસ્પિરિન જેવી કોઈ પીડા નિવારક દવાઓ ન લો.

ડિસ્ક્લેમરઃ સામાન્ય માહિતીના આધારે આ જાણકારી આપવામાં આવી છે. તમે વધુ વિગત માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંત કે ડોક્ટરની સલાહ લઈ શકો છો. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news