Cooking Hacks: વધેલી રોટલીને ફ્રેશ અને સોફ્ટ રાખવી હોય તો ફોલો કરો આ ટીપ્સ, ઠંડી રોટલી પણ કડક નહીં થાય

How to Keep Roti Fresh and Soft: રોટલી બનાવ્યા પછી થોડા કલાકોમાં જ કડક થઈ જાય છે. આ કારણથી કોઈ ઠંડડી રોટલી ખાતું નથી અને તેને ફેંકવી પડે છે. પરંતુ જો તમે રોટલી બનાવતી વખતે અને રોટલીને સ્ટોર કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખશો તો રોટલી ઠંડી થયા પછી પણ તાજી હોય એવી સોફ્ટ જ રહેશે.
 

Cooking Hacks: વધેલી રોટલીને ફ્રેશ અને સોફ્ટ રાખવી હોય તો ફોલો કરો આ ટીપ્સ, ઠંડી રોટલી પણ કડક નહીં થાય

How to Keep Roti Fresh and Soft: મોટાભાગના ઘરોમાં રોટલી થોડી વધારે જ બનાવવામાં આવે છે જેથી જમતી વખતે રોટલી ઘટે નહીં. જેના કારણે રોજ થોડી રોટલી બચી જાય છે. સવારે કરેલી રોટલી સાંજ સુધીમાં અને રાત્રે કરેલી રોટલી સવારે નાસ્તાના સમયે કડક થઈ જાય છે. આ કારણે ઠંડી રોટલી ખાવાનું લોકો ટાળે છે. ઠંડી રોટલી કડક અને ડ્રાય ન થાય અને ઠંડી થયા પછી પણ સોફ્ટ રહે તે માટે શું કરવું આજે તમને જણાવીએ. 

આજે તમને કેટલાક એવી કિચન ટીપ્સ વિશે જણાવીએ જેને અપનાવી લેવાથી રોટલી સંબંધિત સમસ્યા દુર થઈ જશે. આ ટીપ્સ ફોલો કરી તમે રોટલીને લાંબા સમય સુધી તાજી રાખી શકો છો. 

ઠંડી થયા પછી પણ રોટલીને સોફ્ટ રાખવાની ટીપ્સ

ઠંડી થવા દો

જ્યારે રોટલી બનાવો તો તેને પ્લેટમાં કાઢો અને પછી કેસરોલમાં રાખો. ગરમાગરમ રોટલીને કેસરોલમાં રાખવી નહીં. રોટલીને થોડીવાર બહાર રાખશો તો તેમાંથી વરાળ નીકળી જશે. વરાળ નીકળી જાય પછી રોટલીને કેસરોલમાં રાખો. 

સુતરાઉ કપડામાં રાખો

રોટલીને બીજા દિવસ સુધી સોફ્ટ અને ફ્રેશ રાખવી હોય તો તેને સુતરાઉ કપડામાં લપેટીને કેસરોલમાં મુકો. આમ કરવાથી રોટલી ડ્રાય નહીં થાય અને સોફ્ટ રહેશે. 

એરટાઈટ કંટેનર

ઘણાની રોટલી બને પછી થોડીવારમાં જ ડ્રાય અને રબડ જેવી થઈ જાય છે. આવું ન થાય તે માટે રોટલીને એરટાઈટ કંટેનર કે કેસરોલમાં રાખો. 

ફ્રીજમાં રાખો

રોટલીને લાંબા સમય સુધી ફ્રેશ અને તાજી રાખવી હોય તો ઠંડી રોટલીને ફ્રીજમાં રાખી દો. ફ્રીજમાં 2 દિવસ સુધી રોટલી ખરાબ નહીં થાય. ફ્રીજમાં રાખવાથી રોટલીની સેલ્ફ લાઈફ વધી જશે. 

બેકિંગ સોડા

જો તમે રોટલીને કલાકો સુધી સોફ્ટ રાખવા માંગો છો તો લોટ બાંધતી વખતે આ કામ કરવું. રોટલીના લોટમાં થોડો બેકિંગ સોડા ઉમેરી દેવો. આ રીતે બાંધેલા લોટની રોટલી મુલાયમ રહેશે. રોટલી ઠંડી થયા પછી પણ રુ જેવી પોચી રહેશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news