Milk Storage Tips: મોટાભાગના લોકો ફ્રીજમાં દૂધ રાખવામાં કરે છે ભુલ, જાણો ફ્રીજની કઈ જગ્યા દૂધ માટે બનેલી છે

Milk Storage Tips: ફ્રીજમાં અલગ અલગ વસ્તુઓ સ્ટોર કરવામાં આવે છે.આ વસ્તુઓ સાથે રોજ વપરાતું દૂધ પણ ફ્રીજમાં રાખવામાં આવે છે. પરંતુ દૂધને ફ્રીજમાં ક્યાં રાખવું જોઈએ તે જાણકારી અનેક લોકોને નથી. આજે તમને જણાવીએ ફ્રીજની કઈ જગ્યા દૂધ માટે બનેલી છે. 
 

Milk Storage Tips: મોટાભાગના લોકો ફ્રીજમાં દૂધ રાખવામાં કરે છે ભુલ, જાણો ફ્રીજની કઈ જગ્યા દૂધ માટે બનેલી છે

Milk Storage Tips: દૂધ આપણા દૈનિક જીવનમાં વપરાતી મહત્વની વસ્તુ છે. કેલ્શિયમ, પ્રોટીન અને અન્ય પોષક તત્વોથી ભરપૂર દૂધ દરેક ઘરમાં રોજ વપરાય છે. તેથી જ એક સાથે જરૂરિયાત અનુસાર દૂધ લઈને તેને ફ્રિજમાં સ્ટોર કરવામાં આવે છે. પરંતુ 99% લોકો એ વાત નથી જાણતા કે દૂધને ફ્રીજમાં કઈ જગ્યાએ રાખવું જોઈએ ? મોટાભાગે ફ્રિજમાં દૂધ સહિતની વસ્તુઓને ખાલી હોય તે જગ્યાએ રાખી દેવામાં આવે છે. જો દૂધને તમે લાંબા સમય સુધી સ્ટોર કરવા માંગો છો અને ખરાબ થતા અટકાવવા માંગો છો તો તેને યોગ્ય જગ્યાએ રાખવું જરૂરી છે. 

ફ્રીજમાં રોજના વપરાશની વસ્તુઓ રાખવામાં આવે છે. શાકભાજી, ફળ, મસાલા, પાણી, દૂધ સહિતની વસ્તુઓથી ફ્રીજ ઠસોઠસ ભરેલું રહે છે. એ વાતમાં કોઈ શંકા નથી કે ફ્રીજમાં રાખવાથી વસ્તુ ઝડપથી ખરાબ થતી નથી. પરંતુ આ વસ્તુઓની સાથે દૂધને રાખવામાં પણ ધ્યાન રાખવું જરૂરી છે. જો દૂધને ફ્રીજમાં પણ બરાબર રીતે રાખવામાં ન આવે તો દૂધ ખરાબ થઈ જાય છે. 

દૂધ માટે યોગ્ય ટેમ્પરેચર 

દૂધ માટે 4 ડિગ્રી સેલ્સિયસથી નીચેનું તાપમાન યોગ્ય છે. તેનાથી દૂધ ખરાબ નથી થતું. તેથી ફ્રિજમાં જ્યાં વધારે ઠંડક રહેતી હોય તે જગ્યાએ દૂધને રાખવું જોઈએ. દૂધને હંમેશા સૌથી ઉપરની તરફ રાખવું જોઈએ. ફ્રીજમાં ઉપરની તરફ ઠંડક વધારે હોય છે કારણ કે ઠંડકની શરૂઆત ઉપરથી થાય છે. 

તેથી જરૂરી છે કે ફ્રીજના અલગ અલગ કમ્પાર્ટમેન્ટમાં ઉપરની તરફ જે કમ્પાર્ટમેન્ટ હોય ત્યાં દૂધ રાખવું જોઈએ. આ જગ્યાએ દૂધ રાખવાથી દૂધ ખરાબ થતું નથી. ઘણા લોકો દૂધની બોટલને દરવાજામાં અન્ય બોટલ સાથે રાખતા હોય છે. પરંતુ આ જગ્યાએ દૂધ રાખવું નહીં. કારણ કે ફ્રિજનો દરવાજો વારંવાર ખુલતો હોય છે અને ફ્રિજના દરવાજામાંથી ઠંડક સૌથી પહેલા દૂર થઈ જાય છે. 

દૂધને હંમેશા એર ટાઈટ કન્ટેનરમાં રાખવું અથવા તો ઢાંકીને રાખવું. દૂધને ગરમ કર્યા પછી જ્યારે તે રૂમ ટેમ્પરેચર પર આવી જાય તો તેને બરાબર ઢાંકીને ફ્રીજમાં રાખવું. દૂધને ફ્રીજમાં રાખ્યું હોય તો પણ ત્રણ દિવસથી વધારે સમય  સુધી દૂધને રાખીને તેને વાપરવું નહીં.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news