International Women's Day 2025: દર વર્ષે 8 માર્ચે જ શા માટે ઉજવાય છે મહિલા દિવસ ? જાણો મહિલા દિવસનું મહત્વ
International Women's Day 2025: દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે વિવિધ કાર્યક્રમોમાં મહિલાઓને સમ્માનિત પણ કરવામાં આવે છે.
Trending Photos
International Women's Day 2025: દુનિયાભરમાં દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ મહિલાઓના અધિકાર, સમાનતા અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી એટલા માટે પણ થાય છે કે મહિલાઓ સાથે કોઈપણ ક્ષેત્રમાં ભેદભાવ થતો હોય તો તેને રોકવામાં આવે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવા માટે દર વર્ષે નવી થીમ રાખવામાં આવે છે. જોકે દર વર્ષે ઘણા લોકોને એવો પ્રશ્ન પણ થતો હોય છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચના દિવસે જ શા માટે ઉજવાય છે ? જો તમને પણ આ પ્રશ્ન થતો હોય તો ચાલો તેનો જવાબ જણાવીએ.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઇતિહાસ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાની શરૂઆત 1900 ના દાયકામાં થઈ હતી. 1908 માં 15 હજાર મહિલાઓએ ન્યૂયોર્ક શહેરમાં સારી કામકાજની પરિસ્થિતિ, યોગ્ય વેતન અને મત આપવાના અધિકારની માંગ સાથે એક માર્ચ કાઢી હતી. ત્યાર પછી પહેલો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 19 માર્ચ 1911 માં ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મનીમાં ઉજવાયો હતો. ત્યાર પછી 8 માર્ચ 1917 ના રોજ રુસી મહિલાઓએ હડતાલ કર્યા પછી મહિલા દિવસ માટે 8 માર્ચની તારીખ નક્કી કરી લેવામાં આવી. 1975 માં સંયુક્ત રાષ્ટ્ર એ સત્તાવાર રીતે 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવાની માન્યતા આપી હતી.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025 ની થીમ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025 ઉજવવા માટે આ વર્ષે એક્સેલરેટ એક્શન થીમ નક્કી કરવામાં આવી છે. આ થીમ મહિલાઓના જીવનને સુધારવા માટે અને તેમની પ્રગતિને ઝડપી બનાવવાની અપીલ કરે છે. આ થીમ લોકોને, સરકારોને, સંગઠનોને મહિલાના ઉત્થાન, સમાન અવસર આપવા અને ભેદભાવ સમાપ્ત કરવાની દિશામાં સક્રિય કદમ ઉઠાવવાની અપીલ કરે છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સમાજમાં મહિલાઓની ભૂમિકાને સશક્ત બનાવવા માટે અને તેમની સાથે થતા ભેદભાવને ખતમ કરવાના ઉદ્દેશથી મનાવવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે