Vastu Tips: વાસ્તુના 6 સૌથી પ્રભાવશાળી ઉપાય, અપનાવવાની સાથે દેખાશે અસર, ચમકી જશે ભાગ્ય

Effective Vastu Tips: જો તમે દિવસ રાત મહેનત કરો છો પણ ભાગ્ય તમને સાથ આપતું નથી તો તેનું કારણ વાસ્તુ દોષ પણ હોય શકે છે. જો ઘરમાં વાસ્તુ દોષના કારણે સમસ્યા આવતી હોય તો તેને દુર કરવા આ 6 પ્રભાવશાળી ઉપાયો અપનાવી શકો છો.
 

Vastu Tips: વાસ્તુના 6 સૌથી પ્રભાવશાળી ઉપાય, અપનાવવાની સાથે દેખાશે અસર, ચમકી જશે ભાગ્ય

Effective Vastu Tips: દરેક વ્યક્તિના જીવનમાં સુખ અને દુઃખ આવે છે ક્યારેક પરિસ્થિતિ અનુકૂળ હોય તો ક્યારેક પ્રતિકૂળ હોય છે. પરંતુ જો જીવનમાં સતત પ્રતિકૂળ પરિસ્થિતિ અને સમસ્યાઓ રહેતી હોય, મહેનત કર્યા પછી પ્રયત્ન કર્યા પછી પણ સમસ્યાનો અંત ન આવે અને દુર્ભાગ્ય સાથ છોડવાનું નામ ન લે તો એક વખત ઘરના વાસ્તુદોષ પર નજર કરવી જોઈએ. શક્ય છે કે ઘરમાં રહેલા વાસ્તુદોષ સફળતામાં બાધા બનતા હોય.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના કેટલાક વાસ્તુદોષ એવા હોય છે જે સફળતામાં બાધા ઉત્પન્ન કરે છે. આવા વસ્તુ દોષ ને દૂર કરવાના ઉપાયો પણ સરળ હોય છે. કેટલીક વખત તો સરળ આદતો અપનાવીને પણ વાસ્તુદોષનો પ્રભાવ દૂર કરી શકાય છે. આજે તમને સાથ આવા જ સરળ અને પ્રભાવી ઉપાયો વિશે જણાવીએ જેને અપનાવવાની સાથે જ અસર દેખાવા લાગે છે. 

વાસ્તુદોષ દૂર કરવાના પ્રભાવી ઉપાયો 

1. વાસ્તુશાસ્ત્રમાં ઘરનું પ્રવેશ દ્વાર સૌથી મુખ્ય ગણાય છે. પ્રવેશ દ્વારથી વ્યક્તિ જ નહીં પરંતુ સુખ સમૃદ્ધિ પણ ઘરમાં પ્રવેશે છે. જો પ્રવેશ દ્વારમાં કોઈ દોષ હોય તો તે દુર્ભાગ્યનું કારણ બને છે. જો તમે પ્રવેશ દ્વારનો દોષ દૂર કરી શકો તેમ ન હોય તો ઘરના પ્રવેશ દ્વારની ઉપર અંદરની તરફ અને બહારની તરફ વિઘ્નહર્તા ગણેશજીની તસવીર લગાવી દો. 

2. સનાતન પરંપરામાં તુલસીના છોડનું પણ મહત્વ છે તેને પવિત્ર અને સૌભાગ્ય વધારનાર ગણવામાં આવે છે. હિન્દુ માન્યતા અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર તુલસીનો છોડ રાખવામાં આવે તો બધા જ વાસ્તુદોષ દૂર થઈ જાય છે. હિન્દુ ધર્મમાં તુલસીને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે, આ છોડ નકારાત્મક ઊર્જાને રોકી સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવાહિત કરે છે. ઘરના મુખ્ય દ્વારની આસપાસ તુલસીનો છોડ રાખવાથી પવિત્રતા જળવાઈ રહે છે. જોકે તુલસીનો છોડ રાખો ત્યાં નજીકમાં જૂતા ચપ્પલ કે ડસ્ટબીન રાખવી નહીં. 

3. વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરના તમામ ખૂણા ગંદકીથી ભરેલા રહે છે કરોળિયાના જાળ હોય છે ત્યાં ધનના દેવી માં લક્ષ્મી આવતા નથી. આ સ્થિતિમાં ઘરના દરેક ખૂણાને સાફ રાખવા અને ઘરનું બ્રહ્મ સ્થાન ખાલી રહે તે વાતનું ધ્યાન રાખવું. 

4. સૌભાગ્ય અને આરોગ્યની કામના હોય તો ઘરમાં બેડ કે સોફો બીમ નીચે આવે તે રીતે રાખવો નહીં. વાસ્તુશાસ્ત્રમાં તેને સૌથી મોટો દોષ ગણવામાં આવે છે. જો કોઈ કારણવશ આ દોષ દૂર કરી શકાય તેવું ન હોય તો દોષથી બચવા માટે બીમ નીચે વાંસળી લટકાવી દેવી. 

5. વાસ્તુશાસ્ત્ર અનુસાર  ઘરના કોઈપણ દરવાજા ખોલો કે બંધ કરો તો તેમાંથી કર્કશ અવાજ ન આવવો જોઈએ. આવું થતું હોય તો પરિવારના સભ્યો વચ્ચે અકારણ કલેશ થઈ શકે છે.. તેથી ઘરના દરવાજામાં થોડા થોડા સમયે તેલ નાખતા રહેવું. 

6. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં બનેલી સીડી પ્રગતિનું પ્રતીક હોય છે તેથી તેને હંમેશા સાફ રાખો. ખાસ કરીને સીડીની નીચે કોઈ પણ પ્રકારનો સામાન એકઠો કરવો નહીં. સીડીની નીચે રસોડું કે બાથરૂમ પણ બનાવવું નહીં. 

7. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની છત પર વધારાની વસ્તુઓ એકઠી કરવી નહીં તેનાથી નકારાત્મક ઉર્જા વધે છે અને શનિ તેમજ રાહુ સંબંધિત દોષ પણ લાગે છે. અગાસી પર ખરાબ સામાન વધારાની વસ્તુઓ એકત્ર કરવાથી દોષ ઉત્પન્ન થાય છે તેથી અગાસીને હંમેશા સાફ રાખો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news