સાઉથના આ ફેમસ મંદિરમાં મગરનો પુનર્જન્મ થયો, બે વર્ષ બાદ અચાનક પ્રકટ થયો મરેલો મગર
Crocodile Babia Rebirth : કેરળના શ્રી અનંતપદ્મનાભ સ્વામી મંદિરમાં બાબિયા નામના શાકાહારી મગરની વાર્તા ખૂબ જ લોકપ્રિય છે. ભક્તો તેને ચોખા અને ગોળ ખવડાવે છે. એવું માનવામાં આવે છે કે મૃત્યુના એક વર્ષ પછી તળાવમાં પુનર્જીવિત થયો છે
Trending Photos
Sree Ananthapadmanabha Swamy Temple : ભારતમાં ઘણા એવા ધાર્મિક સ્થળો છે જ્યાં ચમત્કારો અને રહસ્યોની વાર્તાઓ જોડાયેલી છે. કેરળના કાસરગોડ સ્થિત શ્રી અનંતપદ્મનાભ સ્વામી મંદિરના બાબિયા નામનો મગર પણ આવી જ અદ્ભુત અને અનોખી વાર્તાનો એક ભાગ છે. મંદિરના તળાવમાં દાયકાઓ સુધી રહેતો આ મગર સંપૂર્ણ રીતે શાકાહારી તો હતો જ પરંતુ ભક્તો માટે આદર અને આસ્થાનું પ્રતીક પણ બની ગયો હતો. તેના મૃત્યુના એક વર્ષ પછી, એક શાકાહારી મગર ફરીથી મંદિરના તળાવમાં દેખાવા લાગ્યો છે. જેથી તેના પુનર્જન્મની વાતો વહેતી થઈ છે.
શાકાહારી મગર આસ્થાનું પ્રતીક
મગર તેમની આક્રમક વૃત્તિ અને માંસાહારી ખોરાક માટે જાણીતા છે, પરંતુ બાબિયાએ આ ધારણાને સંપૂર્ણપણે ખોટી સાબિત કરી. આ મગરે ક્યારેય મંદિરના તળાવમાં કોઈ જીવને નુકસાન પહોંચાડ્યું નથી અને માત્ર મંદિર દ્વારા આપવામાં આવેલ ચોખા અને ગોળનો પ્રસાદ જ ખાતો હતો. ભક્તોનું માનવું હતું કે બાબૈયા મંદિરના રક્ષક હતા અને તેમની હાજરી કોઈ દૈવી નિશાનીથી ઓછી નથી.
બાબિયાની રહસ્યમય વાર્તા
મંદિર સાથે જોડાયેલી એક દંતકથા અનુસાર, 1945માં એક બ્રિટિશ સૈનિકે મંદિરના તળાવમાં એક મગરને ગોળી મારી દીધી હતી. પરંતુ થોડા દિવસો પછી તળાવમાં એક નવો મગર દેખાયો, જેનું નામ પાછળથી બાબિયા રાખવામાં આવ્યું. આ ઘટના પછી, ભક્તો તેને દૈવી કૃપા અને મંદિરના આધ્યાત્મિક રક્ષક તરીકે માનવા લાગ્યા.
બે વર્ષ પહેલા બાબિયાનું મોત થયું હતું
બાબિયાનું ઓક્ટોબર 2022 માં બાબિયાનું નિધન થયું હતું, ત્યારે તેની ઉંમર 75 વર્ષ હતી. મગર વૃદ્ધ થયો હતો. તેને મેંગલુરુના પિલીકુલા બાયોલોજિકલ પાર્કમાં લઈ જવાયો હતો, પરંતુ ત્યાં તેનું મૃત્યુ થયું. બાબિયાને સંપૂર્ણ મંદિર સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી, જેમાં આગેવાનો અને મહાનુભાવોએ પણ હાજરી આપી હતી. ભક્તોના અંતિમ દર્શન માટે તેને ખાસ ફ્રીઝરમાં રાખવામાં આવ્યો હતો અને ભક્તોએ તેમના પ્રિય મગરને ભાવુક શ્રદ્ધાંજલિ આપી હતી.
એક વર્ષ પછી ફરી ચમત્કાર થયો
બાબિયાના મૃત્યુના એક વર્ષ પછી 2023 માં મંદિરના તળાવમાં એક નવો મગર દેખાયો. આ ઘટના ઘણા લોકો માટે આશ્ચર્યજનક અને રહસ્યમય હતી. મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર, "જ્યારે પણ મગરનું મૃત્યુ થાય છે, ત્યારે તરત જ બીજો મગર તળાવમાં આવી જાય છે. આ હજુ સુધી એક વણઉકેલાયેું રહસ્ય છે."
નવા મગરનું નામ પણ બાબિયા છે અને ઘણા ભક્તોએ તેને તળાવની નજીક આવેલી ગુફામાં આરામ કરતા જોયો હતો.
( Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. તેનો કોઇપણ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી અને જાણકારી આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટ કરતું નથી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે