Weight Loss: પાવરફુલ છે આ ડ્રિંક, ચરબીને ઓગાળી નાખે છે ફટાફટ, એક્સરસાઈઝ કરતાં લોકો પીવે તો બોડી રહે શેપમાં

Ginger Jeera Water Benefits: શરીરમાં વધેલા ફેટને ઓગાળવા જો તમે એક્સરસાઈઝ કરી રહ્યા છો તો તેની સાથે આ ડ્રિંક પીવાની શરુઆત કરી દો. આ પીણું એટલું પાવરફુલ છે કે તે તમારા શરીરને ફેટમાંથી ફીટ કરવામાં મદદ કરશે. 
 

Weight Loss: પાવરફુલ છે આ ડ્રિંક, ચરબીને ઓગાળી નાખે છે ફટાફટ, એક્સરસાઈઝ કરતાં લોકો પીવે તો બોડી રહે શેપમાં

Ginger Jeera Water Benefits: આજકાલ વજન ઘટાડવું અને બોડીને શેપમાં રાખવી લોકો માટે પ્રાયોરિટી છે. આ કામ કરવા માટે યોગ્ય ડાયટની સાથે એક્સરસાઇઝને રૂટિનમાં સામેલ કરવી જરૂરી છે. જો તમે રૂટીન બનાવીને એક્સરસાઇઝ કરી રહ્યા છો તો સાથે આ ડ્રિંક પીવાનું પણ શરૂ કરી દો આ ડ્રિંક પીવાથી વજન ઘટાડવાની પ્રક્રિયા ઝડપી થાય છે. આ ડ્રિંક બનાવવા માટે જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે તે વજન ઓછું કરવામાં મદદ કરે છે. સાથે જ શરીરને જરૂરી પોષણ પણ આપે છે. ઉનાળા દરમિયાન એક્સરસાઇઝની સાથે આ ડ્રિંક પીવાથી શરીરને ઝડપથી ફાયદો થશે. 

આ ડ્રિંક બનાવવા માટે લીંબુ, મધ, આદુ, જીરૂં અને હુંફાળા પાણીની જરૂર પડશે. આ પીણું બનાવવા માટે જે પણ વસ્તુઓનો ઉપયોગ થાય છે તે મેટાબોલિઝમને બુસ્ટ કરે છે. જેના કારણે ફેટ બર્નિંગ પ્રક્રિયા ઝડપી થઈ જાય છે. એક્સરસાઇઝ ની સાથે આ ડ્રિંક પી લેવાથી શરીરમાં એનર્જી પણ જળવાઈ રહે છે. આ ડ્રિંકમાં જે વસ્તુઓનો ઉપયોગ થયો છે તે પાચન સુધારે છે અને શરીરમાંથી ટોક્સિન પણ બહાર કાઢે છે. 

કેવી રીતે તૈયાર કરવું વેટ લોસ ડ્રીંક 

વેટ લોસ ડ્રિંક બનાવવા માટે રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરૂં પલાળી રાખો. બીજા દિવસે સવારે તે પાણી ગાળી લેવું અને તેને હુંફાળું ગરમ કરવું. આ પાણીમાં તેમાં અડધું લીંબુ નીચોવવું. તેમાં આદુને ખમણીને ઉમેરો. હવે તૈયાર કરેલા ડ્રિંકને સવારે ખાલી પેટ પી લેવું. 

આ વેટ લોસ ડ્રીંકને તમે એક્સરસાઇઝ કર્યા પછી પણ પી શકો છો તેનાથી તે શરીરને રીઝનરેટ કરે છે. ઝડપથી ચરબી ઓછી કરવી હોય તો દિવસ દરમિયાન પણ હુંફાળું પાણી પીવાનું રાખો. 

આ ડ્રીંક પીવાથી મેટાબોલિઝમ બુસ્ટ થશે અને ફેટ બર્નિંગની પ્રક્રિયા ઝડપી થશે. આ ડ્રિંકમાં આદુ અને જીરાનો ઉપયોગ કરવામાં આવે છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે જેના કારણે ખાધેલો ખોરાક સારી રીતે પચે છે અને ચરબી વધતી અટકે છે. લીંબુ શરીરમાંથી ટોક્સિનને બહાર કાઢવામાં મદદ કરે છે. આ ડ્રિંક પીવાથી ત્વચા પણ ચમકદાર બને છે કારણ કે શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news