અભિષેક શર્માએ સિક્રેટ ચિઠ્ઠીમાં લખી હતી દિલની વાત...મેચ બાદ ટ્રેવિસ હેડે ખોલ્યું રહસ્ય
Abhishek Sharma : અભિષેક શર્માએ પંજાબ કિંગ્સ સામે માત્ર 40 બોલમાં આઈપીએલની પ્રથમ સદી ફટકારી હતી. તેની વિસ્ફોટક ઇનિંગ માત્ર રેકોર્ડના મામલે ખાસ નહોતી, પરંતુ આ સદી બાદ મેદાન પર જે થયું તેણે બધાને ચોંકાવી દીધા.
Trending Photos
Abhishek Sharma : IPL 2025માં શનિવારે પંજાબ કિંગ્સ સામેની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેન અભિષેક શર્માએ તોફાની ઇનિંગ રમી હતી. અભિષેક શર્મા IPLમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવનાર ભારતીય બેટ્સમેન બન્યો હતો. તેણે આ મેચ બાદ પોતાની ઇનિંગનું રહસ્ય જાહેર કર્યું. સળંગ ચાર મેચ હાર્યા બાદ ઓપનર અભિષેક શર્મા નારાજ થઈ ગયો હતો અને તેણે કહ્યું હતું કે તે હારના આ સિલસિલાને તોડવા ઈચ્છે છે.
આઉટ ઓફ ફોર્મ અભિષેકે 55 બોલમાં શાનદાર 141 રન ફટકારીને SRHને આઈપીએલના ઈતિહાસમાં બીજા સૌથી વધુ રનનો પીછો કરવામાં મદદ કરી અને શનિવારે અહીં પંજાબ કિંગ્સ સામે આઠ વિકેટથી જીત મેળવી.
સિક્રેટ ચિઠ્ઠીમાં લખી હતી દિલની વાત
યુઝવેન્દ્ર ચહલના બોલ પર અભિષેક શર્માએ પોતાની સદી પૂરી કરતા જ સ્ટેડિયમમાં હાજર દર્શકોની ખુશીનો પાર ન રહ્યો. પરંતુ ખરું આશ્ચર્ય ત્યારે થયું જ્યારે અભિષેકે ખિસ્સામાંથી કાગળની સ્લિપ કાઢી અને જ્યારે કેમેરો સ્લિપ પર ઝૂમ થયો ત્યારે તેના પર લખેલું હતું - "આ ઓરેન્જ આર્મી માટે છે." એટલે કે તેણે આ સદી SRHના ચાહકોને સમર્પિત કરી. આ સફેદ સ્લિપમાં તેણે સનરાઈઝર્સ હૈદરાબાદના ચાહકો માટે પોતાના દિલની લાગણીઓ લખી હતી. પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર પોતે તે સ્લિપ વાંચવા માટે ત્યાં પહોંચ્યો હતો અને તેને જોઈને ચોંકી ગયો હતો.
🧡
Abhishek Sharma | #PlayWithFire | #SRHvPBKS | #TATAIPL2025 pic.twitter.com/OaD4YQEmTT
— SunRisers Hyderabad (@SunRisers) April 12, 2025
મેચ બાદ ટ્રેવિસ હેડે ખોલ્યું રહસ્ય
સનરાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેન અને અભિષેક શર્માના ઓપનિંગ પાર્ટનર ટ્રેવિસ હેડે ખુલાસો કર્યો કે અભિષેક શર્મા છેલ્લી છ મેચથી તેના 'સ્લિપ સેલિબ્રેશન'ની રાહ જોઈ રહ્યો હતો અને અંતે તેને પંજાબ કિંગ્સ સામે જીતની તક મળી. શનિવારે 12 એપ્રિલે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સદી ફટકાર્યા બાદ અભિષેકે ખાસ રીતે ઉજવણી કરી હતી. ટ્રેવિસ હેડ કહ્યું કે, આ નોટ છેલ્લી 6 મેચોથી અભિષેકના ખિસ્સામાં હતી, મને ખુશી છે કે તે આજે બહાર આવી.
યુવરાજ અને સૂર્ય કુમારને ક્રેડિટ આપી
અભિષેક શર્માએ કહ્યું કે, આ ઈનિંગ ખૂબ જ ખાસ છે, કારણ કે હું હારના તે સિલસિલાને તોડવા માંગતો હતો, સતત ચાર મેચ હારવી ઘણી મુશ્કેલ હતી, પરંતુ અમે ટીમમાં તેના વિશે ક્યારેય વાત કરી નથી. અભિષેક શર્માએ આ ઇનિંગનો શ્રેય યુવરાજસિંહ સિવાય સૂર્ય કુમાર યાદવને આપ્યો અને કહ્યું, તે મારા સંપર્કમાં છે, તેમણે મને હંમેશા સપોર્ટ કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે