ક્રિકેટમાં આ રેકોર્ડ તોડવો લગભગ અશક્ય! તોડવાની વાત તો છોડો....કોઈ નજીક પણ ફરકી શકતું નથી

Unique Cricket Records: ક્રિકેટની દુનિયામાં એ એવો વર્લ્ડ રેકોર્ડ છે જેને તોડવો અશક્ય જેવો છે. 119 વર્ષથી આ વર્લ્ડ રેકોર્ડ જાણે અમર જેવો છે. 

ક્રિકેટમાં આ રેકોર્ડ તોડવો લગભગ અશક્ય! તોડવાની વાત તો છોડો....કોઈ નજીક પણ ફરકી શકતું નથી

વર્લ્ડ રેકોર્ડ બનતા હોય છે અને તે મોટાભાગે તૂટીને નવા પણ બનતા હોય છે. પરંતુ એક રેકોર્ડ એવો છે જે કોઈ તોડી શકે એ વાતમાં દમ લાગતો નથી. છેલ્લા 19 વર્ષથી આ રેકોર્ડની કોઈ નજીક પણ જઈ શક્યું નથી. ટેસ્ટ ક્રિકેટમાં એક નાઈટ વોચમેન ત્યારે બેટિંગ કરવા માટે આવે છે જ્યારે બેટિંગ કરતી ટીમનો તે દિવસનો ખેલ ખતમ થવાની અણી પર હોય અને વિકેટ પડી હોય ત્યારે મેઈન બેટ્સમેનને બચાવવાની ઈચ્છા હોય ત્યારે નાઈટ વોચમેન મોકલવામાં આવે છે. એક નાઈટ વોચમેન એવો પણ હતો જે ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારી ચૂક્યો છે.

19 એપ્રિલ 2006ના રોજ બાંગ્લાદેશ વિરુદ્ધ ચટગાંવમાં એક ટેસ્ટ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જેસન ગિલેસ્પીએ નાઈટ વોચમેન તરીકે આવીને અણનમ 201 રન કર્યા હતા. 

અમર છે આ મહારેકોર્ડ!
ક્રિકેટની દુનિયામાં જેસન ગિલેસ્પી એકમાત્ર એવો ખેલાડી છે જેણે એક નાઈટ વોચમેન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારવાનું ઐતિહાસિક કારનામું કર્યું છે. 19 એપ્રિલ 2006ની આ ઘટનાને 19 વર્ષ વીતી ચૂક્યા છે. પરંતુ જેસન ગિલેસ્પીનો આ અનોખો મહારેકોર્ડ દુનિયાનો કોઈ ક્રિકેટર તોડી શક્યો નથી. ભવિષ્યમાં પણ કોઈ નાઈટ વોચમેન માટે ટેસ્ટ ક્રિકેટમાં આ બેવડી સદી ફટકારવી અશક્ય જેવું જ રહેશે. આવામાં જેસન ગિલેસ્પીના આ મહારેકોર્ડને કોઈ તોડે તે શક્ય લાગતું નથી. સંયોગથી જેસન ગિલેસ્પીએ પોતાના જન્મદિવસે જ આ મહારેકોર્ડ બનાવ્યો હતો. 

કોણ તોડી શકે રેકોર્ડ
19 એપ્રિલ 2006ના દિવસે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ  બોલર જેસન ગિલેસ્પીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં નાઈટ વોચમેન તરીકે ટેસ્ટ ફોર્મેટમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર કર્યો હતો. જેસન ગિલેસ્પીએ બાંગ્લાદેશ વિરુદ્ધ 19 એપ્રિલ 2006ના રોજ ચટગાંવમાં ટેસ્ટ મેચના ચોથા દિવસે નાઈટ વોચમેન તરીકે બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. જેસન ગિલેસ્પીએ અણનમ 201 રનની ઐતિહાસિક ઈનિંગ રમી હતી. જેસનની આ ઈનિંગમાં 26 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. 19 એપ્રિલ 2006ના રોજ જેસનનો બર્થડે પણ હતો. બાંગ્લાદેશ વિરુદ્ધ આ ટેસ્ટ મેચ જેસન ગિલેસ્પીની ઈન્ટરનેશનલ કરિયરની અંતિમ મેચ પણ હતી. 

પોન્ટિંગની જગ્યાએ આવ્યો હતો
ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં બાંગ્લાદેશને પહેલી ઈનિંગમાં 197 રને ઓલઆઉટ કર્યુ હતું. ત્યારબાદ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે પહેલા દિવસની રમત પૂરી થઈ તેના બરાબર પહેલા મેથ્યુ હેડનની વિકેટ ગુમાવી હતી. કેપ્ટન રિકી પોન્ટિંગ ત્યારબાદ બેટિંગ માટે આવવાનો હતો પરંતુ એવું બન્યું નહીં. રિકી પોન્ટિંગની જગ્યાએ જેસન ગિલેસ્પીને નંબર 3 પર બેટિંગ માટે ઉતારવામાં આવ્યો. તે પણ નાઈટ વોચમેન તરીકે. જેસન ગિલેસ્પીએ ત્યારબાદ શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું અને બાંગ્લાદેશના બોલરોને ધોઈ નાખ્યા. 

201 રન કર્યા
જેસન ગિલેસ્પીએ અણનમ 201 રન 425 બોલમાં કર્યા. જેમાં 26 ચોગ્ગા અને 2 છગ્ગા પણ ફટકાર્યા. જેસન ગિલેસ્પીની સાથે માઈકલ હસીએ પણ 182 રન કર્યા અને ઓસ્ટ્રેલિયાનો સ્કોર 581/4 રનની લીડ મેળવી અને પછી દાવ ડિક્લેર કરી દીધો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના બોલરોએ મેજબાન બાંગ્લાદેશને બીજી ઈનિંગમાં 304 રને પેવેલિયન ભેગું કર્યું અને મેચ એક ઈનિંગ અને 80 રનથી જીતી લીધી. જેસન ગિલેસ્પીએ 201 રન ઉપરાંત 3 વિકેટ પણ લીધી. જેસન ગિલેસ્પીના આ તમામ વિકેટ મેચની પહેલી ઈનિંગમાં મળ્યા હતા. ગિલેસ્પીએ ઓસ્ટ્રેલિયા માટે 71 ટેસ્ટ, 97 વનડે અને 1 ટી20 મેચ રમી છે. ટેસ્ટ ફોર્મેટમાં 259 વિકેટ સાથે પોતાની ઈન્ટરનેશનલ કરિયર સમાપ્ત કરી હતી. જ્યારે વનડેમાં 142 વિકેટ અને T20I માં એક વિકેટ લીધી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news