ગૂગલ મેપનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન, ચાર લોકોને મોતના મોઢામાં ધકેલી દીધા
ગૂગલ મેપની ભૂલના કારણે ચાર લોકો મોતના મોઢામાં પહોંચ્યા. જો તમે પણ હિમાચલ અને પંજાબના પહાડી વિસ્તારોમાં ગૂગલ મેપથી મુસાફરી કરતા હોવ તો આ સમાચાર જાણવા જરૂરી છે. એક પરિવાર ગૂગલ મેપના ભરોસે નાલાગઢથી પંજાબ તરફ જઈ રહ્યો હતો. જેમાં એક વિદ્યાર્થીનીએ ઉનામાં મહત્વપૂર્ણ પરીક્ષા પણ આપવાની હતી. ગૂગલમેપ તેમને દભોલ પુલના રસ્તે લઈ ગયું જે બે વર્ષ પહેલા જ ધ્વસ્ત થઈ ચૂક્યો છે. જેવી કાર નદી પાસે પહોંચી કે ભારે પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ અને અનેક કિલોમીટર સુધી વહેતી રહી. જો કે રાહતના સમાચાર એ હતા કે કારમાં સવાર ચાર લોકોના જીવ બચી શક્યા. મામૂલી ઈજા થઈ. કારને ભારે નુકસાન થયું.