સુરત: ડુમસ રોડની હોટલમાં 4 નબીરા 2 યુવતીઓ દારૂ પાર્ટી કરતા ઝડપાયા, Video
સુરતના ડુમસરોડની હોટલમાં દારૂની મહેફીલમાંથી બે યુવતી સહિત છ ઝડપાયા. સાયલેન્ટ ઝોન પાસે વિકેન્ડ વિલા હોટલના રૂમ નં. 443 માં પોલીસે રેડ. ડુમસ પોલીસે સાંજે કાર્યવાહી કરાયા બાદ ફોન ઉપાડવાના બંધ કરી દીધા. ડુમસ પોલીસે કંટ્રોલરૂમને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી. પકડાયેલા યુવક,યુવતીઓ પોશ વિસ્તારના રહેવાસી છે. મેડિકલ ચેકઅપ માટે તમામને સિવિલમાં લઇ જવાયા હતા. 1 દારૂની બોટલ મળી આવી. 4 મોબાઈલ મળી કુલ 2.55 લાખનો મુદ્દામાલ કબ્જે. હોટલ માલિક ગૌતમ પટેલ નું નિવેદન. હોટલમાં 464 રૂમ આવેલ છે. જે પૈકી 100 રૂમ જ હોટલ ના માલિકીના છે,જ્યારે બાકીના 364 અન્ય માલિકીના છે. રૂમ નંબર 443 હોટલ દ્વારા નીલમ પ્રમોદ કેસાન ને વેચાણ દસ્તાવેજથી આપવામાં આવ્યો છે, જેના દ્વારા દર્શન નામના ત્રાહિત વ્યક્તિને રૂમ ભાડે આપવામાં આવ્યો છે, જે વ્યક્તિનો ભાડા કરાર એપ્રિલ માસમાં પૂરો થયો છે, દર્શન નામના વ્યક્તિએ હોટેલ ની માઇગેટ નામની ઍપ્લિકેશનમાં ખોટા આઇડી અને પાસવર્ડ જનરેટ કર્યા. રૂમ નંબર 419 માટે માઇગેટ એપ્લિકેશન માં રજીસ્ટ્રેશન કરાવ્યું અને રૂમ નંબર 443 માં રોકાયા, જે રૂમમાં ચાર નબીરા સહિત અન્ય બે મહિલાઓ પાર્ટી કરતા ઝડપાયા. અમે પોલીસને સંપૂર્ણ માહિતી અને સહકાર આપ્યો છે,આ ઘટના માટે હોટેલ જવાબદાર નથી.