રાહુલ ગાંધી એવું તે શું બોલ્યા...સુપ્રીમ કોર્ટે કહ્યું-એક સાચો ભારતીય આવું ન કહે, જુઓ Video
રાહુલ ગાંધીને સર્વોચ્ચ અદાલતે ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમને કઈ રીતે ખબર કે ચીને જમીન પચાવી પાડી. શું તમારી પાસે કોઈ પુરાવા છે? કોર્ટે કહ્યું કે તમે જવાબદાર નેતા છો, આવું ન કહેવું જોઈએ. તમે સંસદની અંદર સવાલ કેમ નથી પૂછતાં? તમે સોશિયલ મીડિયામાં સવાલ કર્યા,સંસદમાં કેમ નહીં? એક સાચો ભારતીય આવું ન કહે. આમ સેના પર ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને બરાબર આડેહાથ લીધા.