ઈસુ ખ્રિસ્ત 2025 માં ફરીથી દુનિયામાં જન્મ લેશે, આ એક ભવિષ્યવાણીને કારણે દાવ પર લાગ્યા કરોડો રૂપિયા

Jesus Christ Return In 2025 : ખ્રિસ્તી ધર્મમાં એવો વિશ્વાસ છે કે ઈસુ ખ્રિસ્ત એક દિવસ ફરીથી આ પૃથ્વી પર પાછા આવશે. પરંતુ ક્રિપ્ટો માર્કેટમાં આ વિશે કંઈક અલગ જ ચાલી રહ્યું છે... 
 

ઈસુ ખ્રિસ્ત 2025 માં ફરીથી દુનિયામાં જન્મ લેશે, આ એક ભવિષ્યવાણીને કારણે દાવ પર લાગ્યા કરોડો રૂપિયા

will jesus return on earth : ઘણા ધર્મોમાં, ભગવાન અથવા તેના સંદેશવાહકો ફરીથી પૃથ્વી પર પાછા ફરવાની માન્યતા છે. ખ્રિસ્તી ધર્મમાં પણ આવી જ માન્યતા છે - 'સેકન્ડ કમિંગ ઓફ ક્રાઇસ્ટ' (Second Coming), એટલે કે આ દુનિયામાં ઇસુ ખ્રિસ્તનું બીજું આગમન. હવે ક્રિપ્ટોકરન્સીના શોખીનો પણ આ ધાર્મિક માન્યતામાં રસ દાખવી રહ્યા છે. પરિસ્થિતિ એવી છે કે બ્લોકચેનની દુનિયામાં  2025 માં પૃથ્વી પર ઈસુ ખ્રિસ્તના પાછા ફરવા પર સટ્ટો લગાવવામાં આવી રહ્યો છે. આ માન્યતા પર જુગારની રમત પણ ચાલી રહી છે.

ખરેખર, બ્લોકચેન આધારિત પ્લેટફોર્મ પર, લોકો ક્રિપ્ટોકરન્સીમાં શરત લગાવી રહ્યા છે કે શું ઈસુ ખ્રિસ્ત 2025 ના અંત સુધીમાં ખરેખર પાછા આવશે? આ વિચિત્ર બજાર પોલીમાર્કેટ નામના વિકેન્દ્રિત અનુમાન બજાર પર ખુલ્યું છે, જેમાં અત્યાર સુધીમાં $1.6 લાખ (આશરે રૂ. 1.3 કરોડ)થી વધુનો વેપાર થયો છે.

ક્રિપ્ટોકરન્સી સાથે સંબંધિત સમાચાર પ્રકાશિત કરતી વેબસાઇટ bitcoin.com અનુસાર, સટ્ટાના નિયમો ખૂબ જ સ્પષ્ટ છે. જો ઈસુ 31 ડિસેમ્બર, 2025 ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધીમાં પૃથ્વી પર પાછા ફરે છે, તો 'હા' વિકલ્પ જીતશે, પરંતુ નિર્ણય કયા આધારે લેવામાં આવશે, જવાબ છે - વિશ્વસનીય સૂત્રોની સંમતિ સાથે. જો કે, આ 'વિશ્વસનીય સૂત્રો' કોણ હશે તે અંગે હજુ પણ પ્રશ્નો છે.

અત્યાર સુધી કોણ જીતી રહ્યું છે?
Bitcoin.comના એક અહેવાલ અનુસાર, અત્યાર સુધી વધુ લોકો 'ના' વિકલ્પ પર દાવ લગાવી રહ્યા છે, એટલે કે 'જીસસ 2025 સુધી પરત નહીં ફરે' અને જો આ વાત સાચી સાબિત થાય છે, તો કેટલાક લોકો $13,000થી વધુનો મોટો નફો કરી શકે છે.

બાઇબલ શું કહે છે?
લૅલન્ટોપના અહેવાલ મુજબ, ખ્રિસ્તી ધર્મમાં ઈસુ ખ્રિસ્તના પુનરાગમનની કલ્પનાને 'પરુસિયા' (સેકન્ડ કમિંગ) કહેવામાં આવે છે. બાઇબલમાં તેનો ઉલ્લેખ છે, ખાસ કરીને 'નવા કરાર'માં. 'નવા કરાર'ના 'મેથ્યુ 24:30-31' જણાવે છે કે ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન એક અલૌકિક ઘટના હશે. જ્યારે 'મેથ્યુ 24:6-7' માં લખ્યું છે કે તેમનું આગમન એવા સમયે થશે જ્યારે વિશ્વ ગંભીર સંકટમાં હશે.

ઈસુના પાછા ફરવા વિશે બાઇબલમાં શું લખ્યું છે?
બાઇબલનો નવો કરાર, મેથ્યુ 24:30-31, ઈસુના પુનરાગમનની વાત કરે છે, એક અલૌકિક ઘટના જે વૈશ્વિક કટોકટીના સમયે થશે. મેથ્યુ 24:36 સ્પષ્ટપણે જણાવે છે કે તે દિવસ અને કલાક વિશે કોઈ જાણતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news