પાકિસ્તાન બોર્ડર પર ફરી વધ્યો તણાવ! ગોળીબારી બાદ પરિસ્થિતિ વણસી, PAK સેનાએ તૈનાત કર્યા ટેન્ક
Pakistan Afghanistan Tension: ભારત સાથે ઓપરેશન સિંદૂરમાં ભારે હારનો સામનો કર્યા બાદ પાકિસ્તાન બીજી મોટી મુશ્કેલીમાં ફસાયું છે. બલુચિસ્તાન સેનાએ દાવો કર્યો છે કે, અફઘાન સેનાએ પાકિસ્તાન પર હુમલો કર્યો છે. BLAનો દાવો છે કે અફઘાન દળો પાકિસ્તાનમાં ઘૂસી ગયા છે. BLAએ એક વીડિયો પણ શેર કર્યો છે.
Trending Photos
Pakistan Afghanistan Tension: ભારત સાથે ઓપરેશન સિંદૂરમાં ભારે હારનો સામનો કર્યા બાદ, પાકિસ્તાન બીજી મોટી મુશ્કેલીમાં ફસાયું છે. બલુચિસ્તાન સેનાએ દાવો કર્યો કે, અફઘાન સેનાએ પાકિસ્તાન પર હુમલો કર્યો છે. BLAનો દાવો છે કે, અફઘાન સેના પાકિસ્તાનમાં ઘૂસી ગઈ છે. BLAએ પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર બોમ્બમારો અને ટેન્કોની તૈનાતી દર્શાવતો એક વીડિયો પણ શેર કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અગાઉ પાકિસ્તાને અફઘાનિસ્તાનના કેટલાક વિસ્તારો પર ગોળીબાર કર્યો હતો. આ પછી અફઘાનિસ્તાનથી તાલિબાન સેનાએ જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે.
પાકિસ્તાન સ્ટાન્ડર્ડ ટાઈમ અનુસાર સાંજે 4:30 વાગ્યા પછી પાકિસ્તાન-અફઘાનિસ્તાનની બોર્ડર પર અથડામણ ફરી શરૂ થઈ, જેમાં બન્ને બાજુથી ગોળીબાર થયો. અફઘાનિસ્તાનના હેલમંડ પ્રાંતના કાર્યકારી વહીવટીતંત્રના અધિકારીઓએ પણ આ અથડામણની પુષ્ટિ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાની સેનાએ આ સમયગાળા દરમિયાન ટેન્કો તૈનાત કર્યા હતા અને અફઘાન સરહદ પરની ચોકીઓને તોપથી નિશાન બનાવવામાં આવી હતી.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સેનાઓ વચ્ચે ગુરુવારે સવારે ફરી એક વખત તણાવ ભડક્યો છે. જ્યારે બન્ને પક્ષોએ અફઘાનિસ્તાનના બરમાચા સરહદી વિસ્તારમાં એકબીજા પર ભારે ગોળીબાર કર્યો. આ વિસ્તાર પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતની સમાંતર સ્થિત છે. સ્થાનિક અધિકારીઓના મતે, સરહદ પર નવી ચોકીઓના નિર્માણને કારણે આ વિવાદ ઉભો થયો છે. તેમણે કહ્યું કે, સવારે શરૂ થયેલ ગોળીબાર થોડા સમય પછી બંધ થઈ ગયો હતો, પરંતુ બપોર પછી પરિસ્થિતિ ફરી વણસી ગઈ છે.
રિપોર્ટ અનુસાર અફઘાનિસ્તાન તરફથી પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાનો દાવો બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ બન્ને દેશો વચ્ચે લશ્કરી ગતિરોધ વધી ગયો છે અને સરહદી વિસ્તારોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
BIG BREAKING 🚨
Multiple clashes break out between Afgan Taliban forces and Pakistan Army on the Afganistan -Pakistan border near chaghi district, Balochistan.
Stay Tuned
— Balochistan Army (@BaluchFighter) May 29, 2025
પાકિસ્તાન સરહદ નજીક ચાઘીમાં યુદ્ધ
બલુચિસ્તાન લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનું આ યુદ્ધ પાકિસ્તાન બોર્ડર નજીક ચાઘી જિલ્લામાં શરૂ થયું છે. જ્યાં પાકિસ્તાન અને તાલિબાન સેના વચ્ચે ભીષણ અથડામણ ચાલી રહી છે. બન્ને પક્ષો વચ્ચે ભારે ગોળીબાર શરૂ થઈ ગયો છે.
POK પર પણ તાલિબાનનો હુમલો
BLAએ દાવો કર્યો છે કે, તાલિબાન સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના રાવલકોટ પર પણ હુમલો કર્યો છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, લાહોરમાં બ્લેકઆઉટ થયું છે. આ ઘટના બાદ પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર તણાવ નોંધપાત્ર રીતે વધી ગયો છે. સરહદી જિલ્લાઓમાં સુરક્ષા દળોની તૈનાતી વધારી દેવામાં આવી છે અને સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. ઘણા ગ્રામીણ વિસ્તારોમાંથી નાગરિકોના સ્થળાંતરના અહેવાલો પણ છે, કારણ કે લોકોને મોટા લશ્કરી સંઘર્ષનો ભય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે