ફ્લાઈટમાં અચાનક એક પછી એક કપડાં ઉતારવા લાગી મહિલા, કરવા લાગી એવી જીદ...25 મિનિટ સુધી ધમાલ મચાવી

Watch Viral Video: એક મહિલાએ ફ્લાઈટમાં મુસાફરોની સામે જ કપડાં ઉતારવા માંડતા શરમજનક સ્થિતિ પેદા થઈ ગઈ. ના પાડતા હદો પાર કરી નાખી. નગ્ન થઈને મહિલાએ વિમાનમાં 25 મિનિટ સુધી ધમાલ મચાવી. જાણો શું છે મામલો. 

ફ્લાઈટમાં અચાનક એક પછી એક કપડાં ઉતારવા લાગી મહિલા, કરવા લાગી એવી જીદ...25 મિનિટ સુધી ધમાલ મચાવી

હ્યુસ્ટનથી ફીનિક્સ જઈ રહેલી સાઉથવેસ્ટ એરલાઈન્સની એક ફ્લાઈટમાં અચાનક એક મહિલાએ પોતાના કપડાં ઉતારવાના શરૂ કરી દીધા અને પછી તો જાણે હડકંપ મચી ગયો. લગભગ 25 મિનિટ સુધી આ મહિલા નગ્ન હાલતમાં વિમાનની અંદર આમ તેમ ફરતી રહી. આ ઘટનાના કારણે વિમાનને ટેકઓફ બાદ પાછું ગેટ પર લાવવું પડ્યું. 

અડધા કલાક સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા
આ ઘટના સોમવારે કો વિલયમ પી. હોબી એરપોર્ટથી ફ્લાઈટના ટેક ઓફ બાદ ઘટી. રિપોર્ટ્સ મુજબ મહિલાએ ફ્લાઈટમાં અચાનક પોતાના કપડાં ઉતારી દીધા, જેનાથી મુસાફરો ચોંકી ગયા. મુસાફર મૈસી એસ્ટેવેજ મુજબ મહિલા લગભગ અડધા કલાક સુધી પ્લેનની અંદર ફરતી રહી. ત્યારબાદ તેને અટકાયતમાં લેવાઈ. હ્યુસ્ટન પોલીસ વિભાગે મહિલાને પકડીને મેડિકલ તપાસ માટે મોકલી આપી. 

એરલાઈને મુસાફરો પાસે માંગી માફી
સાઉથવેસ્ટ એરલાઈન્સે આ ઘટના અંગે નિવેદન બહાર પાડતા કહ્યું કે સ્થાનીય કાનૂન પ્રવર્તન અધિકારીઓએ ફ્લાઈટ 733ને ગેટ પર જ રોકી દીધી અને સ્થિતિ સંભાળી. એરલાઈને આ ચોંકાવનારી ઘટનાના કારણે થયેલા વિલંબ બદલ મુસાફરોની માફી માંગી અને ભરોસો અપાવ્યો કે તેઓ મુસાફરોને જેમ બને તેમ જલદી તેમની મંજિલ સુધી પહોંચાડવા માટે કામ કરી રહ્યા છે. 

The woman stripped n*ked during a Southwest flight from Houston to Phoenix on Monday

She paraded around the plane for 25 minutes before authorities… pic.twitter.com/HIGQfzryC0

— Unlimited L's (@unlimited_ls) March 6, 2025

મીડિયા રિપોર્ટ્સ મુજબ મહિલા વારંવાર વિમાનમાંથી નીચે ઉતરવાની માંગણી કરી રહી હતી અને તેણે એ પણ કહ્યું કે તે બાઈપોલર ડિસઓર્ડરથી પીડિત છે. મુસાફરોના જણાવ્યાં મુજબ મહિલાઓ કોકપિટમાં જબરદસ્તીથી ઘૂસવાની પણ કોશિશ કરી જ્યાં પાઈલટ હોય છે. એક મુસાફરે જણાવ્યું કે મહિલાએ પહેલા મુસાફરો સામે જોયું અને પછી અચાનક કપડાં ઉતારવાના ચાલું કરી દીધા. જેનાથી બધા ચોંકી ગયા. 

કોકપિટમાં જવાની જીદ
એક વીડિયોમાં મહિલા બૂમો પાડતી જોવા મળી રહી છે ત્યારબાદ તે વિમાનની સામેની બાજુ દોડવા લાગી અને પછી તેણે કોકપિટના દરવાજાને જોરજોરથી ખખડાવાનો શરૂ કરી દીધો અને અંદર જવાની જીદ કરવા લાગી. આ ઘટનાના પ્રત્યક્ષદર્શીઓમાંથી એકે કહ્યું કે સૌથી ચોંકાવનારી વાત એ હતી કે કોઈ પણ તાબડતોબ હસ્તક્ષેપ કર્યો નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news