Guru Gochar: પોતાના જ નક્ષત્રમાં આવી ગુરુ ગ્રહ થયો પાવરફુલ, 2026 સુધીનો સમય આ 3 રાશિઓ માટે અતિશુભ

Guru Gochar in Punarvasu Nakshatra:  13 ઓગસ્ટ 2025 અને બુધવારનો દિવસ અત્યંત ખાસ છે. આજે ગુરુ ગ્રહે પુનર્વસુ નક્ષત્રમાં ગોચર કર્યું છે. આ નક્ષત્રનો સ્વામી ગુરુ ગ્રહ સ્વયં છે. ગુરુ ગ્રહના નક્ષત્ર પરિવર્તનથી 3 રાશિના લોકો માટે 2026 સુધી લાભની સ્થિતિ રહેશે.
 

Guru Gochar: પોતાના જ નક્ષત્રમાં આવી ગુરુ ગ્રહ થયો પાવરફુલ, 2026 સુધીનો સમય આ 3 રાશિઓ માટે અતિશુભ

Guru Gochar in Punarvasu Nakshatra: જ્યારે ગુરુ ગ્રહનું નક્ષત્ર પરિવર્તન થાય છે તો તેનો પ્રભાવ 12 રાશિઓ પર જોવા મળે છે. 13 ઓગસ્ટ અને બુધવારે વહેલી સવારે ગુરુ ગ્રહે નક્ષત્ર પરિવર્તન કર્યું છે. આ વખતે ગુરુ ગ્રહ પોતાના જ નક્ષત્રમાં ગોચર કરે છે. ગુરુ ગ્રહે હવે પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. આ નક્ષત્રમાં ગુરુ 18 જૂન 2026 સુધી ગોચર કરશે. તેથી આ ગોચરનો પ્રભાવ પણ 18 જૂન 2026 સુધી રહેશે. 18 જૂન 2026 સુધીનો સમય 3 રાશિના લોકો માટે શુભ રહેવાનો છે. આ ત્રણ રાશિઓ કઈ છે ચાલો જાણીએ..

2026 સુધી મળતો રહેશે આ 3 રાશિઓને લાભ 

મેષ 

મેષ રાશિના લોકોને ગુરુનું પુનર્વસુ નક્ષત્રમાં ગોચર ફાયદો કરાવનાર સાબિત થશે. આર્થિક સ્થિતિએ સારી રહેશે. આ સમય દરમ્યાન ખર્ચા ઓછા થશે. ગુરુના નક્ષત્ર પરિવર્તન દરમિયાન વેપારથી સંબંધિત મોટા શુભ સમાચાર મળી શકે છે. જીવનમાં નાની મોટી સમસ્યાઓ પણ આવશે પરંતુ સાહસ સાથે સરળતાથી પાર કરી શકશો. પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો.  

કર્ક રાશિ 

ગુરુ ગ્રહનું પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરવો કર્ક રાશિ માટે પણ લાભકારી માનવામાં આવે છે. આ રાશિના લોકોને શુભ સમાચાર મળી શકે છે. કારકિર્દીમાં સારો ગ્રોથ મળી શકે છે. વિરોધીઓ નુકસાન પહોંચાડી નહીં શકે. આ સમય દરમિયાન  સમાજમાં પ્રતિષ્ઠા વધશે, માન સન્માનની સ્થિતિ સાતમા આસમાને હશે.

કન્યા રાશિ 

ગુરુ ગ્રહનું નક્ષત્ર પરિવર્તન કન્યા રાશિના લોકોને પણ લાભ કરાવશે. ધન પ્રાપ્તિના નવા સોર્સ બની શકે છે. કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશો. શત્રુઓ પણ પરાજિત થશે. આ સમય દરમિયાન આત્મવિશ્વાસ વધશે. ઓફિસમાં પર્ફોર્મન્સ સુધરશે. કામ સંબંધીત યાત્રાઓ કરવી પડી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news