Gold Rate: ટ્રમ્પની એ 5 શબ્દોવાળું એલાન અને ભારતમાં ધડાધડ ઘટી ગયા ભાવ, જાણો કેટલું સસ્તું થયું?

Latest Gold Rate: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતે ટેરિફની જાહેરાત કરી રહ્યા છે તેનાથી હડકંપ મચેલો છે. ભારત ઉપર 50 ટકા ટેરિફ ઝીંકેલો છે. જો કે સોના પર જે કહ્યું તેનાથી સોનું તૂટી રહ્યું છે. 

Gold Rate: ટ્રમ્પની એ 5 શબ્દોવાળું એલાન અને ભારતમાં ધડાધડ ઘટી ગયા ભાવ, જાણો કેટલું સસ્તું થયું?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અંગેની જાહેરાત લોકોને જાણે ડરાવી રહી છે. દરેક નવું એલાન કોઈને કોઈ દેશને પરેશાન કરી રહ્યું છે. પરંતુ સોના પર ટ્રમ્પે જે કહ્યું તેણે ગ્રાહકોને  ખુશ કરી દીધા. સોના પર ટ્રમ્પના એ 5 શબ્દોવાળું નિવેદન એવું અસર કરી ગયું કે સોનાના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો. એક એલાન બાદ સોનું 2000 રૂપિયા સુધી તૂટી ચૂક્યું છે. આશા વ્યકત કરાઈ રહી છે કે હજુ પણ તેમાં ઘટાડો થઈ શકે છે. 

સોના પર શું બોલ્યા ટ્રમ્પ?
અમેરિકી રાષ્ટ્રપતિએ સોના પર ટેરિફનું સસ્પેન્સ  ખતમ કરતા કહ્યું કે No Tariff On Swiss Gold. રવિવારે ટ્રમ્પની આ જાહેરાત બાદ સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે સ્વિસ ગોલ્ડ પર ટેરિફ ન લગાવવાની વાત કરી, ત્યારબાદથી ભારતમાં સોનું સતત તૂટી રહ્યું છે. 

કેમ સસ્તું થઈ રહ્યું છે સોનું
ટ્રમ્પની જાહેરાત બાદ દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવમાં 1900 રૂપિયાથી વધુનો કડાકો જોવા મળ્યો છે. જ્યારે ચાંદી 3000 રૂપિયાથી વધુ તૂટી છે. જિયો પોલિટિકલ ટેન્શન ઓછું થવા અને ટેરિફ ટોક ચાલુ રહેવાના કારણે પણ સોનાના ભાવ ઘટ્યા છે. જ્યારે અમેરિકી ફેડરલ તરફથી વ્યાજ દરોમાં કાપની આશાએ પણ સોનાના ભાવમાં ઘટાડો લાવવાનું કામ કર્યું છે. 

2000 રૂપિયા સુધી સસ્તું થયું સોનું
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ  એસોસિએશન તરફથી બહાર પડતા સોના અને ચાંદીના ભાવ જોઈએ તો 8 ઓગસ્ટના રોજ 24 કેરેટ સોનાનો રેટ 101406 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જે 11 ઓગસ્ટના રોજ તૂટીને 100201 રૂપિયા પ્રતિ 10  ગ્રામ પર પહોંચ્યો. 12 ઓગસ્ટના રોજ સોનું સસ્તું થઈને 99549 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. જ્યારે ચાંદી સતત તૂટીને 1,13,313 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. અત્રે જણાવવાનું કે 23 જુલાઈના રોજ ચાંદી પોતાના ઓલટાઈમ હાઈ રેટ 1,15,850 રૂપિયા પર પહોંચી હતી. 

24 કેરેટથી લઈને 18 કેરેટવાળા સોનાનો ભાવ

To get these rates on your phone give a missed call on - 8955664433

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzctug

Follow us on Instagram :… pic.twitter.com/81BcdQORiG

— IBJA (@IBJA1919) August 12, 2025

શું હજુ સસ્તું થશે સોનું
બજારના જાણકારોનું માનીએ તો સોનાના ભાવમાં હજુ પણ તેજીની સ્થિતિ જોવા મળી રહી નથી. ટેરિફ પર ડોનાલ્ડ ટ્રમ્પ  તરફથી સ્પષ્ટ કરાયું છે કે સોનાની આયાત પર કોઈ ટેરિફ નહીં લાગે. ત્યારબાદથી સોનાના ભાવમાં ઘટાડો ચાલુ છે. જો કે ટેરિફ અને ટ્રેડ વોરના પગલે જિયોપોલિટિકલ તણાવ બનેલો છે. જેના કારણે સોનામાં રોકાણ વધશે અને સોનાની માંગણી વધવાથી ભાવમાં વધારો આવી શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news