Foot Care Routine: ચહેરાની જેમ પગની ત્વચાની માવજત પણ જરુરી, સપ્તાહમાં એકવાર ઘરે આ રીતે કરો ફુટ કેર

Foot Care Routine: સપ્તાહમાં એકવાર સમય કાઢી પગની સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. પગની સફાઈ તમારી પર્સનાલિટી સાથે હાઈજીન માટે પણ જરૂરી છે. આજે તમને પગની સફાઈ વીકમાં એકવાર ઘરે કેવી રીતે કરવી તેના સરળ સ્ટેપ્સ જણાવીએ.
 

Foot Care Routine: ચહેરાની જેમ પગની ત્વચાની માવજત પણ જરુરી, સપ્તાહમાં એકવાર ઘરે આ રીતે કરો ફુટ કેર

Foot Care Routine: ચેહરાની ત્વચાની માવજત કરવી અને ત્વચાને સાફ કરવી જેટલી જરૂરી છે એટલી જ જરૂરી છે પગની ત્વચાની સફાઈ કરવી. રોજ નહાતી વખતે પણ શરીરના દરેક અંગને સાફ કરવામાં આવે છે પરંતુ પગની સફાઈ પર એટલું ધ્યાન આપવામાં આવતું નથી. પરંતુ પગની સફાઈ સૌથી જરૂરી છે કારણ કે પગની ત્વચા પર ગંદકી સૌથી પહેલા લાગે છે. જો પગની ત્વચાની સફાઈ નું ધ્યાન રાખવામાં ન આવે તો ત્વચા ડ્રાય થઈ જાય છે કાળી પડી જાય છે અને એડી વધારે પ્રમાણમાં ફાટે છે. તેથી જરૂરી છે કે સપ્તાહમાં એક વખત પગની ત્વચાની સારી રીતે સફાઈ કરવામાં આવે. 

પગની સાફ ત્વચા પર્સનાલિટી સાથે હાઈજીન પર પણ અસર કરે છે. જો પગની સફાઈ સપ્તાહમાં એકવાર પણ યોગ્ય રીતે કરવામાં ન આવે તો એડી ફાટવા લાગે છે અને ત્વચા ડ્રાય દેખાવા લાગે છે. આજે તમને જણાવીએ સપ્તાહમાં એક વખત પગની સ્કીનને સાફ કરવા માટે કયા સ્ટેપ ફોલો કરવાના હોય છે. 

સ્ટેપ નંબર 1

સૌથી પહેલા એક ટબમાં હુંફાળું પાણી ભરો અને તેમાં એક ચમચી મીઠું અને થોડું શેમ્પુ મિક્સ કરો. આ પાણીમાં 10 થી 15 મિનિટ માટે પગ ડુબાડીને રાખો. આમ કરવાથી પગમાં જે ડેડ સેલ્સ હશે તે સોફ્ટ થઈ જશે. અને પગનો થાક પણ દૂર થશે. 

સ્ટેપ નંબર 2 

ત્યાર પછી પગને પાણીમાંથી કાઢો અને થોડા કોરા કરી પગ પર સ્ક્રબ કરો. સ્ક્રબ કરવા માટે પ્યુમિક સ્ટોન અથવા ફુટ સ્ક્રબર ની મદદ લઈ શકો છો. સ્ક્રબર ની મદદથી એડી અને તળિયામાં જામેલી ડેડ સ્કીન અને ગંદકીને સાફ કરો. તમે ઇચ્છો તો નાળિયેર તેલમાં ખાંડ મિક્સ કરીને હોમમેડ સ્ક્રબ બનાવી પગની સફાઈ કરી શકો છો. સ્ક્રબ કરવાથી પગની ડેડ સ્કીન નીકળી જશે અને પગ સોફ્ટ થઈ જશે. 

સ્ટેપ નંબર 3 

સ્ક્રબ કર્યા પછી પગને સારી રીતે ધોઈ લેવા અને કોરા કરી મોશ્ચુરાઇઝ કરો. જો કોઈ વ્યક્તિની એડી વધારે પ્રમાણમાં ફાટેલી હોય તો પગ પર નાળિયેર તેલ અથવા ઘી લગાડવું. જો સ્કીન નોર્મલ હોય તો કોઈ પણ મોશ્ચુરાઈઝર નો ઉપયોગ કરી શકાય છે. 

સ્ટેપ નંબર 4

જ્યારે પગની ત્વચાનું ડીપ ક્લિનિંગ કરો ત્યારે નખ સાફ કરવા અને નખની કેર કરવી પણ જરૂરી થઈ જાય છે. આ ત્રણ સ્ટેપ ફોલો કર્યા પછી પગના નખ ને ટ્રીમ કરો અને ક્યુટિકલ્સને હળવા હાથે પુશ કરો. જો નખ વધી ગયા હોય તો તેને કાપો. ત્યાર પછી મનપસંદ કલરની નેલ પેન્ટ અપ્લાય કરો.સપ્તાહમાં એક વખત આ રીતે પગ સાફ કરશો તો પગની સુંદરતા પણ વધી જશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news