ગુજરાતના રેશન કાર્ડ ધારકોને લઈ સૌથી મોટા સમાચાર; સરકારે આ વાતને લઈને કરી મોટી જાહેરાત

Gujarat Government: ગુજરાત સરકારે સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે રાજ્યમાં પાત્રતા ધરાવતા કોઈપણ લાભાર્થીનું નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (NFSA) રેશનકાર્ડ રદ કરવામાં આવશે નહીં. 

ગુજરાતના રેશન કાર્ડ ધારકોને લઈ સૌથી મોટા સમાચાર; સરકારે આ વાતને લઈને કરી મોટી જાહેરાત

અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે રાજ્યમાં હાલ ૩,૬૦,૧૯,૩૭૬ NFSA રેશનકાર્ડ લાભાર્થીઓ છે. કેન્દ્ર સરકારે વિવિધ ઓનલાઈન પોર્ટલ પરથી મળેલા ડેટાના આધારે ગુજરાતમાં ૫૬,૫૭,૫૧૯ શંકાસ્પદ રેશનકાર્ડ ધારકોની યાદી ચકાસણી માટે આપી છે. આ પૈકી ૧૫,૬૬,૪૯૨ કાર્ડની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે બાકીની ચકાસણી ઝડપથી પૂર્ણ કરવાની કામગીરી ચાલી રહી છે. 

મંત્રીએ જણાવ્યું કે, શંકાસ્પદ લાભાર્થીઓને તંત્ર દ્વારા જાણ કરવામાં આવશે અને તેઓ મામલતદાર કચેરીએ જરૂરી પુરાવા રજૂ કરીને પોતાનું NFSA કાર્ડ ચાલુ રાખી શકશે.ગુજરાતમાં જમીન મર્યાદા ડબલ: NFSA કાર્ડની પાત્રતા માટે કેન્દ્ર સરકારે ૨.૪૭ એકર (૧ હેક્ટર) જમીનની મર્યાદા નક્કી કરી છે, પરંતુ ગુજરાત સરકારે લાભાર્થીઓના હિતમાં આ મર્યાદા ડબલ કરીને ૫ એકર કરી છે. 

આ ઉપરાંત, પિયત જમીન અને બે પાક લેવાની સ્થિતિમાં અથવા વર્ષમાં એક જ પાક લેવાતો હોય તેવા કિસ્સામાં પણ લાભાર્થીઓને રાહત આપવામાં આવી છે. આ યાદીમાં ૩,૧૭,૬૬૦ લાભાર્થીઓનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે પાત્ર લાભાર્થીઓના હિતોનું રક્ષણ કરવાની ખાતરી આપી છે. ચકાસણી પ્રક્રિયા પારદર્શક અને ઝડપી રીતે પૂર્ણ કરવામાં આવશે, જેથી પાત્ર લાભાર્થીઓને કોઈ અગવડ ન થાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news