Gold Rate Today: સોનાના ભાવમાં જોરદાર ઘટાડો, ગણતરીના કલાકોમાં ભાવ ઘટીને કેટલા થયા? ચેક કરો લેટેસ્ટ રેટ

Gold Rate In Ahmedabad: સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એકબાજુ જ્યાં વાયદા બજારમાં સોનું જબરદસ્ત ઉછળ્યું તો રિટેલ બજારમાં એટલું જ જોરદાર પછડાયેલું જોવા મળ્યું છે. જો તમે લેવાનું વિચારતા હોવ તો ફટાફટ રેટ ચેક કરો. 

Gold Rate Today: સોનાના ભાવમાં જોરદાર ઘટાડો, ગણતરીના કલાકોમાં ભાવ ઘટીને કેટલા થયા? ચેક કરો લેટેસ્ટ રેટ

સોના અને ચાંદીના ભાવમાં વાયદા બજારમાં શુક્રવારે જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો પરંતુ રિટેલ બજારમાં એવો જ મોટો કડાકો જોવા મળ્યો. MCX પર સોનું 566 રૂપિયા ઉછળીને 98,440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું જે કાલે 97,874 રૂપિયા પર ક્લોઝ થયું હતું. વૈશ્વિક બજારની વાત કરીએ તો કોમેક્સ પર સોનામાં 0.5%નો વધારો જોવા મળ્યો અને તે 3,368.49 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો. આ અઠવાડિયે સોનું અત્યાર સુધીમાં 2.5% ચડી ચૂક્યું છે. અમેરિકી સોનાના ફ્યૂચર્સમાં પણ 0.5% વધીને 3,391.40 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. 

રિટેલ બજારમાં આજનો સોના અને ચાંદીનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ના રેટ્સ જોઈએ તો 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં આજે 805 રૂપિયાનો કડાકો જોવા મળ્યો અને  ભાવ 97,358 રૂપિયા પર પહોંચ્યો જે કાલે સાંજે 98,163 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીમાં 65 રૂપિયાનો સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ 1,04,610 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો જે કાલે સાંજે 1,04,675 રૂપિયા પ્રતિ કિલો પર ક્લોઝ થયો હતો. 

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE

— IBJA (@IBJA1919) June 6, 2025

કેરેટ          ભાવ (1 ગ્રામ)

24 KT(999)       9,736
22 KT              9,502
20 KT              8,665
18 KT              7,886
14 KT              6,280

To get these rates on your phone give a missed call on - 8955664433

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram :… pic.twitter.com/GHjWWSeQwA

— IBJA (@IBJA1919) June 6, 2025

આ વર્ષે અત્યાર સુધીમાં કેટલું ચડ્યું સોનું
1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 10 ગ્રામ 24 કેરેટ સોનું 76,162 રૂપિયાથી 22,001 રૂપિયા ઉછળીને એટલે કે 28.88 ટકા વધીને 98,163 રૂપિયા પર પહોંચી ગયું છે. ચાંદીનો ભાવ પણ 86,017 રૂપિયા પ્રતિ કિલોથી 18,658 રૂપિયા કે 21.69 ટકા વધીને 1,04,675 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. 

Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news