ઈન્વેસ્ટમેન્ટની 'ગુરૂ' છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ, 5 વર્ષમાં ₹35 લાખનો ફાયદો, આખો દેશ કરી રહ્યો છે રોકાણ
પોસ્ટ ઓફિસની આરડી યોજનામાં રોકાણ કરવું સુરક્ષિત હોય છે. સ્કીમમાં 5 વર્ષ સુધીનું રોકાણ કરી તમે ખુદ માટે મોટું ફંડ ક્રિએટ કરી શકો છો. તો આવો આજે તેના વિશે જાણીએ.
Trending Photos
Investment Tips: પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરવું હંમેશા લોકોને પસંદ હોય છે, અહીં પૈસા સુરક્ષિત રહે છે. આ કારણ છે કે લોકો પોસ્ટ ઓપિસની રિકરિંગ ડિપોઝિટ (RD) સ્કીમમાં પોતાની મહેનતની કમાણી રોકે છે. આ સ્કીમમાં તમે દર મહિને એક નક્કી રકમ જમા કરી શકો છો, જે SIP ની જેમ કામ કરે છે, પરંતુ તેમાં માર્કેટની જેમ જોખમ રહેતું નથી. આ સ્કીમમાં 5 વર્ષ સુધી રોકાણ કરવા પર તમને નિશ્ચિત વ્યાજદર મળે છે અને મેચ્યોરિટી પર મોટી રકમ મળી શકે છે. આ સ્કીમ નિયમિત સેવિંગની આદત પણ પડાવે છે.
કોણ કરી શકે છે રોકાણ
પોસ્ટ ઓફિસ આરડી સ્કીમની સૌથી મોટી ખાસ વાત છે કે તમે માત્ર 100 રૂપિયા દર મહિનાથી રોકાણની શરૂઆત કરી શકો છો, જેથી આ સ્કીમ સામાન્ય લોકો માટે પણ સરળ બની જાય છે. તેમાં મેક્સિમમ રોકાણની કોઈ મર્યાદા નથી. પોસ્ટ ઓફિસની આરડી સ્કીમનો લાભ ગમે તે વ્યક્તિ ઉઠાવી શકે છે, ત્યાં સુધી કે 10 વર્ષથી ઉપરના સગીર પણ પોતાના માતા-પિતા કે અભિભાવકની મદદથી ખાતું ખોલાવી શકે છે.
તમને જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસની આરડી સ્કિમને હવે સરળ બનાવી દેવામાં આવી છે, કારણ કે તમે તેમાં મોબાઈલ બેન્કિંગ કે ઈ-બેન્કિંગ દ્વારા ખાતું ખોલાવી શકો છો. જો કોઈ સગીર 18 વર્ષનો થાય તો તેણે નવા કેવાયસી દસ્તાવેજ અને ખાતા સંચાલન માટે નવું ફોર્મ ભરવું પડશે.
ખાતું ખોલવાના નિયમો
પોસ્ટ ઓફિસ RD ખાતામાં પૈસા જમા કરાવવા માટે કેટલાક સરળ પણ મહત્વપૂર્ણ નિયમો છે. ખાતું ખોલાવતી વખતે તમારે પહેલો હપ્તો જમા કરાવવો પડશે. તેથી જો તમે મહિનાની 16 તારીખ પહેલા ખાતું ખોલાવ્યું હોય, તો પછીનો હપ્તો દર મહિનાની 15 તારીખ સુધીમાં જમા કરાવવાનો રહેશે. પરંતુ જો 16 તારીખ પછી ખાતું ખોલવામાં આવે છે, તો દર મહિનાની 16 તારીખથી મહિનાના છેલ્લા કાર્યકારી દિવસ સુધી પૈસા જમા કરાવવા જરૂરી રહેશે.
ગણતરીનો આખો ખેલ સમજો
જો તમે પોસ્ટ ઓફિસની RD યોજનામાં દર મહિને ₹50,000 નું રોકાણ કરો છો, તો 5 વર્ષમાં તમારી કુલ રોકાણ રકમ ₹30 લાખ થઈ જશે. આ રોકાણ પર તમને વાર્ષિક 6.7% વ્યાજ દર મળશે, જે મુજબ તમને ₹5,68,291 નું વ્યાજ મળી શકે છે. ખાસ વાત એ છે કે TDS કપાત પછી પણ, તમને કુલ ₹35.68 લાખની રકમ મળી શકે છે.
લોન સુવિધા ઉપલબ્ધ થશે
તમને જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસની આ RD યોજનામાં રોકાણકારોને લોનની સુવિધા પણ મળે છે. જો કોઈ રોકાણકારે ખાતું ખોલ્યા પછી સતત 12 હપ્તા ચૂકવ્યા હોય એટલે કે ખાતું 1 વર્ષ જૂનું થઈ ગયું હોય, તો તમે તમારી ડિપોઝિટ રકમના 50% સુધીની લોન લઈ શકો છો. આ લોન એકસાથે અથવા માસિક હપ્તામાં ચૂકવી શકાય છે. જો કે, જો લોન સમયસર ચૂકવવામાં ન આવે, તો ખાતું બંધ થાય ત્યારે તે ડિપોઝિટ રકમમાંથી વસૂલ કરવામાં આવે છે. (નોંધ: આ લેખ ફક્ત માહિતી માટે છે અને તેને કોઈપણ રીતે રોકાણ સલાહ તરીકે ગણવો જોઈએ નહીં, રોકાણ માટે નાણાકીય સલાહકારોની સલાહ લેવાનું સૂચન કરો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે