હવે ઘર બેઠા જોઈ શકશો આમિર ખાનની ફિલ્મ સિતારે ઝમીન પર, જાણો કઈ તારીખે કયા ડિજિટલ પ્લેટફોર્મ પર થશે રિલીઝ

Sitaare Zameen Par On Youtube: આમીર ખાને એવી જાહેરાત કરી હતી કે તેની ફિલ્મ સિતારે ઝમીન પર ફક્ત થિયેટરમાં જ જોવા મળશે. તેનાથી ઘણા દર્શકો નિરાશ પણ થયા હતા. પરંતુ હવે દર્શકોએ નિરાશ રહેવાની જરૂર નથી. કારણ કે આમિર ખાનની આ ફિલ્મ ઘર બેઠા જોઈ શકાશે. 
 

હવે ઘર બેઠા જોઈ શકશો આમિર ખાનની ફિલ્મ સિતારે ઝમીન પર, જાણો કઈ તારીખે કયા ડિજિટલ પ્લેટફોર્મ પર થશે રિલીઝ

Sitaare Zameen Par On Youtube: જે લોકો કોઈપણ કારણસર આમિર ખાનની બહુચર્ચિત ફિલ્મ સિતારે જમીન પર થિયેટરમાં જોઈ શક્યા નથી તેમના માટે મોટી ખુશખબર છે. આમિર ખાને ફિલ્મ સિતારે ઝમીન પર રિલીઝ થઈ ત્યારે એવી જાહેરાત કરી હતી કે આ ફિલ્મ તે કોઈ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ નહીં કરે. એટલે કે લોકોએ થિયેટરમાં જ જોવી પડશે. પરંતુ હવે આમિર ખાનની આ ફિલ્મ તમે ઘર બેઠા જોઈ શકશો કારણ કે ફિલ્મને youtube પર રિલીઝ કરવામાં આવનાર છે.

જી હા આમિર ખાનની ફિલ્મ સિતારે જમીન પર અંગે મળતી માહિતી અનુસાર આ ફિલ્મ youtube ઉપર મુવી ઓન ડિમાન્ડ પર આ ફિલ્મ જોઈ શકાશે. જોકે આ ફિલ્મ અન્ય કોઈ જ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ નહીં થાય. ફિલ્મ ફક્ત youtube પર જોઈ શકાશે અને તેના માટે પણ ફિલ્મ જોવાનો ચાર્જ ચૂકવવો પડશે. 

આ અંગે મળતી જાણકારી અનુસાર સિતારે જમીન પર ફિલ્મ 1 ઓગસ્ટ 2025 થી youtube ઉપર દુનિયાભરમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં આમિર ખાન સાથે જેનિલીયા દેશમુખ અને 10 ઇન્ટેલેકચુઅલ ડિસેબલ કલાકારો મહત્વની ભૂમિકામાં છે. youtube પર આ ફિલ્મ ફ્રીમાં નહીં જોઈ શકાય.. ભારતમાં આ ફિલ્મ જોવા માટે 100 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. તેવી જ રીતે અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, જર્મની, ઇન્ડોનેશિયા, સિંગાપુર, સ્પેન સહિત દુનિયાના 38 દેશોમાં પણ આ ફિલ્મ લોકલ પ્રાઈઝ ચૂકવીને જોઈ શકાશે. 

આમિર ખાનની આ ફિલ્મ સિતારે જમીન પર લોકોને પસંદ પડી હતી. ફિલ્મનો સબ્જેક્ટ હૃદય સ્પર્શી છે અને આ ફિલ્મે અત્યાર સુધીમાં 250 કરોડથી વધુની કમાણી પણ કરી લીધી છે. જોકે તેમ છતાં ઘણા લોકો એવા છે જેમણે આ ફિલ્મ થિયેટરમાં જોઈ નથી. તેમના માટે હવે આ ફિલ્મ youtube પર ઉપલબ્ધ હશે પરંતુ ફિલ્મ જોવા માટે તેમણે રેન્ટ ચૂકવવું પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news